કરારમાંથી પીછેહઠ કરનારી અદાણી પાવરને બ્લેકલિસ્ટ કરવાની માગણી ય્જીઁભએ નાદારીને આરે ઊભેલી જીઓ ગ્લોબલને દસ ટકા હિસ્સો મફતમાં આપ્યો
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર ગુજરાત સરકારે કોઈપણ જાતની પારદર્શક પ્રક્રિયા વિના જ કેનેડાની ઊઠમણાને આરે ઊભેલી કંપની જીઓ ગ્લોબલને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો દસ ટકા હિસ્સો આપી દીધો છે. કૃષ્ણા ગોદાવરીના તટવર્તી વિસ્તારોમાં કામ કરતી સંખ્યાબંધ કંપનીઓમાંથી એક પણ કંપનીએ તેનો શેર હિસ્સો વેચ્યો નથી. જ્યારે ગુજરાત સરકારની બ્લુચિપ કંપની પાસેથી રાતી પાઈ પણ લીધા વિના જ દસ ટકા શૅર્સ આપી દેવામાં આવ્યા છે. આમ નરેન્દ્ર મોદીની ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓનું કલ્યાણ અને ગરીબોના માત્ર મેળા જ કરે છે. ભાજપ ભ્રષ્ટાચારીઓનું કલ્યાણ તથા ગરીબોના માત્ર મેળા કરતું હોવાનો આક્ષેપ ઃ જીઓ ગ્લોબલ સાથેના કરારથી સરકારને કરોડોનું નુકસાન થશે ગુજરાત વિધાનસભામાં આજે ઉર્જા, ખાણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગની માગણીઓ અંગેની ચર્ચાનો આરંભ કરતાં વિપક્ષના નેતા શક્તિસંિહ ગોહિલે પ્રસ્તુત આક્ષેપો કરવાની સાથોસાથ જ જણાવ્યું હતું કે જીઓ ગ્લોબલની સ્થાપના સપ્ટેમ્બર ૨૦૦૦માં કરવામાં આવી હતી. તેનો અહેવાલ જોતાં ખ્યાલ આવે છે કે ૨૦૦૨ના ઓગસ્ટ સુધીમાં કંપનીએ રૂા. ૧૩૭ કરોડની ખોટ કરી છે. ગુજરાત સરકારે જીઓ ગ્લોબલ પાસેથી ૨૦૦૮ની સાલથી રૂા. ૩૭૫ કરોડ અને તેના પરનું વ્યાજ લેવાનું બાકી છે. પરંતુ કંપનીએ બે વર્ષથી એક રાતી પાઈ પણ પરખાવી નથી. આ જ હકીકત દર્શાવે છે કે સરકાર સાથેની મિલીભગતમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.ગુજરાતના હિતમાં સરકારે અદાણી ગુ્રપ સાથે ૨૫ વર્ષ સુધી ૧૦૦૦ મેગાવોટ પાવર ખરીદવા માટેનો કરાર કર્યો હતો. ૨૦૦૭ની સાલમાં આ કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર રદ કરી દેવા માટેનો પત્ર અદાણીએ ગુજરાત સરકારને લખી દીધો છે. આ કરાર રદ કરવા માટે અદાણીએ કોઈ જ કારણ આપ્યું નથી. ૨૯૯૭ની સાલમાં અન્ય કંપનીઓ ગુજરાત સાથે લાંબા ગાળાના વીજપુરવઠાના કરારો કરવા તૈયાર હતી. અદાણીએ અન્ય કંપનીઓને કરાર કરવા ન દીધા અને હવે પોતે પણ કરારમાંથી પીછેહઠ કરી રહી છે. અદાણીએ આ કરાર હેઠળ યુનિટદીઠ રૂા. ૨.૨૫ના ભાવથી વીજળી આપવાની તૈયારી દર્શાવી હતી. આ જ અદાણી હવે ગુજરાતને ટૂંકા ગાળાના કરારથી ગુજરાતને કોઈપણ ભાવે વીજળી આપી શકે છે. અદાણી ગુ્રપ સાથેના જૂના કરારોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ઘરગથ્થું કોલસો કે પછી વિદેશી કોલસો વાપરીને તે વીજ પુરવઠો આપશે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને જ તેને કોલસો આપવો પડે તેવી કોઈ જ વાત તેમાં નહોતી. આ અંગે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ પણ રજૂઆત કરાઈ છે. અદાણી ગુ્રપના આ પગલાંને પરિણામે ગુજરાત સરકારને રૂા. ૧૧,૮૨૬ કરોડથી માંડીને ૧૯,૮૧૦ કરોડ સુધીનું નુકસાન જઈ શકે છે. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે વાઈબ્રન્ટ સમિટમાં કરવામાં આવેલા એમ.ઓ.યુ.માંથી બહુજ ઓછા એમ.ઓ.યુ.નો અમલ થયો છે. ૨૦૦૩ની સાલમાં રૂા. ૬૬,૦૬૮ કરોડના થયેલા એમ.ઓ.યુ.માંથી આજની તારીખે માત્ર ૫૫ ટકા એમ.ઓ.યુ.નો અમલ થયો છે. આ જ રીતે ૨૦૦૫ અને ૨૦૦૭ની સાલના એમ.ઓ.યુ.માંથી અનુક્રમે ૩૦ અને ૧૧ ટકા એમ.ઓ.યુ.નો અમલ થયો છે. ૨૦૦૯માં થયેલા એમ.ઓ.યુ.માંથી માત્ર ૮ ટકા એમ.ઓ.યુ.નો જ અમલ થયો છેેે. વિપક્ષે કરેલા આક્ષેપો - રાજ્યના ૮૦ લાખ વીજવપરાશકારો પર વીજકરનું વાર્ષિક રૂા. ૨૬૦૦ કરોડનું ભારણ - વીજ નિયમન પંચે પણ વીજકર ઘટાડવા આપેલી સૂચનાનું પાલન થયું નથી. - કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૪૦૦૦ મેગોવોટનો બીજો પાવર પ્લાન્ટ ગુજરાતમાં નાખવાની તૈયારી દર્શાવી છે, પરંતુ ગુજરાત સરકાર નક્કર પગલાં લેતી નથી. - મોટા ઉદ્યોગને લાભ કરાવે છે, નાના ઉદ્યોગોને અન્યાય કરે છે. |