home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ભરૂચમાં કાળી તલાવડી પાસે નવસારીના ઇસમનો મૃતદેહ મળ્યો

ભરૂચ,તા.૧૨

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બંબાખાના પાસેના કાળી તલાવડી પાસે આવેલ ડીસ્ટ્રીક્ટ સેસન્સ જજના નિવાસસ્થાનની બાજુની ખુલ્લી જગ્યામાંથી વિકૃત થઇ ગયેલ એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતકના પરિવાર સુધી પહોંચવાના પ્રયાસમાં નવસારીના ટેલરના લેબલનાં આધારે તપાસ કરતાં બપોર બાદ ને નવસારીનાં ૮૫ વર્ષીય રામજીભાઇ ફકીરભાઇ સોલંકી હોવાનું બહાર આવ્યું હતુ.

પાંચથી છ દિવસથી લાશ પડી હતી

નિવૃત્ત રામજીભાઇ ભરૂચના નારાયણ નગર-૪માં શ્રીમંતના પ્રસંગમાં આવ્યા હતા. ૨જી માર્ચથી ગુમ થયેલા રામજીભાઇ સોલંકીનો મૃતદેહ ભરૂચના સેસન્જ જજના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. પોલીસે તેવોની ઓળખ થતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના ‘બી’ ડિવીઝન પોલીસ મથકનાં કાળી તલાવડી વિસ્તારમાં આવેલ ડીસ્ટ્રીક્ટ સેસન્સ જજ બુધવાણીના નિવાસસ્થાનની બાજુમાં આવેલ અવાવરૂ જગ્યામાં અત્યંત વિકૃત અવસ્થામાં મૃતદેહ પડયો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ‘બી’ ડિવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. શર્માએ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે તપાસ કરતા અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા તેની હાલત જોતા છેલ્લા પાંચ - છ દિવસથી પડ્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. મૃતદેહની નજીકમાં જ થોડા અંતરે કાળા રંગની બેગ મળી હતી જે ખાલી હતી અને નજીકમાં જ વુડલેન્ડના બુટ પણ મળી આવ્યા હતા. તેમજ મૃતકના શરીર પર સફેદ રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ હતું.

પોલીસને મૃતકની ઓળખ થઈ શકે તેવી કોઈ નિશાની મળી ન હતી. જો કે મૃતકે પહેરેલ પેન્ટ ઉપર લગાડેલ ટેલરનું લેબલ નવસારીનું હોવાથી આ કડીના આધારે પોલીસે મૃતકના પરિવાર સુધી પહોંચવાની કવાયત હાથ ધરી મામલો હત્યા કે આત્મહત્યાનો છે તે દિશામાં તપાનસા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા મ ાટે તુરંત જ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રવાના કરી હતી.પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવુ રહ્યું.

Copyright   © Gujarat Samachar