home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

મણિનગર પોલીસમાં ફરિયાદ
કેટરંિગ કંપનીના કર્મચારીઓ દ્વારા ૯.૮૦ કરોડની ઉચાપત

અમદાવાદ, શુક્રવાર

ભારતભરમાં મોટા પાયા ઉપર કેટરીંગનો વ્યવસાય કરતી અત્રે મણીનગર સ્થિત મે. હુકમીચંદ એન્ડ સન્સ નામની ભાગીદારી પેઢી સાથે જોડાયેલા ૪ કર્મચારીઓએ રૂા. ૯ કરોડ ૮૦ લાખ જેવી માતબર રકમની ઠગાઈ કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ મણિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

અમદાવાદ શાખાના મેનેજર સહિત ત્રણ જણાએ બે વર્ષમાં ગેરરીતિઓ આચરી

આ પેઢીના ભાગીદાર કિશોરભાઈ હુકમીચંદ ચોપાઈની ફરિયાદના આધારે પોલીસે પેઢીના ત્રણ કર્મચારી તથા એક કર્મચીરીની પત્ની એમ મળીને ચાર વ્યક્તિઓના વિરૂદ્ધમાં મુખ્યત્વે નાણાંકીય ગોલમાલ તથા બોગસ દસ્તાવેજોના આધારે ઠગાઈનો ગુનો દાખલ કરીને વઘુ તપાસ હાથ ધરી છે.આ ફરિયાદમાં સામાવાળા આરોપી તરીકે (૧) નિકોલ રોડ ઉપરના કૃષ્ણધામ ખાતે રહેતા અને ખાનગી પેઢીની અમદાવાદ શાખામાં મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળતા રાજેશ ઉર્ફે રાજુ જયંતીલાલ જોશી તથા તેની પત્ની (૨) રાજેશ્વરી રાજેાશ જોશી, (૩) ર ાજેશના બનેવી બાલકૃષ્ણ મુકુંદરાય ઉપાઘ્યાય અને (૪) પેઢીના ડ્રાઈવર કનુભાઈના નામો દર્શાવાયા છે.

ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તા. ૨-૬-૨૦૦૮થી તા. ૧૫-૨-૨૦૧૦ના સમયગાળા દરમ્યાન અત્રેની શાખાના નાણાંકીય વ્યવહરોનું ઓડીટીંગ કરવામાં આવતાં સમયાંતરે એકંદરે રૂા. ૯,૮૦,૬૪,૯૨૫ જેવી માતબર રકમી ગોલમાલ થઈ હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. જેના સંદર્ભમાં વઘુ તપાસ કરી ત્યારે અત્રેની શાખાના મેનેજરને ફાળવેલા સહીઓ સાથેના કોરા ચેકોની મદદથી બેન્કમાંથી સમયાંતરે નાની મોટી રકમો ઉપાડી લેવામાં આવી હતી. આ ઉપરાંત બેન્કમાં જમા કરવામાં આવતી રકમો અંગેની કાઉન્ટર સ્લીપોમાં પણ ખોટી રકમો દર્શાવવાની સાથોસાથ કોમ્પ્યુટર દ્વારા બેન્કના લેવડ-દેવડના હિસાબના બોગસ સ્ટેટમેન્ટો બતાવીને આવી માતબર રકમની હપ્તાવાર ગોલમાલ કરીને પેઢી સાથે ઠગાઈ કરવામાં આવી હતી.

Copyright   © Gujarat Samachar