home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > અવસાન નોંધ
અમદાવાદવડોદરાસુરતરાજકોટમુંબઇ

અમદાવાદ

પરીખઃ - સ્વ. ઈન્દુમતીબેન વ્રજલાલ પરીખ (પાટણવાળા)નું બેસણું, બી/૬, શુભમ્‌ એપાર્ટમેન્ટ, જયહંિદ હાઈસ્કૂલ પાછળ, સીતાબાગ સોસાયટી સામે, મણિનગર, સવારે ૮થી ૧૦

દરજીઃ - સ્વ. શારદાબેન બબલદાસ દરજીનું બેસણું, દૂધનાથ મહાદેવ હોલ, જુના વાડજ, સવારે ૮થી ૧૧

પાંડેજીઃ - મનોજના માતુશ્રી સ્વ. પ્રવિણાબેન ચંદ્રકાન્તભાઈ પાંડેજીનું બેસણું, આયોજનનગર હોલ, આયોજનનગર સોસાયટી, શ્રેયસ ક્રોસંિગ પાસે, જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે, આંબાવાડી, સાંજે ૫.૩૦થી ૬.૩૦

ઠક્કરઃ - સ્વ. સોમચંદદાસ ગોવંિદલાલ ઠક્કરનું બેસણું, સોરઠીયા બ્રહ્મક્ષત્રિયની વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, મણિનગર, સવારે ૯થી ૧૧

શાહઃ - સ્વ. અશોકભાઈ જીવાભાઈ શાહ (ખંભાતવાળા)નું બેસણું, પાશ્વૅ ટાવર, શ્યામલ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફૂટ રંિગ રોડ, સેટેલાઈટ, સવારે ૯થી ૧૦.૩૦

દવેઃ - સ્વ. કનકભાઈ રવિશંકર દવેનું બેસણું, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૪થી ૭

વડેરાઃ - સ્વ. ગૌરીબેન જયંતિલાલ વડેરાનું બેસણું, ૨૯, બી/૩, રધુકુળ સોસાયટી, શાહીબાગ રેલવે ક્રોસંિગ પાસે, સવારે ૯થી ૧૦

રાણાઃ - સ્વ. કૃપાલીબેન ભાવેશકુમાર રાણાનું બેસણું, ૮૭૮, વેરાઈ માતાની પોળ, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ પાસે, સાંજે ૪થી ૬

વડોદરા

---

સુરત

અનાવિલ

- જયંતિલાલ રતિલાલ દેસાઇનું બેસણું બપોરે ૨ થી ૬ કલાક દરમિયાન ૨૪, વિવેકાનંદ સોસાયટી, ફાયરબ્રિગેડની સામે, કતારગામ, સુરત ખાતે.

લાલચૂડા કડવા પાટીદાર

- બાબુભાઇ કે. બીડજાની સંયુકત પ્રાર્થનાસભા સવારે ૮-૩૦ કલાકે સાંધીએર, તા. ઓલપાડ ખાતે.

- ધનીબેન રામભાઇ પટેલની સંયુકત પ્રાર્થનાસભા સવારે ૮-૩૦ કલાકે પટેલ ફળિયું, છાપરાભાઠા ખાતે.

પારેખ

- સુરેશભઆઇ ગોપાળભાઇ પારેખનું બેસણું સવારે ૯ થી સાંજે ૪ સુધી એ-૧૪૨/૧૪૩, સંિઘુ સેવા સમિતિની વાડી, દિનદયાળ સોસાયટી, પાલનપુર જકાતનાકા ખાતે.

લેઉઆ પાટીદાર

- ભુલાભાઇ ગોવંિદભાઇ પટેલનું સંયુકત બેસણું વિહાણ સાંસ્કૃતિક ભવન, મુ.પો. વિહાણ, તા. કામરેજ, જી. સુરત ખાતે.

