લીડરશાબ્બાશ સિબ્બલ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાની કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલની પહેલ પ્રશંસા અને શાબાશીને પાત્ર છે. ભણતરને ભારેખમ બનાવી દેવાયું હતું અને વિદ્યાર્થીઓના ઉગતા લોહીમાં પરીક્ષાનો હાઉ બેસાડી દેવાયો હતો. ધો.- ૧૦ની બોર્ડની પરીક્ષાની બાદબાકી એ શિક્ષણ જગતના જડ નિયમોને હચમચાવી નાખનારી દરખાસ્ત છે. આ બિલ રાજ્યસભામાં છે, લોકસભામાં તે પસાર થશે એટલે બજેટ સત્રમાં તે કાયદો બનીને બહાર આવશે. તમામ સ્કૂલોને સીંગલ બોર્ડ સિસ્ટમ હેઠળ લાવવાનું પગલું સર્વત્ર આવકાર એટલા માટે પામ્યું છે કે જેટલા બોર્ડ એટલા નિયમો હતા. ક્યાંક સિલેબસ અને નિયમો સરળ હતા તો ક્યાંક વઘુ પડતા કડક હતા. શિક્ષણશાસ્ત્રીઓ મગજમાં આવે એવા નિયમો ઉગતા વિદ્યાર્થીઓના માનસ પર ઠોકી બેસાડતા હોય છે. કપિલ સિબ્બલ આવા મનસ્વી નિર્ણયો પર બ્રેક મારવાનો છે. વન ઇન્ડિયા- વન એજ્યુકેશનની સિસ્ટમનો આધાર લઈ દેશભરનો વિદ્યાર્થી એક જ સિલેબસ ભણે એવું ગોઠવવામાં આવશે. શિક્ષણશાસ્ત્રીઓ માટે આ નવતર પગલું સ્વીકારવું પડે એમ છે કેમ કે વિદ્યાર્થી આલમે તેને આવકાર્યું છે. પરીક્ષાનો હાઉ એટલો સખત બનાવી દેવાયો હતો કે ઘણાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જતા હતા તો ઘણાંએ નાપાસ થવાની બીકે કે ઓછા માર્કસ આવ્યા હોવાના કારણે આપઘાત કર્યા છે. પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થીઓ જે રીતે હાશકારો અનુભવતા હોય છે અને જે રીતે ફિલ્મો જોવાનો કે ફરવાના કાર્યક્રમો ગોઠવતા હોય છે તે જોતાં એવું લાગે છે કે મુક્ત મને ફરનારા આ વર્ગની સ્પ્રંિગ પરીક્ષાએ દબાવી દીધી છે. પરીક્ષા એક એવો હાઉ બનાવી દેવાયો હતો કે જેના કારણે વિદ્યાર્થીમાં રહેલી પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવવાની તક નહોતી મળતી. સ્કૂલની પરીક્ષાઓ અને ક્લાસની પરીક્ષાની પળોજળમાંથી વિદ્યાર્થીઓને મુક્તિ નહોતી મળતી. પરીક્ષાઓની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડતી હતી તો તેની આડઅસર કુટુંબ પર અને સામાજિક ઉત્સવો પર પડતી હતી ઉત્સાહપૂર્વક નવરાત્રિ માણવાની ઇચ્છા રાખનારની આડે પરીક્ષા નામનો બમ્પ હોય છે તેથી વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લઈ શકતા નથી. સીલેબસ અનુસાર ભણવું- ભણાવવું એક અલગ વાત છે અને વિદ્યાર્થી પર બીનજરૂરી પ્રેશર લાવવું અલગ વાત છે. પરીક્ષાની સાથે સ્પર્ધાએ સ્થાન લેતા એવરેજ વિદ્યાર્થી પાસે સતત ભણવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નહોતો. માર્કસના બદલે ગ્રેડ અને ધો.