home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
ગુજરાત યુનિવર્સિટીના
વાઇસ ચાન્સેલર વિરૂઘ્ધની તપાસ મહિનામાં પૂરી કરવા આદેશ

અમદાવાદ,

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પરિમલ ત્રિવેદી વિરૂઘ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે ભરેલી સમરીને હાઇકોર્ટમાં પડકારવામાં આવતા હાઇકોર્ટે આ કેસની તપાસ એક મહિનામાં પૂરી કરવા આદેશ આપ્યો છે.

અરજદાર પંકજ શ્રીમાળીએ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પરિમલ ત્રિવેદી વિરૂધ જાતિવિષયક ઉચ્ચારણ કરવા બદલ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. પોલીસે આ ફરિયાદમાં એ સમરી રીપોર્ટ ભરીને મેજિસ્ટ્રેટને મોકલી આપ્યો હતો. મેજિસ્ટ્રેટે તેને નામંજુર કર્યો હતો. ઘણો સમય વીતી જવા છતાં પોલીસે તપાસ પૂરી નહીં કરતા એ સમરી રીપોર્ટ ભર્યો હોઇ તેને હાઇકોર્ટમાં પડકારી જરૂરી આદેશ આપવા વિનંતી કરી હતી. જસ્ટિસ અનંત એસ.દવેએ આ કેસની તપાસ એક મહિનામાં પૂરી કરવા આદેશ આપ્યો છે.

Copyright   © Gujarat Samachar