નેટવર્ક રાહુલ ગાંધી ૩૯નો થયો.... તો હવે એ પરણશે ક્યારે? ‘‘તમારા લગ્ન વિષે તમારે શું કહેવું છે?’’ પંજાબની એક કોલેજમાં નવયુવાન વિદ્યાર્થીનીઓ વચ્ચે બેઠેલા અને નિખાલસતાથી વાતો કરી રહેલા રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો જેના જવાબમાં રાહુલે કશો દંભ રાખ્યા વિના કહ્યું, ‘‘હું તૈયાર છું... પણ ખુલ્લા મગજની કોઈ છોકરી મળે તો...!’’ રાહુલના આ જવાબથી ત્યાં હાજર રહેલી છોકરીઓના હૈયામાં આશા અને સ્વપ્ના ફુટવા લાગ્યા. કારણકે અગાઉ રાહુલે આવા સવાલના જવાબમાં કહેલું કે... એમને એક સ્પેનીશ ગર્લફ્રેન્ડ જે આર્કિટેક્ટ છે.... એના બદલે રાહુલે આવો જવાબ આપીને કોલેજ કન્યાઓના મનમાં ગલગલીયા કર્યા! ચહેરો ગોરો, ગાલોમાં ખંજન, આંખો ઉપર શોભતા ચશ્મા, હોઠો ઉપર તરતો નિખાલસ મલકાટ, ...કોઈ યુવાન ઉપર મરી પડવા માટે કોઈ યુવતિને આ સિવાય બીજું જોઈએ શું? જો કે વરમાળા લઈને ઊભેલી છોકરીઓ માટે બીજા ચહેરા નથી એવું નથી. ધોની એક એવો ચહેરો છે, યુવરાજ પણ એવો ચહેરો છે, શાહીદ કપૂર પણ અને રણવીર કપૂર પણ એવો ચહેરો છે પણ જ્યાં સુધી રાહુલ કુંવારા હોવાનો ચહેરો ઉતારીને લગ્નના બંધનમાં બંધાતો નથી ત્યાં સુધી બીજો કોઈ ચહેરો એનું સ્થાન લે તેમ નથી. રાહુલ આદર્શ વર ઉપરાંત આદર્શ પુરુષ પણ પુરવાર થયેલો છે અને આદર્શ નેતા પણ પુરવાર થયો છે. જે રીતે એ ગામેગામની ઘૂળ ખુંદતો અને દલિતની ઝુંપડીમાં રાત વિતાવીને એણે કોંગ્રેસના મુરઝાઈ ગયેલા ચહેરા ઉપર ૮૦ વર્ષના કે ૬૦ વર્ષના કોઈ અઠંગ નેતા પોતાના પક્ષ માટે કંઇ કરી શક્યા નથી એ ૪૦ વર્ષના આ શીખાઉ છોકરાએ કરી દેખાડ્યું છે અને નવા ભારતનો પ્રકાશ દેખાડ્યો છે એણે એનામાં આદર્શ નેતાના ગુણના દર્શન કરાવ્યા છે. દા.ત. ગાયત્રી નામની એક વકીલ કહે છે, ‘‘એક સ્ત્રી એક પુરૂષમાં ઇચ્છે છે એ બધા ગુણ રાહુલમાં છે. તેઓ ચાર્મંિગ તો છે જ એ સાથે કૌટુંબિક મૂલ્યોને માન આપે છે છતાં દેશ એના માટે બધા કરતાં વઘુ મૂલ્યવાન છે.’’ વૈભવી નામની બારમી કક્ષામાં ભણતી એક છોકરી કહે છે, ‘‘રાહુલ ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા છે એટલે લગ્નના સપના જોવા નિરર્થક છે. પરંતુ હું મારા બીજા કોઈ પણ જીવનસાથીમાં એના જેવા ગુણો જરૂર ઇચ્છું છું.... પ્રમાણિક, શક્તિશાળી, સ્વપ્નશીલ છતાં વ્યવહારિક, નવી ટેકનીક અને વિકાસની, વાત કરનાર...’’ રાહુલની સરળતા વિશે રશિદ કીદવાઈ નામના એક પત્રકાર અભિભૂત થઈને લખે છે, ‘‘રાહુલ ભોજન કરવા માટે એક સ્ત્રીની ઝુંપડીમાં ધુસ્યા. તેઓ બારણા પાસે અટક્યા અને માટીની ઝુંપડીમાં દાખલ થતા પહેલાં બુટ કાઢ્યા...’’ એ બહેન કહે છે, ‘‘મારી ઝુંપડીમાં કેટલાય ઊંચા વર્ણના માણસો આવે છે પણ એમાંનો કોઈપણ અંદર આવતા પહેલાં આ રીતે બુટ કાઢીને કદી નથી આવ્યો.’’ રાહુલ સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઇતિહાસના વિષયમાં બી.એ. ઓનર્સના કોર્સ દરમ્યાન નિશાનબાજીનો અભ્યાસ (કોર્સ) કરતા હતા ત્યારનો આ પત્રકાર કીદવાઈ એમને ઓળખે. એ વખતે રાહુલ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીનો પુત્ર હતો. બહુ ઓછા લોકો જાણે છે કે નિશાનબાજી ખરેખર મગજનો ખેલ છે. રાહુલ જો કે પોતાને વડાપ્રધાનના પુત્ર તરીકે ઓળખાવવાનું પસંદ કરતો નહોતો. એક સામાન્ય વિદ્યાર્થી તરીકે રહેવાનું જ એ પસંદ કરતો હતો. (ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સંિહજીનો મોટો પુત્ર સ્વ. વીરભદ્રસંિહ હતા... કૃષ્ણકુમારસંિહ ત્યારે ૧૯૪૫માં ભાવનગરના રાજા હતા. એ વખતે વીરભદ્રસંિહને એમણે ભાવનગરથી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બધા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ફીફ્ટ સ્ટાન્ડર્ડમાં એટલે અત્યારના હિસાબે ૮મા ધોરણમાં ભણવા બેસાડેલા.) કેન્ટીનમાં ત્યારે રાહુલ બીજા બધાની જેમ બધાની સાથે ભજીયા ખાતા હતા. ત્યારે તેઓ રેગીંગના શિકાર પણ બનેલા. કોઈની સાડીબાર નહીં રાખનાર પત્રકાર, તંત્રી ખુશવંતસંિહ નેહરૂ-ગાંધી પરિવારની પાંચ પેઢીને ખુશવંતસંિહે જોયેલી... પરંતુ એણે રાહુલની જાણકારી વિશેનો એક કિસ્સો નોંઘ્યો છે. એકવાર રાહુલ એમને મળવા નવી દિલ્હીના એફ-ઈ-૪૯, સુજાન સંિહ પાર્કમાં મળવા ગયા તો ખુશવંતસંિહે ચા મંગાવી તો એ એક મગમાં આવી. એ મગ ઉપરનું ચિત્ર જોઈને રાહુલે પૂછયું, ‘‘શું તમે શો વેજના પ્રશંસક છો?’’ એ મગ ઉપર વેનેઝુએલાના નેતા શોવેજનું ચિત્ર હતું. રાહુલે એની તરફ સંકેત કરીને સવાલ કરેલો. સવાલ સાંભળીને ખુશવંતસંિહ ચોંકી પણ ગયા અને ખુશ પણ થયા. એમણે જવાબમાં કહ્યું કે... શોવેજના કોઈ પ્રશંસકે એ મગ એને ભેટ આપેલો છે.’’ એ પછી રાહુલે બીજી વાતચીતો કરી અને એ પણ પૂછી લીઘું કે... એમની નજરે કોંગ્રેસમાં શું ખામી છે? ખુશવંતસંિહે જવાબ આપ્યો, ‘‘કેડર બેઝ પાર્ટી કોંગ્રેસ નથી એ મોટી ખામી છે.’’ રાહુલે વઘુ વાતચીત દરમ્યાન એવો પણ સવાલ કરેલો કે - ‘‘આપે નેહરૂ સાથે કામ કર્યું છે... તેઓ કેવા હતા?’’ ખુશવંતસંિહે જવાબ આપેલો કે, ‘‘હું એમના ગુસ્સાના કારણે કદી એમની નજદીક જવાનો પ્રયત્ન કરતો નહોતો.’’ જ્યારે રાહુલને ગુસ્સે થતા કદી કોઈએ જોયા નથી. જો કે એમને ચાપલુસી, ચમચાગીરી જરા પણ પસંદ નથી. સાધારણ રીતે રાહુલ પહેલામાંથી જ ચમચાગીરી પ્રત્યે પોતાની નારાજી જણાવી દેતા હોય છે. પરંતુ એક નેતા જાણતા હોવા છતાં રાહુલની ચમચાગીરી કરવા લાગેલા ત્યારે તેઓ જાહેરમાં પેલા નેતા ઉપર ગુસ્સે થયેલા. એથી ઉલટું, રાહુલની વિનમ્રતાનો એક કિસ્સો જુઓ. લોકસભામાં રેણુકા ચૌધરીએ જોયું કે રાહુલ બરોબર એમની પાછળ જ બેઠા છે એટલે એણે ડોકું ફેરવીને વીસ મિનિટ સુધી સતત એ બોલતી જ રહી. (ચમચાગીરીની એ પણ એક રીત છે.) પણ રેણુકા ચૌધરી જેવી સાંસ લેવા અટકી કે તરત જ રાહુલે પોતાનું મોહક હાસ્ય કરીને નમ્રતાપૂર્વક પોતાનો હેડફોન ઉતારીને લોકસભાની કાર્યવાહી સાંભળવા લાગ્યા. અરે, એક મુખ્યપ્રધાને ૨૦૦૪ની ચૂંટણી વખતે રાહુલને કોઈ સજ્જનને કે કોઈ રાજકારણીને પણ શોભે નહીં એવા શબ્દો વાપરીને ગાળો દીધેલી ત્યારે પણ પેલા અનુભવી અને ઉંમરમાં વડીલ ગણાય એવા મુખ્ય પ્રધાનને કશો જવાબ આપ્યા વિના પોતાની વિનમ્રતા દેખાડેલી. એ મુખ્યપ્રધાન ત્યારે પણ સમજી શકેલા નહીં. એટલે આ વખતની ચૂંટણીમાં પણ એમણે ૪૦૦ સભામાં રાહુલને એવી જ ગાળાગાળી કરેલી તો પણ રાહુલે પોતાની નમ્રતા નહીં છોડેલી. આ બધા ગુણો માબાપના સંસ્કારોના કારણે અથવા માબાપ દ્વારા જ પ્રાપ્ત થાય છે. સ્પેનિશ લેખક ઝેવિયર મોરીએ સ્પેનિશ ભાષામાં સોનિયા ગાંધીના કુટુંબ જીવન ઉપર એક પુસ્તક લખ્યું છે. સ્પેનિશ ભાષામાં એ પુસ્તક ‘બેસ્ટ સેલર’ રહેલું. એમાં એમણે લખ્યું છે કે ‘સોનિયાએ પોતાના સંતાનોને ફક્ત સારા સંસ્કાર જ નથી આપ્યા પરંતુ રાહુલની સારી છાપ ઉભી થાય એનું પુરું ઘ્યાન રાખ્યું છે.... ખાસ કરીને એની એક મિત્ર વિશે જે અફવાઓ ઉભી કરાયેલી એ વિશે. મોરી લખે છે કે... એણે જાતે સ્પેન અને બોગાટામાં એ વિશે તપાસ કરેલી પરંતુ કશું જણાયેલું નહીં. અફવા તો એવી ચલાવામાં આવેલી કે... એ છોકરીને લઈને રાહુલ પોતાની બહેન પ્રિયંકા અને બનેવી સાથે કેરળના કુમારકોમના એક રિસોર્ટમાં રજાઓ ગાળવા ગયેલા. આ વાતમાં રતીભાર પણ સત્ય કે તથ્ય નહોતું એટલે રાહુલે એ પ્રત્યે લક્ષ આપેલું જ નહીં એટલે એ વાતને રદીયો આપવાનું પણ એને જરૂરી સમજેલું નહીં એટલે અંતે એ વાત (એટલે અફવા) આપોઆપ શમી ગઈ. પેલી ખુશવંતસંિહે દેખાડેલી કોંગ્રેસની ખામી પછી રાહુલે નિર્ણય કર્યો હોય એમ કોંગ્રેસની આખી એક યુવા કેડર ઉભી કરી દીધી જ્યારે ‘કેડરબેઝ’ પક્ષ તરીકે ફાંકા મારતા ભાજપમાં ‘કેડર’ના જ ફાંફાં છે! એટલે ભાજપ સાઠીએ પહોંચેલા અરૂણ જેટલી અને સુષમા સ્વરાજ જેવાને ‘યુવાન’માં ગણાવે છે. એ જ રીતે ભાજપ (અને આર.