home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > મનોરંજન

ફિલ્મી ગપસપ...!

કંગના રાણાવતનો નવો પ્રેમ

અઘ્યયનને ભૂલી કંગના કોઈ હેન્ડસમ પુરુષના પ્રેમમાં પડી હશે અને એ પુરુષ કોણ છે એ જાણવા કાન સરવા થાય એ પહેલા જ જણાવી દઈએ કે કંગના કોઈ છોકરા સાથે પ્રેમમાં પડી નથી. આ તો કંગનાને એકાએક જ ફિટનેસ પર પ્રેમ જાગ્યો છે અને ફિટ રહેવા માટે આ સેક્સી અભિનેત્રી જીમમાં પરસેવો વહાવે છે. આજે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે તે પાગલની જેમ વ્યાયામ કરે છે. બાર કલાક સતત કામ કર્યાં પછી મોડી રાતે કે મળસ્કે ઘરે પહોંચે તો પણ વ્યાયામ કર્યાં વિના પથારીમાં પડતી નથી. પ્રેમના અતિરેકનું પરિણામ કેવંુ આવે છે એનો તો કંગનાને સારો એવો અનુભવ છે આથી અતિ સર્વત્ર વર્જયતેની સલાહ તેને આપવાની જરૂર હોય એમ લાગતું નથી.

પદ્‌મપ્રિયા- ફિલ્મ કે લિયે કુછ ભી કરેંગે

‘સ્ટ્રાઈકર’ની દક્ષિણથી ઇમ્પોર્ટ થયેલી અભિનેત્રી પદ્મપ્રિયાને આ ફિલ્મમાં માછીમારણનો રોલ ભજવતા ઘણી મુશ્કેલી થઈ હતી. ક્યોંકિ કમળ પ્રિયા, સોરી પદ્મ પ્રિયા ચૂસ્ત શાકાહારી છે. અને બિન શાકાહારી પદાર્થની વાસથી પણ તેને સૂગ છે. તો પછી માછલીની વાસ તે સહન કરી જ શકે નહીં. એ સ્વાભાવિક છે. પરંતુ ફિલ્મમાં તેણે માછલી પકડવાની તેમજ કાપવાની હતી. આ રોલમાં ગોઠવાતા તેને કેટલાક દિવસો લાગ્યા હતા. પરંતુ પાણીમાં રહેવું હોય ત્યારે મગરમચ્છથી દૂર ભાગવાનું કામ મુશ્કેલ છે. એ જાણતી પદ્‌મપ્રિયાને પોતાના રોલ માટે આ બઘુ સહન કર્યાં વિના છૂટકો જ નથી. અને આમ પણ કંઈ પામવા માટે કંઈ ગુમાવવું પડે છે એ પણ આ છોડી જાણતી હશે.

હૃતિક અને શાહરૂખ ખાસ દોસ્ત બની ગયા

એક જમાનામાં આ બંને એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા હતા અને હૃતિકના આગમને શાહરૂખનું આસન ડોલાયમાન થયું હોવાની પણ અફવા પણ પ્રસરી હતી. આજે પરિસ્થિતિ એવી છે કે આ બંને સુપરસ્ટાર એકબીજાના શ્વાસ અને પ્રાણ બની ગયા છે. તેમજ બંનેના ઘર પર યોજવામાં આવેલી પાર્ટીમાં બીજાની હાજરી અનિવાર્ય બની ગઇ છે. આ પાછળ બંનેની પત્ની વચ્ચેની મૈત્રી કારણભૂત છે કે નહીં એ અમે નથી જાણતા કારણ કે, અમને તો હમેશા ટપટપ કરતા રોટલીમાં જ વઘુ રસ છે. ‘માય નેમ ઇઝ ખાન’ની પ્રથમ કોપી બહાર પડી ત્યાંરે શાહરૂખે સૌ પ્રથમ સ્ક્રિનંિગ મિત્રો અને પરિવાર માટે રાખ્યું હતું અને એમા સુઝાન અને હૃતિક પણ હતા. ફિલ્મ જોયા પછી આ બંને સીધા ઘરે જવાના હતા. પરંતુ આ ફિલ્મ જોઇ તેઓ એટલા બધા અંજાઇ ગયા કે તેઓ શાહરૂખના બંગલે ગયા હતા અને આ ફિલ્મની પ્રશંસા કરતો પત્ર પણ તેમણે શાહરૂખને આપ્યો હતો. તે રાત્રે આ બંને પરિવારે મળસ્કા સુધી પાર્ટી માણી હતી.

Copyright   © Gujarat Samachar