- ભીખાભાઇ જી. પટેલની સંયુકત પ્રાર્થના સભા બપોરે ૩ કલાકે મુ.પો.બગુમરા, તા. પલસાણા, જી. સુરત ખાતે.

કાકડીયા

- જાદવભાઇ માધાભાઇ કાકડીયાનું બેસણું રાત્રે ૮ થી ૧૦ કલાક દરમિયાન શકિતનગરની વાડી, કંતારેશ્વર મહાદેવ મંદિરની પાછળ, કતારગામ, સુરત ખાતે.

ભાવનગર,રાજકોટ

ક્ષત્રિય

મુળરાજસંિહ ગુલાબસંિહ ચુડાસમા એડવોેકેટ તા. ૧૨,ના સ્વર્ગવાસ પામેલ છે.તે સ્વ. ગુલાબસંિહ કે ચુડાસમાના પુત્ર, સ્વ. ધર્મેન્દ્રસંિહ, સ્વ. સુરેન્દ્રસિહ,ના નાનાભાઇ, તેમજ મૃગેન્દ્રસંિહના મોટાભાઇ, મૃદંગરાજસંિહ,ના પિતા. તેમજ રાજેન્દ્રસંિહ, વિજયસંિહ, ત્રિલોકસંિહ, ચંદ્રસંિહ, ચંિતનસંિહના કાકા, તથા યક્ષરાજસંિહના મોટાબાપુ, તેમની સાદડી તા. ૧૩, ના સાંજના ૪ થી ૬, કાળીયાબીડ, પાણીની ટાંકી પાસે ટ્રેકટર હાઉસ તેમના નિવાસે રાખેલ છે.

મુસ્લિમ ઘાંચી (રતનપર)

મર્હુમ વલીભાઇ કાળુભાઇ મેતરના ઔરત હલુમા ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે.તે હનીફભાઇ,યુનુસભાઇ (બાબાભાઇ). મુસાભાઇના વાલીદ થાયતથા મર્હુમ અલીભાઇ કાળુભાઇ મેતરના નાનાભાઇના ઔરત થાય તેમજ હા. હારૂનભાઇ,ઇસ્માઇલભાઇ,તથા ઇબ્રાહીમભાઇના કાકી થાય અબ્દુલભાઇ ડેરૈયા (રીંગવાળા- નવાપરા), યાકુબભાઇ સૈયદ (મંત્રી ગઢડા), તથા મર્હુમ હુસેનભાઇ સૈયદ (નિર્મળનગર પ્રેસવાલા), હા. ઇલ્યાસભાઇ લોખંડવાળા (અમદાવાદ), વાળાના સાસુ થાય તેમની જીયારત તા. ૧૪, રવિવારે સવારે૧૦ કલાકે રતનપર (સુરેન્દ્રનગર), તેમના નિવાસે રાખેલ છે.

પ્રશ્નોરા નાગર

સાવરકુંડલા નિવાસી વૈધરાજ ઘનશ્યામભાઇ હ ભટ્ટ (ઉ.વ.૯૦) સ્વાતંતત્રય સેનાની તા. ૮ના સાવરકુંડલા મુકામે સ્વર્ગવાસી થયેલ છે.તે સ્વ. સુરેશભાઇ હ ભટ્ટ (સા.કું). કેસરીભાઇ ભટ્ટ (આણંદ), સૌ શકુંન્તલાબેન જી મુલાણી (જાફરાબાદ)ના મોટાભાઇ, અને દેવેન્દ્રભાઇ મો. પટ્ટણી, સ્વ. સનતભાઇ પટ્ટણીના બનેવી થા. સ્વ.નું બેસણું તા. ૧૩, ને શનિવારે સાંજના ૫ થી ૬ તિર્થરાજ ફલેટસ, (પાર્કીંગ),ડો. માલતીબેનના દવાખાના પાસે, તખ્તેશ્વર તળેટીમાં બને પક્ષનું સાથે રાખેલ છે

