home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

આશ્રમ રોડ પરની ધાર્મિક સંસ્થાનો વિવાદ
વલ્લભસદન ટ્રસ્ટ ડીડમાં કરાયેલો સુધારો ચેરિટી કમિશનરે રદ કર્યો

અમદાવાદ, શુક્રવાર

આશ્રમ રોડ પરની વૈષ્ણવ સંપ્રદાયની જાણીતી ધાર્મિક સંસ્થા શ્રી વલ્લભસદનના ટ્રસ્ટ ડીડમાં અનુગામી નિમવાની રીતમાં કરાયેલા ફેરફારને પડકારતી રીવીઝન અરજી અંગે ચેરિટી કમિશનર એચ.એમ. ધોળકીયાએ રીવિઝન અરજી માન્ય રાખી ઉપરોક્ત ફેરફાર અંગે ૧૯૯૦માં કરેલો હુકમ રદ કર્યો છે.

ટ્રસ્ટીઓની નિમણૂક અંગેના ફેરફારો સામે રિવિઝન અરજી થઇ હતી

આ કેસની ટૂંકી વિગત એવી છે કે શ્રી વલ્લભસદન તરીકે જાણીતી સંસ્થાની સ્થાપના શ્રી સાકરલાલ બાલાભાઇ, રતિલાલ નાથાલાલ અને ત્રિકમલાલ ગીરધરલાલે તા.૬-૨-૧૯૫૮ ના રોજ શ્રીમદ્દ વલ્લભ વિશ્વ ધર્મ સંસ્થા તરીકે કરી હતી અને ટ્રસ્ટ ડીડ સાથે ચેરિટી કમિશનર સમક્ષ તેની નોંધણી કરાવી હતી. આ સંસ્થાના સ્થાપક સાકરલાલના પુત્ર નવનીતલાલ શોેધને સંસ્થાની સ્થાવર મિલકત બેંક ઑફ બરોડાને જરૂરીયાત મુજબ બાંધકામ કરીને આપી બેંકમાથી લોન લઇ મિલકત લીઝ ઉપર આપી હતી. તે સમયે સંસ્થામાં ૩૨ સભ્યો હતા. સંસ્થાના સહસ્થાપક ત્રિકમલાલ ગીરધરના પુત્ર ઇન્દ્રકાન્ત પરીખે સંસ્થામાં સભ્યોની નોંધણી માટેની ઝુંબેશ આદરતા નવનીત સોધન પ્રમુખપદેથી છૂટા થયા હતા અને ઇન્દ્રકાન્ત પરીખે પ્રમુખ સ્થાન સંભાળ્યું હતું. કાયદાકીય જોગવાઇ મુજબ ટ્રસ્ટ ડીડ દ્વારા સંસ્થાની નોંધણી બાદ સ્થાપક પણ તેમાં સુધારો કે ફેરફાર કરી શકે નહીં તેમ છતાં તેમણે તા. ૨૪-૩-૮૦ ના રોજ અસાધારણ સભા બોલાવીને ટ્રસ્ટીઓની નિમણુક વાર્ષિક સામાન્ય સભામાં કરવાની જોગવાઇ રદ કરીને ત્રણ ટ્રસ્ટીઓને કાયમી બનાવી દઇને ટ્રસ્ટીની જગ્યા ખાલી પડે તો બાકીના ટ્રસ્ટીઓ તે જગ્યા માટે બીજા ટ્રસ્ટીની નિમણુક કરશે તેવી જોગવાઇ કરી હતી. સંસ્થાના સભ્યોની સંખ્યા કેટલી રાખવી તેમજ સભ્યપદ માટે આવેલી અરજી મંજુર કરવાની અને સભ્ય લેવાની સત્તા, સંસ્થાના વહીવટ, ચુંટણી અંગે વગેરે બાબતોમાં પેટા નિયમો બનાવવાની સત્તા કારોબારીની સમિતિને સોંપીને ટ્રસ્ટ ડીડમાં સુધારા કર્યા હતા. અને ડેપ્યુટી ચેરિટી કમિશનર સમક્ષ મંજુર કરાવ્યા હતા. આ સુધારા ગેરકાયદે હોઇ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ ૫૦-એ હેઠળ કાર્યવાહી કરીને જ થઇ શકે તે મુદ્દે ચેરિટી કમિશનર સમક્ષ રીવિઝન અરજી કરી હતી અને ચેરિટી કમિશનરે મનાઇ હુકમ ફરમાવ્યો હતો કે ટ્રસ્ટની બાબતમાં સભ્યપદ માટે અરજી કરનારે સભ્યપદ મંજુર રાખવામાં આવે તો રૂા. ૨૫૦૧ ની રકમ દાન તરીકે આપવી તેવો ઠરાવ કરવા માટે તા.૬-૬-૯૮ ના રોજ સંસ્થાના સભ્યોની અસાધારણ સભા બોલાવવામાં આવી છે. તો તેમાં તે રકમ અગર તે રકમ સિવાયની બીજી રકમ નક્કી કરવા માટે ઠરાવ કરવામાં આવે તો બીજો હુકમ થાય ત્યાં સુધી તેનો અમલ કરવો નહીં. ચેરિટી કમિશનર ધોળકીયા સમક્ષ આ કેસની સુનાવણી પૂરી થતાં રીવિઝન અરજી મંજૂર કરી હતી અને સામાવાળાઓએ બંધારણમાં સુધારો કરવો હોય તો કલમ ૫૦એ હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે. આ રિવિઝન અરજી દિલીપકુમાર રમણલાલ શાહે કરી હતી.

Copyright   © Gujarat Samachar