અમદાવાદમાં પારો ૩૯.૪ ડિગ્રીએ ગુજરાતભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ અમદાવાદ, શુક્રવાર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો આજથી પ્રારંભ થયો છે. દેશભરમાં આજે સૌથી વઘુ તાપમાન ગુજરાતના ઇડરમાં ૪૦.૪ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું અને અમદાવાદ સહિત તમામ મોટા શહેરોમાં ગરમીનો પારો ૩૯ થી ૪૦ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજે મહત્તમ તાપમાન સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં એકાએક ત્રણ થી પાંચ ડિગ્રી જેટલું ઊંચુ રહેતા અસમાન્ય ગરમીનો અનુભવ થયો હતો અને આગામી બે દિવસ દરમ્યાન મહત્તમ તપામાનમાં ઉત્તરોત્તર વધશે. એકાએક ૪ ડિગ્રી તાપમાન વઘ્યું ઃ ઇડર અને અમરેલીમાં ૪૦ ડિગ્રી ગરમી શિયાળાની વિદાય બાદ માર્ચના બીજા સપ્તાહ દરમ્યાન રાત્રે ઠંડક અને દિવસે ગરમીભર્યા વાતાવરણ બાદ આજે અચાનક ઉનાળાનો પ્રભાવ ગુજરાત પર છવાઇ ગયો હતો. સવારથી જ સૂર્યના આકરા તેજ કિરણોએ ધરતીને ધગધગતી કરી દીધી હતી. બપોરે દાહ દેતી ગરમીનો અનુભવ થયો હતો અને રાત થવા છતાં પણ ગરમ હવા ફૂંકાઇ હતી. ગ્રીષ્મ ૠતુના પ્રારંભમાં ૧૨ મી માર્ચ દાંડીયાત્રા દિન ગુજરાત ગરમીના સપાટામાં છવાઇ ગયું હતું. સૌરાષ્ટ્રના મઘ્યભાગ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દિવસનું તાપમાન અસમાન્યથી અતિ અસામાન્ય રીતે ઊંચું રહ્યુ હતું. ઇડરમાં સૌથી વઘુ ગરમી ૪૦.૪ ડિગ્રી સે.ગ્રે. નોંધાઇ હતી.અમરેલીમાં પણ ૪૦ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. જે સામાન્ય રીતે હોવી જોઇએ તેના કરતાં પાંચ ડિગ્રી વઘુ હતી. અમદાવાદ શહેરમા ંઆજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી સે.ગ્રે.નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વઘુ હતુ. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૩૫ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૭ ટકા નોંધાયું હતું. હવામાનખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ સ્વચ્છ રહેશે અને ગરમીનું પ્રમાણ ૩૯ ડિગ્રી જેટલું રહેશે. રાજ્યભરમાં હવામાન સુકુ રહેશે ઇડર ૪૦.૪ અમરેલી ૪૦ રાજકોટ ૩૯.૫ અમદાવાદ ૩૯.૪ વડોદરા ૩૯ સુરત ૩૯ પોરબંદર ૩૯ વેરાવળ ૩૯ ડીસા ૩૯ ભૂજ ૩૮.૨ નલીયા ૩૮.૨ વિધાનગર ૩૮ ગાંધીનગર ૩૭.૫ |