ચુવાળીયા કોળી ઠાકોર (ભાવનગર)

ચૌહાણ બકુલભાઇ કાળુભાઇ (ઉ.વ.૨૫) તા. ૧૧ ગુરૂવારે રામચરણ પામેલ છે તે કાળુભાઇ મોહનભાઇ ચૌહાણના દિકરા થાય તખુભાઇ મોહનભાઇ ડ્રાઇવર, અનીલભાઇ ,છગનભાઇ, જગદીશભાઇ, લાલજીભાઇના ભત્રીજા, રણજીતભાઇ કાળુભાઇ, જીતુભાઇ મનુભાઇ, રમેશભાઇ મનુભાઇના નાનાભાઇ, ભીખાભાઇ મેરૂભાઇ, ચાવડીગેટ વાળાના ભત્રીજાનો દિકરો થાયછે. તો તેની ઉત્તરક્રિયા તા. ૧૭ને બુધવારે સરદારનગર ૫૦ વારીયા પ્લોટનં. ૧૯૨ડી સબ સ્ટશન સામે ભાવનગર રાખેલ છે.

પંચોળી આહિર (પાવઠી- તળાજા)

વાળા કાબાભાઇ રાઘવભાઇ (ઉ.વ.૬૫) તા. ૧૨ ના રામચરણ પામેલ છે તે ઘનશ્યામભાઇ, વિનુભાઇના પિતા તથા કાળુભાઇ, મગનભાઇ, મોહનભાઇના ભાઇ થાય ધીરૂભાઇના કાકા, મનુભાઇ, ગુણવંતભાઇના મોટા બાપુ થાય તેમની ઉત્તરક્રીયા તા. ૨૩ ના પાવઠી રાખેલ છે.

કારડીયા રાજપુત (પીપળ-ધંઘુકા)

હેમુભાઇ મલારભાઇ પરમાર (ઉ.વ.૭૫) પીપળ મુકામે તા. ૧૧ ગુરૂવારે દેવલોક પામેલ છે.તે પ્રતાપભાઇ મલારભાઇ પરમારના ભાઇ થાય બળવંતસંગભાઇ, સુરસંગભાઇના પિતા થાય નરેન્દ્રસંિહ પ્રતાપસંિહ પરમારના કાકા થાય સ્વ.ની ઉત્તરક્રિયા (પાણીઢોળ)સોમવારે તા. ૨૨, માર્ચના રોજ પીપળ,તા. ધંઘુકા રાખેલ છે

ક્ષત્રિય (માલવણ)

ગોહિલ શીવુભા મેરૂભા (ઉ.વ.૪૦) તા. ૧૨ શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે.તે ગોહિલ ચંદુભા, પ્રતાપસંિહના પુત્ર, ઘનશ્યામસંિહના મોટાભાઇ, નરેન્દ્રસંિહ શીવુભા, ક્રિપાલસંિહ, શીવુભાના પિતા,કુલદીપસંિહના મોટા બાપુ, તેમની ઉત્તરક્રિયા તા. ૧૮, ગુરૂવારે રાખેલ છે.

ક્ષત્રિય (માલવણ)

ગોહિલ કેશુભા પ્રતાપસંિહ (ઉ.વ.૭૫) તા. ૧૨ ના શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે.તે ગોહિલ નારૂભા કેશુભા, (હેડ,કો. પાલીતાણા રૂરલ)ના પિતા તે અનુરૂઘ્ધસંિહ કેશુભા,ના પિતા, ખુમાનસંિહ, વાસુદેવસંિહ,તથા પૃથ્વીરાજસિહના દાદા બાપુ ચંદ્રસંિહ પ્રતાપસંિહના મોટાભાઇ, તેમની ઉત્તરક્રિયા તા. ૨૨, સોમવારે રાખેલ છે.

