વર્લ્ડ લેવલની મૂટ કોટ કોમ્પીટીશનમાં અમદાવાદનો સોહમ બધેકા ચોથા ક્રમે સિલેક્ટ થયો કોલેજોમાં અનેક કોમ્પીટીશન યોજાતી હોય છે.જેવી કે ડ્રોઇંગ,ડ્રામા,રાઇટીંગ અને બ્રાઇડલમેકઅપ.આ પ્રકારની કોમ્પીટીશન તો દરેક કોલેજમાં થતી હોય છે.પરંતુ અમદાવાદ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કાયદાને ધ્યાનમાં રાખીને સ્પૅઘાનું આયોજન કરવામાં આવે છે.જેમાં ઇન્ટર કોલેજ કોમ્પીટીશનમાંથી પાસ થનારને એશિયાની કોમ્પીટીશનમાં મોકલવામાં આવે છે. એશિયા ખાતે કોમ્પીટીશનમાં ભારતની ટીમ ચોથા ક્રમમાં આવી છે અને હવે વલ્ડૅલેવલની ખાતે રમવા જઇ રહી છે.આ ટીમમાં અમદાવાદનો સોહમ બધેકા,ં ચેન્નાઈની અદિતી સુરેશ , હૈદરાબાદની પૂજીતા ગોરન્તલા , જમશેદપુરનીશ્રીજા જેસવાલાએ સ્પર્ઘામાં ભાગ લીઘો હતો.આ ટીમમાં બે કોચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ં જામનગરનાં ભાર્ગવ મન સતા અને ઓરિસ્સાના કરણ સચદેવ મદદ કરે છે.આ ટીમ વર્લ્ડ લેવલ સિલેકશનમાં ચોથા ક્રમે આવી છે.આ કોમ્પીટીશનમાં આઠ દેશની ઓગણીસ ટીમ આવી હતી.આ સ્પર્ધામાં સેમી ફાઇનલ, વર્લ્ડ ફાઇનલ અને ફાઇનલમાં સિલેકશન થાય છે.ં ંઆ કોમ્પીટાશનમાં વિદ્યાર્થીઓને એક હાઈપોથેટીકલ પ્રોબ્લેમ આપવામાં આવે છે. જેની પ્રોસેસ કાંઇક આવી છે.આમાં અમુક સમય મર્યાદા અનુસાર વિષય પર રીસર્ચ વર્ક કરવાનું હોય છે. વિદ્યાર્થીઓએ લેખિત સબમીશન આપવાનું હોય છે. જેમાં કેસને લગતી પૂરતી માહિતી, રીસર્ચ વર્કમાં રીફર બુક્સ અને કેસ સ્ટડીનો પણ સમાવેશ કરવામાં આવેલો હોય છે. જેમાં વિદ્યાર્થીઓએ એક જ નહીં પરંતુ બંને તરફના પક્ષથી લડવાનું હોય છે .આથી પ્રોબ્લેમનાં વીક પોઇન્ટ અને આરગ્યુમેન્ટનું પણ ફ્રેમ વર્ક તૈયાર કરવામાં આવે છે. ઓરલ રાઉન્ડની શરૂઆત થાય છે. પેનલના જજની ક્રોસ કેવેરીનો પણ આન્સર આપવો પડે છે.આમાં એક વખત કમ્પેલેન્ટ તરીકે અને બીજી વખત રીસ્પોન્ડન્ટ તરીકેની કેસની સ્ટડી અને આરગ્યુમેન્ટ કરવામાં આવે છે.આમ,રેન્કીંગ કરવામાં આવે છે.એશિયા અને વિશ્વ કક્ષાએ માત્ર કાયદાઓની શૈલી અલગ હોય છે.આ કોમ્પીટીશનમાં યુરોપિયન લો સ્ટુડન્ટ એસોસીયેશન અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને અને એશિયા સેન્ટરનાં નિયમો મુજબ કેસ લડાવાનો હોય છે. આ કોમ્પીટીશનમાં ભાગ લેતો સોહમ પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે,એશિયા ખાતેની કોમ્પીયીશનમાં અમારી ટીમને પ્રોબ્લમ પણ ઘણો જ રસપ્રદ આપ્યો હતો.જેમાં બે દેશમાં એક ટ્રેડને કારણે તકલીફ થતી હતી.જેમાં બંને દેશમાં અમુક પ્રકારનું બાયો ફયુઅલ નું ં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરતાં હતા,જેનાથી એક દેશમાં રહેતા લોકોને પર્યાવરણ અને સ્વાસ્થયને લગતી અનેક મુશ્કેેલીઓનો સામનો કરવો પડે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટમાં કેસ લડતા હોય તેવી રીતે કામગીરી કરવાની હોય છે.આમાં બંને દેશનાં પોઝેટીવ અને નેગેટીવ સાઇડની પણ માહિતી આપવામાં આવી હતી. આમાં રિસર્ચ વર્ક માટે આશરે ૪ થી ૫ મહિનાનો સમય લાગ્યો હતો.આમાં ટાઇમનું પણ મેનેજમેન્ટ કરવામાં આવ્યુ હતું.આ કોમ્પીટીશનમાં ૧૦-૧૦-૧૫ અને ૧૩-૧૨-૧૦ મિનિટનો સમય રાખવામાં આવ્યો હતો.મારી ઓરલની અનોખી રજૂઆત જોઇન એશિયાખાતેે બેસ્ટ ઓરલીસ્ટનો એર્વોડ આપવામાં આવ્યો હતો.તે સમયે મને ભારતીય હોવાનું માન થયું હતું,મારી જીંદગીની આ અમૂલ્યક્ષણ કયારેય ભૂલી નહીં શકું. |