home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર

શેરબજાર

ઔદ્યોગિક ઉત્પાદનમાં જાન્યુઆરીમાં ૧૬.૭ ટકાની પ્રોત્સાહન વૃદ્ધિ છતાં
રિઝર્વ બેંકના પગલાંની શક્યતાએ શેરોમાં સાવચેતી ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં વ્યાપક ધોવાણ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર

અન્ન મોંઘવારીનો આંક ગઈકાલે ૧૭.૮૭ ટકાથી ઘટીને ૧૭.૮૧ ટકા આવ્યા બાદ હવે ઔદ્યોગિક ઉત્પાદનમાં જાન્યુ.માં ૧૬.૭ ટચકાની અપેક્ષીત પ્રોત્સાહક વૃઘ્ધિ નોંધાતા આર્થિક ચિત્ર ઊજળું બની રહ્યાના સરકારના અંદાજ મુજબ આર્થિક વૃઘ્ધિ ફરી ૯ ટકા હાંસલ થવાનો આશાવાદ છતાં ફરી મોંઘવારીનો દાનવ ન ભડકે એ માટે ધિરાણ પર અંકુશના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તોળાતા પગલાંએ આજે મુંબઈ શેરબજારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી હતી. વૈશ્વિક મોરચે પણ ગઈકાલે ચીનમાં મોંઘવારીનો આંક ૧૬ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં ધારણાથી વઘુ વૃઘ્ધિએ ધિરાણ નિયંત્રણના પગલાંના અંદાજોએ સાવચેતીમાં એસિયાના બજારોમાં આરંભિક નિરસતા જોવાી હતી. યુરોપમાં ગ્રીસની થાળે પડતી આર્થિક પરિસ્થિતિએ લંડન મેચલમાં સાધારણ રીકવરી અને સ્થાનિકમાં નોન-ફેરસ મેટલ ઉત્પાદકોએ ભાવ અને સ્થાનિકમાં નોન-ફેરસ મેટલ ઉત્પાદકોએ ભાવ વધારો કરતા મેટલ શેરો અને રિલાયન્સ ઈન્ડ.ની આગેવાનીમાં બજારમાં સુધારો લાવવા પ્રયાસ થયો હતો. પરંતુ હંિદુસ્તાન યુનીલિવર, એચડીએફસી બેંક, ભેલ, ઈન્ફોસીસ, સન ફાર્માની નરમાઈએ સુધારો જળવાઈ શક્યો નહોતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૬૭.૯૬ સામે ૧૭૧૭૬.૦૨ ખુલીને સાંકડી વધઘટમાં એક સમયે ઉપરમાં ૧૭૨૪૪.૫૪ સુધી જઈ પાછો ફરી નીચામાં ૧૭૧૨૬.૯૩ થઈ અંતે ૧.૩૪ પોઈન્ટના ઘટાડે ૧૭૧૬૬.૬૨ બંધ રહ્યો હતો.

નિફટી નીચામાં ૫૧૨૨ થઈ પોઝિટીવ ૫૧૩૭ બંધ સપ્તાહના અંતે દિગ્ગજોનું લેણ વઘ્યું !

એનએસઈનો નિફટી કેશ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૧૩૩.૪૦ સામે ૫૧૩૧.૮૦ ખુલીને નીચામાં ૫૧૨૨.૧૦ અને ઉપરમાં ૫૧૫૮.૧૦ સુધી જઈ અંતે ૩.૬૦ પોઈન્ટનાં સુધારે ૫૧૩૭ મથાળે બંધ રહ્યો હતો. એશિયાના બજારોની ચીન પાછળ આરંભિક નરમાઈ બાદ યુરોપના બજારોમાં રિકવરીએ મેટલ શેરોમાં શોર્ટ કવરંિગથી એને રિલાયન્સ ઈન્ડ.ની મજબૂતી સાથે ઓટો શેરોમાં હીરો હોન્ડા, મહિન્દ્રાની મજબૂતીએ નિફટી પોઝિટીવ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં સપ્તાહના અંતે આજે દિગ્ગજોએ નિફટી બેઝડ લેણ વધાર્યાની મજબૂતીએ નિફટી પોઝિટીવ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં સપ્તાહના અંતે આજે દિગ્ગજોએ નિફટી બેઝડ લેણ વધાર્યાની ચર્ચા હતી. નિફટી માર્ચ ફ્‌યુચર ૩૨૨૯૬૬ કોન્ટ્રેક્ટસમાં રૂા.૮૩૦૮.૪૬ કરોડના ટર્નઓવરે ૫૧૪૬.૮૫ સામે ૫૧૬૮.૮૦ ખુલી નીચામાં ૫૧૨૬.૧૫થી ઉપરમાં ૫૧૬૮.૮૦ ખુલી નીચામાં ૫૧૨૬.૧૫થી ઉપરમાં ૫૧૬૮.૮૦ સુધી જઈને અંતે ૫૧૪૮.૧૦ બોલાતો હતો. નિફટી બેઝડ દિગ્ગજો સિવાય ખાસ ખેલંદાઓ લેવાલ નહીં રહેતા વધતી નિરસતામાં ટ્રેડીંગ વોલ્યુમ વઘુ ઘટ્યું હતું.