બ્રહ્મભટ્ટ-બારોટ

પાલિતાણા નિવાસી હાલ કાંદીવલી મુંબઇ બીપીન ચંદ્ર અભેસંિહ હરમાણી (ઉ.વ.૫૩) તા. ૧૧,નાશ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બીપીનચંદ્ર, ચંદુલાલ નારણદાસ બ્રહ્મભટ્ટ. ઘોઘાવાળા,ના ભાણેજ. કનૈયાલાલ લલ્લુભાઇ બ્રહ્મભટ્ટ. નરેન્દ્ર લલ્લુભાઇ બ્રહ્મભટ્ટ. (એપીએમસી), સાવરકુડલા,ના બનવી ચંદ્રકાંત કે બ્રહ્મભટ્ટ. (એસબીઆઇ), શિહોર અશ્વિનભાઇ (એડવોકેટ રાજુલા), દિનેશભાઇ (આઇએએસ રાજકોટ), પ્રફુલ્લભાઇ (એસબીઆઇ ઘોઘા), હિતેશભાઇ (પાલીતાણા), રાજેશભાઇ ,પ્રશાંતભાઇ, યોગેસભાઇ (સીમકો બેન્ક), વિનોદ હરીલાલ પાલીતાણા, વિજય ,ભુપતરાય, (ભાવ),ના ફઇના દિકરા ભાઇ થાય દિનેશ પી રાણા (શિક્ષક ભુંભલી), પ્રદ્યુમન પી રાણા (હિલ ડ્રાઇવ),ના મામા થાય જયોત્સનાબેન પી રાણા (નાના ઉમરડા),ના ભાઇ થાય સ્વ.ની સંયુક્ત સાદડી તા. ૧૩, શનિવારે સાંજે ૪ થી ૬, કનુભાઇના નિવાસે પ્લોટનં. ૫૧૮, નવું શીવનગર, કાચના મંદિર પાછળ, તળાજારોડ. ભાવનગર રાખેલ છે.

વાઢાળા જ્ઞાતિ (બોટાદ)

જામનગર નિવાસી કમળાબેન ગુણવંતરાય રાઠોડ (ઉ.વ.૫૫) તા. ૧૦, બુધવારે રામચરણ પામલ છે.જે જયેશભાઇ, જીતુભાઇ, રાજુભાઇ, બિન્દુબેન જયુભાઇ બોડાણા (ગઢડા),ના માતુશ્રી, ડો. ભરતભાઇ સોલંકી (સાળંગપુર)ના બેન અલ્કાબેન બી સોલંકીના નણંદ ,પૃથ્વીરાજ,કરણના ફઇબા થાય. સ્વનું બેસણું તા. ૧૩, શનિવારે સવારે ૯ થી ૧૨ કલાકે ભરતભાઇ બી સોલંકીના નિવાસે,૨,નારાયણનગર પાંચપડા બોટાદ ખાતે રાખેલ છે. સ્વ.ની ઉત્તરક્રિયા તા. ૧૯, શુક્રવારે જામનગર તેમના નિવાસે રાખેલ છે.

વરીયા પ્રજાપતિ (બોટાદ)

સમુબેન જીવરાજભાઇ સાપરા (ઘડીયાળી) (ઉ.વ.૮૫) તા.૧૧ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. જે સ્વ.ભીમજીભાઇ ઘડીયાળી (વિહળ વોચ કાંુ.), ખીમજીભાઇ જીવરાજભાઇ સાપરા (સુરત), ઓધવજીભાઇ જીવરાજભાઇ સાપરા (સરસ્વતિ વોચ કાંું.)ના માતુશ્રી તથા કાન્તીભાઇ ભીમજીભાઇ સાપરા, દિલીપભાઇ ખીમજીભાઇ સાપરા, પ્રદિપભાઇ ઓધવજીભાઇ સાપરાના દાદીમાં થાય. સદ્દગતનું બેસણું તા.૧૫ને સોમવારના રોજ ૪ થી ૬ કલાકે મોટીવાડી સેલટેક્ષ ઓફીસની બાજુમાં બોટાદ મુકામે રાખેલ છે. લૌકીક વ્યવહાર તા.૧૮ને ગુરૂવારના રોજ રાખેલ છે.