એસ.એસ.) લોકશાહી પ્રણાલિકા પોતે પાળતા હોવાનો પ્રચાર કરે છે પણ ત્યાં પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી એક પણ હોદ્દા માટે કદી ચૂંટણી જ નથી કરવામાં આવતી! ભાજપના શહેર પ્રમુખથી માંડી રાષ્ટ્રીય પ્રમુખ કે વિરોધ પક્ષના લોકસભાના કે રાજ્યસભાના નેતા તરીકે ઉપરથી જ વ્યક્તિને આપખુદશાહીમાં હોય છે તેમ ઠોકી બેસાડવામાં આવે છે! જ્યારે રાહુલે કેડર ઉભી કરવા યુવા કોંગ્રેસને ઉભી કરવાનું નક્કી કર્યા પછી યુવા કોંગ્રેસના પ્રમુખની એક પછી એક રાજ્યમાં રીતસર મતદાન દ્વારા ચૂંટણી કરાવવા માંડી છે. રાહુલ ગાંધી વિષે સોથી મોટી વાત એ છે કે... ૮૦ અને ૫૦ વટાવી ગયેલા ભાજપના નેતાઓ અથવા ડાબેરી પક્ષના કે બીજા પક્ષના ૬૦-૭૦ વટાવી ગયેલા નેતાઓ વડાપ્રધાન બનવા વરમાળા પહેરવા લાંબી ડોક તાણીને દસ દસ વર્ષથી બેઠા છે ત્યારે ૪૦ પણ પાર નહીં કરેલા આ ‘છોકરા’ને વડાપ્રધાન બનવું હોત તો દુનિયાની કોઈ તાકાત એને અટકાવી શકત નહીં પણ વડાપ્રધાન તો શું પરંતુ એક પ્રધાન બનવા પણ એ તૈયાર ન થયો! રાહુલની ટીકા કરનારાઓએ એના આ ગુણ પણ જોવા જોઇએ. પોતાના પિતા, દાદી, દાદાની મૃતપ્રાયઃ થયેલી ૧૦૦ વર્ષ કરતાં પણ જૂની બુઢ્ઢી સંસ્થાને પુનર્જિવિત કરીને જુવાન બનાવવા માટે કમરકસીને આ વખતે ચૂંટણી પ્રચારમાં દરરોજની ત્રણથી પાંચ સભાઓને સંબોધીને ૮૭,૦૦૦ કી.મી. કરતાં વઘુ સફર કરેલી અને એ દરમ્યાન એણે ૧૨૦ જેટલા ઉમેદવારના મતદારમથકોની મુલાકાત લીધેલી જેમાંથી ૭૫ ઉમેદવારો વિજયી થયા. જ્યારે જેનું સંચાલન કરવા બુઢ્ઢાઓ માથે ચડીને ચીટકી બેઠા છે એવી જુવાન સંસ્થાને જીવાડવા એના એક નેતાએ હોદ્દો કે જવાબદારી ન હોવા છતાં દેશભરમાં ઉડી ઉડીને ૪૦૦ જેટલા ઉમેદવારોને જીતાડવા ઉડાઉડ કરેલી તો પણ એમાંથી ૩૫ને જ વિજયી બનાવી શક્યા! ખુશવંત સંિહ કે બીજાઓ રાહુલ વિશે તો કહે છે જ પરંતુ દિલ્લીની ખાન માર્કેટના બુકસેલરો રાહુલની વાંચનની આદત વિષે કહે છે કે.... ‘‘એ ગમે ત્યારે એમની દુકાને ચડી આવે છે. હમણાં એ બે પુસ્તક ખરીદી ગયા. એમાંનું એક છે ઓબામાનું ‘ધી ઓડેસીટી ઓફ હોપ’ તથા ડેવિડ આર્મસ્ટ્રોંગ અને જોસેફ ટ્રેન્ટોનું ‘અમેરિકા એન્ડ ધી ઈસ્લામિક બોમ્બ’ બીજા એક દુકાનદારે... થોમસ ફ્રાઈડમેન લિખિત ‘હોટ, ફ્લેટ એન્ડ ક્રાઉડેડ’ તથા જેફરી સાયનું ‘કોમન વેલ્થ’ નામના પુસ્તક એ ખરીદી ગયા... એવું કહેલું. આવા રાહુલ માટે છોકરીઓ પાગલ ન થાય તો જ નવાઈ! Top |