home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર > સમાચાર
કોમોડિટીઝ

કોમોડિટીઝ

સોનાના બિસ્કિટમાં રૂ.૧૪૦૦નો ઉછાળો

મુંબઈ સોના-ચાંદી બજારમાં આઈજે બંને કંિમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામદીઠ રૂ.૯૦થી ૯૫ વઘ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોદીઠ રૂ.૨૭૫ વદી રૂ.૨૭ હજારની સપાટી ફરી પાર કરી ગયા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૂ.૧૬૫૦૫ વાળા રૂ.૧૬૫૪૦ ખુલી રૂ.૧૬૬૦૦ જયારે ૯૯.૯૦ના ભાવો રૂ.૧૬૫૯૫ વાળા રૂ.૧૬૬૩૦ ખુલી રૂ.૧૬૬૮૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના રૂ.૨૬૯૧૫ વાળા રૂ.૨૭૧૧૦ ખુલી રૂ.૨૭૧૯૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો જે ગુરુવારે મોડી સાંજે ઘટીને ૧૧૦૨ ડોલર રહ્યા હતા તે આજે ઉછલી ૧૧૧૯.૫૦થી ૧૧૨૦ ડોલર થઈ ૧૧૧૬.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો પણ ૧૬.૯૨ વાળા ઉછળીને ૧૭.૩૫ ડોલર થઈ ૧૭.૩૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધતાં મુંબઈ બજાકમાં આજે બંને કંિમતી ધાતુઓમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. ચાંદીમાં આજે ૨૫૦થી ૩૦૦ કિલોના વેપારો થયા હતા. અને બજારભાવો છેલ્લે ચાંદીના રૂ.૨૭૧૫૦થી ૨૭૨૦૦ તથા કેશમાં રૂ.૨૬૯૫૦થી ૨૭૦૦૦ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે ગુરુવારે મોડી સાંજે ઘટીને રૂ.૧૯૩૪૦૦ રહ્યાહતા તે આજે રૂ.૧૪૦૦ ઉછળી ૧૯૪૮૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટતાં સોનામાં ઘટાડે હેજફંડોની ખરીદી વઘ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં પણ આજે લોડરના ભાવો રૂ.૪૫.૬૦ વાળા ઘટી ૪૫.૩૮ થઈ છેલ્લે રૂ.૪૫.૪૪ રહ્યા હતા.

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં આરંભની સૂસ્તાઈ પછી ભાવો ઉછળતાં રૂ.૨૯૦૦ની સપાટી બજાર પાર કરી ગઈ હતી. મુંબઈ એરંડા એપ્રિલના ભાવો રૂ.૨૮૮૯ વાળા રૂ.૨૮૮૮ ખુલી રૂ.૨૯૦૬ રહ્યા હતા. ૧૨૦ ટનના કામકાજો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદા બજારમાાજે ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. દરમિયાન, મુંબઈમાં આજે એરંડાના હાજર ભાવો રૂ.૨૯૬૫ વાળા રૂ.૨૯૭૦ રહ્યા હતા. જયારે દિવેલના ભાવો રૂ.૧ વધી અનુક્રમે કોમર્શિયલના રૂ.૬૨૪ તથા બીએસએસના રૂ.૬૩૪ રહ્યા હતા. જો કે એફએસજી કંડલાના ભાવો રૂ.૬૨૦ વાળા રૂ.૬૧૮ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે સંિગતેલના ભાવો રૂ.૬૭૫ના મથાળે ટકેલા રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૂ.૬૭૫ વાળા રૂ.૬૮૦ તથા ૧૫ કિલોના રૂ.૧૦૫૫ વાળા રૂ.૧૦૬૫ રહ્યાના સમાચારો હતા. સંિગદાણાની આવકો આંધ્ર તથા કર્ણાટક બાજુ ઘટી છે જયારે તામિલનાડુમાં નવી આવકો શરૂ થઈ છે પરંતુ ત્યાં નવી ાવકો ઘારણાથી ઓછી આવી રહી હોવા ઉપરાંત નવા માલોની ગુણવત્તા પણ નબળી રહ્યાના સમાચારો હતા. સંિગદાણામાં મથકોએ નિકાસકારોની માંગ પણ જળવાઈ રહી છે. એકંદરે મથકોએ સંિગદાણાના ભાવો મક્કમ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, મુંબઈમાં આજે ભાવો પામતેલના રૂ.૪૦૮ વાળા રૂ.૪૦૬ રહ્યા હતા જયારે સોયાતેલના ભાવો રૂ.૪૫૦ વાળા ટકેલા રહ્યા હતા. સનફલાવરના ભાવો રૂ.૪૪૦ વાળા રૂ.૪૪૫ અને રિફા.ના રૂ.૪૮૦ રહ્યા હતા જયારે કપાસિયા તેલના ભાવો રૂ.૪૪૦ તથા કોપરેલના ભાવો રૂ.૫૨૦ આસપાસ શાંત રહ્યા હતા. દરમિયાન, ખોળ બજારમાં આજે સંિગખોળના ભાવો રૂ.૧૮૫૦૦ વાળા ઘટી રૂ.૧૮૨૫૦ રહ્યા હતા જયારે સનફલાવરના ાવો રૂ.૧૩૫૦૦ વાળા રૂ.૧૩૨૫૦ રહ્યા હતા. સોયાખોળના ભાવો રૂ.૧૮૪૫૦ વાળા રૂ.૧૮૨૫૦ રહ્યા હતા. કપાસિયા ખોળના ભાવો રૂ.૧૧૫૦૦ આસપાસ ટકેલા રહ્યા હતા.