સ્મોલ-મિડ કેપ શેરોમાં વધતું ધોવાણ ઃ ૧૮૧૦ શેરો ઘટ્યા ઃ ૧૨૬ શેરોમાં મંદીની સર્કિટ

નિફટી-સેન્સેક્ષ બેઝડ સાંકડી વધઘટના અંતે સ્થિરતા સાથે માર્ચ એન્ડંિગ પૂર્વે સટ્ટોડિયા, ઓપરેટરો સાથે સંખ્યાબંધ ઈન્વેસ્ટરોએ હળવા થવાનું પસંદ કરતા સ્મોલ-મિડ કેપ શેરોમાં આજે સપ્તાહના અંતે પણ ધોવાણ વઘ્યું હતું. જેથી માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૨૭ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૦ અને વધનારની ૧૦૨૭ રહી હતી. ૧૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝમાં ફંડોનું આર્કષણ ઃ એચડીએફસી, હીરો હોન્ડા, ટાટા પાવર મજબૂત

સેન્સેક્ષ શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી દેશના સૌથી ધનવાન બની રહી ફોર્બ્સની યાદીમાં વિશ્વના ચોથાક્રમના સૌથી શ્રીમંતનું સ્થાન મેળવ્યાની સિદ્ધીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ફંડોની લેવાલીએ શેર રૂા.૪.૭૦ વધીને રૂા.૧૦૨૧.૨૫, એચડીએફસી રૂા.૧૩.૯૦ વધીને રૂા.૨૭૧૫.૮૫, હીરો હોન્ડા રૂા.૭.૪૦ વધીને રૂા.૧૯૧૮.૪૫, આઈસીઆઈસીાઈ બેંક રૂા.૫.૫૦ વધીને રૂા.૯૩૬.૯૦, ટાટા પાવર રૂા.૨૩.૩૦ વધીને રૂા.૧૩૫૨.૧૫, ટીસીએસ રૂા.૫.૧૫ વધીને રૂા.૭૯૬.૭૫, ભારતી એરટેલ રૂા.૫.૨૦ વધીને રૂા.૨૯૯.૦૫ રહ્યા હતા.

હિન્દુસ્તાન યુનીલીવર, ભેલમાં ફંડોનું મોટું વેચાણ ઃ ઈન્ફોસીસ, સન ફાર્મા ઘટ્યા

જ્યારે હિન્દુસ્તાન યુનીલીવરમાં ફંડોના સતત ઓફલોડીંગથી શેર રૂા.૯.૨૦ તૂટીને રૂા.૨૧૯.૬૦, ભેલ રૂા.૪૧.૨૫ તૂટીને રૂા.૨૩૮૨.૫૦, ઈન્ફોસીસ રૂા.૧૧.૭૫ ઘટીને રૂા.૨૬૭૨.૬૦, સનફાર્મા રૂા.૩૫.૩૫ ઘટીને રૂા.૧૬૫૧.૨૫, લાર્સન રૂા.૮.૪૫ ઘટીને રૂા.૧૫૬૫.૨૫, એચડીએફસી બેંક રૂા.૨૭.૦૫ ઘટીને રૂા.૧૮૦૦.૮૦ રહ્યા હતા.