વિશા શ્રીમાળી જૈન

સ્વ. નગીનદાસ છગનલાલ શાહ (દિહોરવાળા),ના પત્ની પ્રભાવતીબેન (ઉ.વ.૮૨) તે સ્વ. કાંતિલાલ છગનલાલના નાનાભાઇના પત્ની, લીલાવંતીબેન દલીચંદ સંઘવી (બરોડા), તેમજ હિરાબેન જયંતીલાલના ભાભી, અશોકભાઇ, જયશ્રીબેન ભરતકુમાર (દુદાણાવાળા),ના માતુશ્રી ,તેમજ હસુભાઇ (ખાદી ભંડાર), ભરતભાઇ (નવાબંદર), શૈલશભાઇ, વિજયભાઇ, નિલાબેન જયકુમાર,કિર્તિબેન હરેશકુમારના કાકી થાય જલ્પેશ, પ્રિતેશ, હિરલના મોટીબા થાય ભીખાલાલ હિરાચંદ શાહ (દુદાણાવાળા), મનસુખલાલ શામજીભાઇ શેઠ, (પાલીતાણાવાળા), ભરતકુમાર જેન્તીલાલ દોશી (મહુવા),ના વેવાઇ, વાડીલાલ ત્રિભોવનદાસ વોરા (પાલીતાણા)ના બેન તા. ૧૧, ગુરૂવારના સ્વર્ગવાસ થયેલ છે. તેમની પુણ્યતિથી શનિવાર તા.૧૩,ના મોઢ જ્ઞાતિનીવાડી. હાઇકોર્ટ રોડ. સવારે ૯ થી ૧૧, ભાઇઓ બહેનોની સાથે રાખેલ છે. બેસરણ સવારે ૧૦.૩૦ કલાકે રાખેલ છે

વાટલીયા પ્રજાપતિ કુંભાર

હાલોલ નિવાસી રાજેશ મનુભાઇ પાંડવ (ઉ.વ.૪૫) (જીઇબી-હાલોલ) તે સ્વ. મનુભાઇ બેચરભાઇ પાંડવના દિકરા, તા. ૧૨, શુક્રવારે રાચરણ પામેલ છે. તે ભાવનગરવાળાના જમાઇ.જસુભાઇ હરગોવંિદભાઇ તથા જગદીશભાઇ હરગોવંિદભાઇ,ના બનેવી થાય તેનું બેસણું તા. ૧૩, શનિવારે સાંજે ૪ થી ૬, ભરતનગર રક્ષેશ્વર મહાદેવ મંદિર ૧૨.નં. બસસ્ટેન્ડ પાછળ રાખેલ છે.

મુંબઇ

કચ્છી રાજગોર

ગામ બાગના (હાલે રાયણ) મોટીના સ્વ.ચુનીલાલ દેવજી મોતાના પત્ની રાધાબેન (ઉ.વ.૭૪) તા. ૯-૩-૧૦ના દેશ મઘ્યે અક્ષરનિવાસી થયેલ છે. ગામ ભોજાયના સ્વ.સાકરબાઈ મેઘજી પેથાણીના પુત્રી. વસંતલાલ, મનીષકુમાર તથા કાંતાબેન નરેન્દ્ર ગોર, કમળાબેન જયંતીલાલ જોશી, મંજુલાબેન રમેશભાઈ પેથાણી, ગીતાબેન મનોજકુમાર ઉગાણીના માતા તથા મુક્તાબેન, સુમીતાબેનના સાસુ તથા સચીન, જેકીન, રીંકલ, ખુશાલી, બીનલ, જયના દાદી. ઠે.ઃ ૪૦૮, સાગર કો.હા.સો. પૂનમનગર, અંધેરી (ઈ.), મું-૯૩. પ્રાર્થના સભા રાખેલ નથી.