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે હાજરમાં ભાવો વઘુ રૂ.૮૦થી ૧૦૦ કિવ.દીઠ તૂટયા હતા. માંગના અભાવે ઘટતી બજારે માનસ વેંચવાનું રહ્યું હતું. મિલોના સમાચારો પણ વેચવાલી બતાવી રહ્યા હતા. હાજરમાં આજે ભાવો રૂ.૮૦થી ૧૦૦ ઘટી રૂ.૩૧૧૦થી ૩૧૮૦ તથા સારાના રૂ.૩૧૬૦થી ૩૨૫૦ રહ્યા હતા. બે દિવસમાં ભાવો રૂ.૧૨૫થી ૧૫૦ તૂટયા છે. નાકા ડિલીવરીમાં આજે ભાવો રૂ.૩૧૨૦થી ૩૧૫૦ વાળા ઘટી રૂ.૩૦૪૦થી ૩૦૭૦ રહ્યા હતા જયારે નાકામાં સારા માલોના ભાવો રૂ.૩૧૬૦થી ૩૧૫૦ વાળા ઘટી રૂ.૩૧૦૦થી ૩૧૫૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો વઘુ ઘટી રૂ.૩૦૦૦થી ૩૦૫૦ તથા સારાના રૂ.૩૦૮૦થી ૩૧૫૦ રહ્યાના નિર્દેશો હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવો કરતાં રૂ.૮૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં પણ ઘટતા ભાવોએ બાયચરો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા હતા. અને તેના કારણે વિશ્વ બજારમાં ખાંડના ભાવો ઘટીને સાત મહિનાની નવી નીચી સપાટીએ ઉતરી ગયાના સમાચારો હતા.

મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, ટીન, નિકલ તથા જસતના ભાવો ઉછળ્યા હતા જયારે સીસાના ભાવો નરમ રહ્યા હતા. એલ્યુ.માં હવામાન મિશ્ર રહ્યું હતું. કોપરના ભાવો આજે વાયર બારના કિવ.ના રૂ.૩૦૦ વધી રૂ.૩૯૬૦૦ રહ્યા હતા. જયારે કોપર સ્ક્કેપના ભાવો આજે જાતવાર રૂ.૨૦૦થી ૪૦૦ વઘ્યા હતા. જો કે બ્રાસ સ્ક્રેપના ભાવો રૂ.૨૦૦થી ૮૦૦ નરમ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૩૦૭૫ ટન ઘટયો હતો અને ત્યાં ભાવો ૩ મહિનાના વાયદાના ૭૪૦૭ વાળા ૭૪૮૨ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ટીનના ભાવો કિવ.ના રૂ.૫૦૦ વધી રૂ.૯૧૫૦૦ જયારે નિકલના ભાવો રૂ.૫૦૦ વધી રૂ.૧૦૪૦૦૦ રહ્યા હતા. જસતના ભાવો રૂ.૧૦૦ વધી રૂ.૧૨૯૦૦ રહ્યા હતા જયારે સીસાના ભાવો રૂ.૨૦૦ ઘટી રૂ.૧૦૭૦૦ રહ્યા હતા.

Copyright   © Gujarat Samachar