હિન્દુસ્તાન ઝંિકે ભાવ વધારતા ઃ લંડનની મજબૂતીએ મેટલ શેરો હિન્દાલ્કો, સ્ટરલાઈટ ઊંચકાયા

યુરોપના બજારોમાં રિકવરી પાછળ લંડન મેટલ એક્ષચેન્જમાં પણ આંશિક સુધારાએ અને ભારતમાં હિન્દુસ્તાન ઝંિકે ગઈકાલે જસતના ભાવ ટન દીઠ રૂા.૪૬૦૦ અને સીસીમાં ટન દીઠ રૂા.૨૫૦૦ વધારે કરતા અને એલ્યુમીનીયમમાં પણ મજબૂતીએ મેટલ શેરોમાં આજે વેચાણો કપાઈને રીકવરી જોવાઈ હતી. હિન્દાલ્કો રૂા.૫.૨૦ વધીને રૂા.૧૬૫.૧૫, હિન્દુસ્તાન ઝંિક રૂા.૨૧.૪૫ વધીને રૂા.૧૨૫૦.૦૫, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રી રૂા.૭.૨૦ વધીને રૂા.૮૨૭.૯૦, નાલ્કો રૂા.૨.૮૦ વધીને રૂા.૩૯૫.૭૦ રહ્યા હતા. જ્યારે જિન્દાલ શો રૂા.૪.૭૦ વધીને રૂા.૨૧૫.૪૦, સેઈલ રૂા.૧.૧૫ ઘટીને રૂા.૨૩૪.૧૦, સેસાગોવા રૂા.૪.૦૫ વધીને રૂા.૪૩૨.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૧૦૮.૯૨ પોઈન્ટ વધીને ૧૭૨૭૧.૫૪ રહ્યો હતો.

રીયાલ્ટી,શેરોમાં ફરી વેચવાલી ઃ શોભા ડેવલપર્સ, ઓબીટ કોર્પ, ડીએલએફ ઘટ્યા

રીયાલ્ટી શેરોમાં ફરી વઘ્યા મથાળે નીકળેલી લોકલ ફંડોની વેચવાલીએ ડીએલએફ રૂા.૨.૬૦ ઘટીને રૂા.૩૧૦.૩૫, શોભા ડેવલપર્સ રૂા.૧૦.૨૦ ઘટીને રૂા.૨૬૯.૬૫, એચડીઆઈએલ રૂા.૨.૪૦ ઘટીને રૂા.૧૭૪.૪૦, ફિનિક્સ મિલ્સ રૂા.૧.૯૫ ઘટીને રૂા.૧૮૬.૭૫, ઓર્બીટ કોર્પોરેશન રૂા.૭.૬૦ ઘટીને રૂા.૨૮૧.૭૫, ઓમેક્સ રૂા.૧ વધીને રૂા.૯૩.૬૦, ઈન્ડિયા બુલ્સ રીઅલ એસ્ટેટ રૂા.૨.૪૦ ઘટીને રૂા.૧૭૪.૪૦ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૨૮.૩૧ પોઈન્ટ ઘટીને ૩૩૮૭.૯૨ રહ્યો હતો.

સુગરના તૂટતા ભાવે સુગર શેરોમાં મંદી ઃ શ્રી રેણુકા સુગર, ધામપુર, દ્વારીકેશ સુગર તૂટ્યા

સુગરમાં વિશ્વબજારમાં સતત તૂટતા ભાવ સાથે સ્થાનિકમાં પણ ખાંડના ભાવોમાં તેજીના વળતા પાણીએ સુગર શેરોમાં તેજીનો સટ્ટો વિખેરાઈ ભાવો અવિરત ગબડતા રહ્યા હતા. શ્રી રેણુકા સુગર્સ રૂા.૯.૨૦ તૂટીને રૂા.૧૫૪.૦૫, ધામપુર સુગર રૂા.૪.૫૦ તૂટીને રૂા.૮૦.૧૫, બજાજ હિન્દુસ્તાન સુગર રૂા.૧.૭૫ તૂટીને રૂા.૨૦, દ્વારીકેશ સુગર રૂા.૭.૩૦ તૂટીને રૂા.૮૬.૫૫, બન્નારી અમાન સુગર રૂા.૪૬.૯૦ ઘટીને રૂા.૧૦૦૧, ઓધ સુગર રૂા.૨.૨૫ ઘટીને રૂા.૪૬.૯૦, રાવલગાંવ સુગર રૂા.૧૪૦.૧૦ ઘટીને રૂા.૭૬૦૦.૭૦, બલરામપુર ચીની રૂા.૩.૩૫ તૂટીને રૂા.૯૩.૨૦, બજાજ હિન્દુસ્તાન રૂા.૧.૭૫ ઘટીને રૂા.૧૪૭.૩૦ રહ્યા હતા.

