home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ધો.૧૨ સાયન્સના પરિણામ બાદ જૂનમાં ફોર્મ વિતરણ
મેડિકલ-પેરા મેડિકલની પ્રવેશ કાર્યવાહી એકસાથે યોજાશે

અમદાવાદ,શુક્રવાર

ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૨ સાયન્સની પરીક્ષા પુરી થવાની તૈયારીમાં છે. દરમિયાન મેડિકલ પ્રવેશ સમિતિએ પણ આગામી જૂન માસમાં પ્રવેશ ફોર્મનું વિતરણ કરવાનુું નક્કી કર્યું છે.

વિદ્યાર્થીઓ બહારનાં રાજયોમાં જતાં રહેતા હોવાથી મેડિકલ-ડેન્ટલની સાથે જ પેરા મેડિકલની કાર્યવાહી શરૂ કરાશે

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં મેડિકલ અને એન્જિનિયરીગ સહિતના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા એકસાથે થતી હતી. પરંતુ બે વર્ષ પહેલાથી આ બન્ને એટલે કે મેડિકલ- પેરા મેડિકલ અને એન્જિનિયરીંગ-ફાર્મસીની પ્રવેશ કાર્યવાહી અલગ અલગ અને જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે.ઇજનેરીમાં ગતવર્ષથી ઓન લાઇન સીસ્ટમ દાખલ કરવામાં આવી છે. મેડિકલ-પેરા મેડિકલમાં જૂની સીસ્ટમ પ્રમાણે જ એટલે કે મેરિટના આધારે મેન્યુઅલી કાર્યવાહી કરવામાં આવશે.

સામાન્ય રીતે અત્યાર સુધી પ્રથમ તબક્કામાં મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ એન્જિનિયરીંગ-ફાર્મસીની કાર્યવાહી પુરી થાય પછી બીજા તબક્કામાં પેરા મેડિકલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા યોજાતી હતી. ચાલુ વર્ષે પ્રથમ તબક્કામાં જ મેડિકલ-ડેન્ટલ ઉપરાંત પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એકસાથે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બીજા તબક્કામાં પેરા મેડિકલમાં પ્રવશની કાર્યવાહી થાય તે પહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાત બહારની કોલેજમાં પ્રવેશ મેળવી લેતાં હતા. રાજયની પેરા મેડિકલની કોલેજો ખાલી પડતી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૮મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે. ૨૦મી એપ્રિલે ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ જૂનમાં પ્રવેશના ફોર્મ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Copyright   © Gujarat Samachar