ઘોઘારી મોઢ વણિક

રાણપુર નિવાસી (હાલ ભાયંદર) દક્ષાબેન ઉ.વ.૬૧ તે સ્વ. હર્ષદરાયનાં પત્ની તથા જયશ્રી રવિશકુમાર શેઠ, વર્ષા રાકેશકુમાર શેઠ, રાધા હર્ષદરાય પારેખના માતા તા.૯-૩-૧૦ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક પ્રથા તથા શોકસભા બંધ છે).

દેસાઇ સઇ સુતાર

મોટા લિલીયાનિવાસી (હાલ દહિસર) ધીજરલાલ જીવરાજભાઇ ચાવડાનાં પત્ની ભાનુબેન ઉ.વ.૫૫ બુધવાર તા.૧૦ના રોજ રામશરણ પામ્યાં છે. તે નટુભાઇ, ભરતભાઇ, મંજુલાબેનના ભાભી, દિલીપભાઇ, રાજેશભાઇ, મુકેશભાઇ, મનીષભાઇના માતા રાઘે, દિશા, રિષીનાં દાદી, ગાધકડાનિવાસી ધનસુખભાઇ કરસનભાઇ ગોહિલ, વિનોદભાઇ, સ્વ. નરેશભાઇ, સુરેખાબેન છગનભાઇ સોલંકીના બહેન સાદડી શનિવાર તા.૧૩મીના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ઠેઃ દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, અશોક નગર, કાંદિવલી (પૂ).

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ

અંજાર નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. લાભશંકર કાશીરામ પંડ્યા, તથા કંચનબેનના પુત્ર સ્વ. સનત ઉ.વ.૫૫, તા.૧૧ માર્ચને ગુરૂવારે કૈલાસવાસી થયેલ છે તે સાધના, ચંદ્રિકા, જુગલ તથા જગદીશના ભાઇ રેખા તથા જ્યોતિના જેઠ અનંતરાય તથા મઘુકાંત સાળા, આશિષ, વ્રજની, મુકુંદ તથા જયદેવના મોટા બાપા, પ્રાર્થના ઃ ૧૩ માર્ચ શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યે સ્થળ ઃ લક્ષ્મીનારાયણ સભા મંડપ, લક્ષ્મીનારાયણ મંદીર, ગાંધીમાર્કેટની સામે, એમ.જી.રોડ, ઘાટકોપર (પૂર્વ), મું-૬૬ રાખેલ છે.

ઔદીચ્ય ગોરવાળ બ્રાહ્મણ

ગામ હાથલ (રાજસ્થાન) નિવાસી (હાલ વિરાર) મુંબઇ શાંતાબેન ઉ.વ.૮૩ મંછારામ શંકરજી ભટ્ટના પત્ની તે પ્રમોદભાઇ, દિલિપભાઇ, દિનેશભાઇ, વિજ્યાબેન, રંજનાબેન, જયશ્રી બેનના માતા તે ચેતન, વિજય, પ્રશાંત, સ્વાતિ, મોનાના દાદી, તા.૧૧-૩-૧૦ના ગુરૂવારના દિવસે દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૩-૩-૧૦ને શનિવારે બહેનો માટે બપોરના ૧-૦૦ થી ૫-૦૦ અને ભાઇઓ માટે સાંજના ૫ થી ૯ પ્રેરણા બિલ્ડીંગ સી.વીંગ, ૦૦૩, તળ મજલે, શાંતિવન કોમપ્લેક્સ, અગાશી રોડ, વિરાર (વેસ્ટ)માં રાખેલ છે.