બોશ લિ.માં હડતાલથી શેરમાં સતત વેચવાલી

ઓટો શેરોમાં આંશિક રીકવરી સામે બોશ લિમિટેડના બેંગ્લોર ખાતેના બે પ્લાન્ટોમાં કામદારોની હડતાલથી કંપનીને થઈ રહેલા નુકસાનથી શેરમાં સતત વેચવાલીએ રૂા.૭૬.૧૫ ઘટીને રૂા.૪૬૫૨.૦૫ રહ્યો હતો. આઈટી શેરોમાં ઓરેકલ ફીનસર્વ રૂા.૧૦.૪૫ ઘટીને રૂા.૨૨૮૯.૬૦, એપટેક રૂા.૧.૩૦ ઘટીને રૂા.૧૭૧.૩૫, ઈન્ફોસીસ રૂા.૧૧.૭૫ ઘટીને રૂા.૨૬૭૨.૬૦ રહ્યા હતા.

મિડકેપ શેરોમાં નરમાઈ ઃ જેટ એર, મોન્સાન્ટો, પટેલ એન્જિનિયરીંગ, રેડંિગ્ટન, મહિન્દ્રા ફાઈ. ઘટ્યા

મિડકેપ શેરોમાં ધોવાણે ઘટનારમાં જેટ એર રૂા.૧૧.૫૦ ઘટીને રૂા.૪૯૦, કલ્પતરૂ પાવર રૂા.૧૪.૭૦ ઘટીને રૂા.૧૦૩૦, મોન્સાન્ટો ઈન્ડિયા રૂા.૨૮.૯૫ ઘટીને રૂા.૧૬૯૩, પટેલ એન્જિનિયરીંગ રૂા.૪.૯૦ ઘટીને રૂા.૪૪૪, રેડંિગ્ટન ઈન્ડિયા રૂા.૯.૯૫ ઘટીને રૂા.૩૨૧.૬૫, ઓરિએન્ટલ બેંક રૂા.૭.૬૦ ઘટીને રૂા.૨૯૨.૦૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂા.૧૯.૪૦ ઘટીને રૂા.૩૭૦.૩૫, બોમ્બે ડાઈંગ રૂા.૧૪.૭૦ ઘટીને રૂા.૫૫૫.૪૦ રહ્યા હતા.

એબીજી શીપયાર્ડ, એડવેન્ટા, એગ્રોટેક ગબડ્યા

સ્મોલ કેપ શેરોમાં એબીજી શીપયાર્ડ રૂા.૫.૫૦ ઘટીને રૂા.૨૬૧.૩૦, એડવેન્ટા ઈન્ડિયા રૂા.૧૯.૬૦ ઘટીને રૂા.૪૯૦.૬૦, એગ્રોટેક ક્રૂડસ રૂા.૯.૨૦ ઘટીને રૂા.૨૪૫, એટકો કોર્પ રૂા.૧૨.૦૫ તૂટીને રૂા.૧૦૮.૯૦, બીએલ કશ્યપ રૂા.૧૫.૪૫ તૂટીને રૂા.૩૪૫.૭૦ રહ્યા હતા.

નિક્કી ૮૬ વઘ્યો ઃ સાંઘાઈ ૩૮ ઘટ્યો ઃ યુરોપના બજારોમાં ૨૫ થી ૪૦ પોઈન્ટ સુધારો

એશીયાના શેરબજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૮૬.૩૧ પોઈન્ટ ઘટીને ૧૦૭૫૧.૨૬ હોંગકોંગનો હેંગસેંગ ૧૮.૪૬ પોઈન્ટ ઘટીને ૨૧૨૦૯.૭૪, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૩૭.૮૭ પોઈન્ટ ઘટીને ૩૦૧૩.૪૧, સંિગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ ૭.૪૫ પોઈન્ટ વધીને ૨૮૮૧.૩૬ રહ્યા હતા. યુરોપના શેરબજારોમાં સાંજે ચાલુ બજારે ૨૫ થી ૪૦ પોઈન્ટની રીકવરી રહ્યા હતા.

Copyright   © Gujarat Samachar