home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
મહારાષ્ટ્રની સંસ્થા સામે ૧૦ લાખની ઠગાઈની ફરિયાદ

ભુજ,તા.૧૨

ગાંધીધામના ઓસ્લો સિનેમા પાછળ વ્યાજબી ભાવની દુકાન તેમજ રાશન કાર્ડની ખોટી જાહેરાતો કરી મહારાષ્ટ્રના સતારાની જીવન આહાર સંસ્થાએ વિશ્વાસઘાત કરી ગ્રાહકો પાસેથી રૂા ૧૦,૩૯,૫૦૦ની ઠગાઈ ગાંધીધામ બી.ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવાઈ હતી.

ગાંધીધામમાં વ્યાજબી ભાવની દુકાન શરૂ કરવાની તથા રેશનકાર્ડ આપવાની લાલચ આપી લોકો પાસેથી રકમ પડાવી

ગાંધીધામ બી.ડિવિઝન પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીધામ મામલતદાર નવલદાન ગઢવીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ઓસ્લો સિનેમા પાછળ મહારાષ્ટ્રની સતારા ખાતેની જીવન આધાર સંસ્થાએ લોકોને લલચામણી જાહેરાતો આપી લોકો પાસેથી વ્યાજબી ભાવની દુકાન તેમજ રાશનકાર્ડ અપાવવાના બહાને રૂા ૧૦૩૯૫૦૦ની રકમ ઉઘરાવી લઈ યોગેન્દ્ર દુર્યોધન દહાત્રે (રહે. અકોલા) અને તેની સાથેના અન્ય ઈસમો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી.

Copyright   © Gujarat Samachar