સોરઠીયા પ્રજાપતિ કુંભાર

ધનલક્ષ્મીબેન ઉ.વ.૯૦ તા.૧૨-૩-૧૦ના શુક્રવારે શ્રી રામચરણ પામ્યા છે. સ્વ. પરસોત્તમ જેઠા રાવતના પત્ની તથા સ્વ. ધીરૂભાઇ, સ્વ. રજનીકાંત, અરૂણાબેન જીતેન્દ્ર શીંગડીયા, સ્વ. વિજયભાઇ, મનસુખભાઇના માતા તથા સયુરાબેનના સાસુ, સારંગીના દાદી સાસુ, વિરલ તથા વિનીશાના દાદીનો કસુંબો (સાદડી) તા.૧૩-૩-૧૦ને શનિવારે ૩ થી ૫ બપોરે ઠેઃ ૧૨૫, શ્રી રામ મંદિર, સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, કુંભારવાડા ત્રીજી ગલ્લી, મું-૪.

વિસાનાગર વણિક

સુરત નિવાસી (હાલ કાંદીવલી) સ્વ. પુષ્પાબેન છોટાલાલ પ્રેસવાલાના પુત્ર અરૂણભાઇ ઉ.વ.૭૪ તે તરૂણાબેન પ્રવિણચંદ્ર પરીખના ભાઇ, નીલા, કેતકી તથા જીજ્ઞેશના મામા તા.૧૨-૩-૧૦ના શ્રીજીચરણ પામેલ છે. પરાર્થનાસભા તા.૧૩-૩-૧૦ને શનિવારે સાંજે ૫ થી ૭ નિવાસસ્થાન ઃ સી-૪, સુંદર નિકેતન, મયુર સિનેમાની બાજુમાં, સુભાષલેન, નવી સરદાર વલ્લભભાઇ પટેલ સ્કુલની સામે, કાંદીવલી (વે), મું-૬૭ રાખેલ છે.

ગોડવાલ ઓસવાલ જૈન

ગામબાલી (રાજ.) (હાલ ગોરેગામ) રંજનબેન શ્રીપાલજી પરમાર ઉ.વ.૩૯ નો સ્વર્ગવાસ ૧૧-૩-૧૦ના થયો છે. તેઓ પુખરાજજી તથા સ્વ. ભાગ્યવંતીબેનના પુત્રવઘૂ, રેખાબેન, લતાબેન અને મહાવીરના ભાભી, સીમાબેનના જેઠાણી, હર્ષિષા, શિવમનીના માતા, પિયરપક્ષે મનીષજી, સ્વ. વિમલચંદજી, સુરેશજી ખિમેસરા, પ્રાર્થનાસભા તા.૧૩-૩-૧૦ના શનિવારે બપોરે ૨-૦૦ થી ૪-૦૦ રાજસ્થાન હોલ, આરે રોડ, ગોરેગામ (વેસ્ટ)માં રાખી છે.

ઝાલાવાડ દશાશ્રીમાળી દેરાવાસી જૈન

લોચા નિવાસી (હાલ મુલુંડ) સ્વ. હંિમતલાલ નાગરદાસ શાહના પુત્ર મહેન્દ્રભાઇ ઉ.વ.૬૭ તે ભારતીબેનના પતિ, આશિષ તથા પરાગનાપિતા સ્વ. શશીકાંતભાઇ સ્વ. જસવંતભાઇ કિશોરભાઇ તથા ઇન્દીરાબેન ચંરકાંતભાઇ શાહના ભાઇ સ્વ. હેમકુંવરબેન પ્રેમચંદ અદાણીના જમાઇ તા.૧૧-૩-૧૦ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૩-૩-૧૦ શનિવારના રોજ સાંજના ૫ થી ૬-૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ ઃ ઇન્દ્રપ્રસ્થ હોલ, બાલરાજેશ્વર રોડ, મુલુંડ (વેસ્ટ).

Copyright   © Gujarat Samachar