-૧૨ની પરીક્ષા માટે એક બોર્ડ જેવી વાતોએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓમાં મોટું સેન્સેશન ઊભું કર્યું છે. ઉચ્ચ શિક્ષણ માટે જે પ્રવેશના ધાંધિયા ઉભા કરાયા હતા તે તમામને દૂર કરવાની વાતો માત્રથી શિક્ષણની હાટડીઓ ખોલીને બેઠેલાઓ માટે ઉઠમણાનો માહોલ સર્જાશે. ડિમ્ડ યુનિવર્સિટી ચલાવનારાઓની સમીક્ષા થશે અને તેમને પણ ચોક્કસ આચારસંહિતા લાગુ પડશે. સેકન્ડ ટર્મમાં આવેલી યુપીએ કેન્દ્ર સરકારે પરિવર્તનનો પ્રારંભ કર્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તનની તાતી જરૂર હતી. ધો- ૧૦ના માર્કસના આધારે ધો. ૧૧માં પ્રવેશ અપાતો હતો. સ્કુલો તે અંગે પોતાના નિયમો બનાવતી હતી અને સ્કૂલના વિદ્યાર્થીને જ બીજે એડમિશન લેવું પડતું હતું. વિદ્યાર્થીઓની પ્રગતિની આડે આવતો મોટો ખાડો પૂરી દઈને કપિલ સિબ્બલે લાખો- કરોડો વિદ્યાર્થીઓ- વાલીઓની પ્રશંસા મેળવી છે. શિક્ષણ ક્ષેત્રે લવાતો આ સુધારો આ ક્ષેત્રે આવી રહેલા અનેક સુધારાઓનો સંકેત આપી રહ્યો છે. હીટવેવ અને વરસાદ વરસાદી વાદળો બંધાઈ રહ્યા છે, પરંતુ મેઘરાજાનું મોડું આગમન ગંભીર ચંિતાનો વિષય બની ગયો છે. શુક્રવારે મુંબઈમાં જ્યારે જોરદાર વરસાદ તૂટી પડ્યો ત્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવનો આતંક ચાલુ હતો. આ હીટવેવથી ત્રસ્ત થઈને સ્કૂલોમાં ૭મી જુલાઈ સુધી હીટવેવથી ત્રસ્ત થઈને સ્કૂલોમાં ૭મી જુલાઈ સુધી હીટવેવ વેકેશન અપાયું છે. સ્કૂલોમાં પીવાના પાણીના ધાંધિયા ઉભા થયા હતા. ઘણી સ્કૂલોમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું અને બહારથી પાણી લાવવું પોષાય તેમ નહોતું. કૃષિ ઉત્પાદનને પડતો ફટકો વિચાર માગી લે છે. કૃષિ ઉત્પાદન પૈકી ૬૦ ટકા ઉત્પાદન વરસાદ આધારિત છે. વરસાદના ધાંધિયા છેલ્લા પાંચ વર્ષથી શરૂ થયા છે. વરસાદ આધારિત ખેતી ૠતુચક્ર પ્રમાણે ગોઠવાઈ હતી. હવે આ ચક્ર ખોટકાયું છે. સત્તાવાળાઓએ વરસાદ આધારિત ખેતી પરનો ભરોસો ભૂલીને તેનો વિકલ્પ શોધવાની જરૂર છે. આવક આધારિત ગ્રામ્ય જીવન પણ ઓછા વરસાદથી મોટું નુકસાન નોંતરશે. ચોમાસું હવે બેઠું છે એમ ભલે કહી શકાય પરંતુ તે મનમૂકીને વરસશે એ શક્યતા ઠગારી નીવડશે. હીટવેવના પગલે દિલ્હી સહિતના કેટલાક શહેરોમાં પાણીની અછત ઊભી થઈ છે. ટીવી પડદે દર્શાવાતો પાણી માટેનો કકળાટ આશ્ચર્યજનક એટલા માટે છે કે તે વરસાદની ૠતુમાં થયો છે. હાલમાં આ દશા છે તો ઉનાળામાં દશા કેવી ગંભીર હશે તે વિચારવા જેવું છે. હીટવેવ લાંબો ચાલ્યો છે, જનજીવન તેના કારણે ત્રસ્ત બની ગયું છે. દિલ્હીમાં હીટવેવ અને મુંબઈમાં વરસાદ એ ૠતુચક્રના સિક્કાની બે બાજુ છે. |