અવતરણ
ચૂંટણીપ્રચારમાં હંિદુત્વના મુદ્દા માટે પક્ષ સહેજે શરમંિદો નથી. શ્રીરામજન્મભૂમિ, ૩૭૦મી કલમની સમાપ્તિ અને સમાન નાગરિક ધારાને ભાજપ રાષ્ટ્રની અખંડિતતા અને એકતાની પાયાની બાબતો માને છે. - રાજનાથસંિહ માઓવાદીઓની સતત વધી રહેલી હંિસક કાર્યવાહીને જોઈને પશ્ચિમ બંગાળની સરકાર હવે સી.પી.આઈ. માઓવાદી સંગઠન પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. - બુદ્ધદેવ ભટ્ટાચાર્ય મહિલા અનામત ખરડો એ દેશના એક ટકા લોકોને લાભદાયી બનશે. ખેડૂતો, પછાત વર્ગો, દલિતો, આદિવાસીઓ અને લધુમતીઓનો કેમ કોઈ વિચાર કરતું નથી. - શરદ યાદવ વિચારધારા, નીતિ અને નિષ્ઠાની બાબતમાં ભાજપ એક રાષ્ટ્રીય પક્ષ નથી.આ પક્ષ તકસાઘુઓ એ અંગત કેરિયર બનાવનારાઓથી ભરાઈ ગયો છે અને એની વિચારવાની પ્રક્રિયા માત્ર સત્તાની આસપાસ ધૂમતી રહે છે. - ગોવંિદાચાર્ય તિકુનિયા સ્ટેશન પર ગર્ભવતી મહિલા અને તેની માસૂમ બાળકીને જી.આર.પી. જવાનો દ્વારા ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાનું જધન્ય કૃત્ય કરવામાં આવ્યું છે તે માટે અમે યુ.પી. સરકારને નોટિસ આપીને જવાબ માગીશું. - ગિરિજા વ્યાસ મને એમ લાગે છે કે મારા ભીતરમાં રહેલું સૌથી ખરાબ તત્ત્વ બહાર આવી રહ્યું છે. હું મેદાન પર ગુસ્સે થઈ જાઉં છું. શા માટે એની મને ખબર નથી. - યુવરાજ સંિહ ભારતમાંથી અલાયદું પાકિસ્તાન રચવામાં આવ્યું તેથી એને હંમેશાં એની આઈડેન્ટીટીનો પ્રશ્ન રહ્યો છે. પાકિસ્તાન તૂટી જાય એવી પરિસ્થિતિ ધરાવે છે. - કોન્ડોલીસા રાઈસ જો જગત ગંભીર રીતે આતંકવાદનો સામનો કરવા ચાહતું હોય તો એણે ભારતને બાકાતરાખવું જોઈએ નહીં. મારા દેશની વર્તમાન પરિસ્થિતિની પાછળ ઘણા ભારતીય તત્ત્વો કામ કરી રહ્યા છે. - પરવેઝ મુશર્રફ |