અઠવાડિક ભવિષ્ય તા.૨૮-૬-૨૦૦૯ રવિવારથી તા.૪-૭-૨૦૦૯ શનિવાર સુધી મેષ (અ.લ.ઈ.) નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. કામની વ્યસ્તતા રહે. ધર્મકાર્ય થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધાકીય આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે. મકાન-વાહન-મિલ્કત-જમીન અંગેની કામગીરી થાય. નિકટના સગા-સંબંધી-મિત્રવર્ગના વ્યવહારિક-સામાજીક ધાર્મિક કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. શેરોની કામગીરી થઈ શકે. બજારોની વધઘટમાં ક્ષણિક ધંધો-આવક થઈ શકે. પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભણતરમાં ઘ્યાન આપવું પડે. વધારાનો ખર્ચ થાય. તા. રવિ-૨૮ વધારાના કામમાં ઘ્યાન આપવું પડે. વધારાનો ખર્ચ થાય. તા. ૨૯ સોમ-કામકાજમાં સફળતા-લાભ. તા. ૩૦-મંગળ હળવાશ, રાહત અનુભવો. તા. ૧-બુધ આનંદ-ઉત્સાહ રહે. તા. ૨ ગુરૂ શાંતિથી કામકાજ કરવું. તા. ૩ શુક્ર-ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. તા. ૪ શની-તન-મન-ધનથી વાહનથી સંભાળવું. વિવાદથી દૂર રહેવું. વૃષભ (બ.વ.ઉ.) આપનાં હૃદય-મનની વ્યગ્રતા તેમજ શારીરિક, માનસિક, શ્રમ, થાક અનુભવો. પત્ની-પરિવાર પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા રહે. વાતવાતમાં વિવાદ ગેરસમજ થાય. નોકરી-ધંધાના કામની વ્યસતાનાં કારણે કંટાળી જાવ, થાકી જાવ. જાહેર સંસ્થાકીય કામમાં, માનદ સેવાના કામમાં આપ નિષ્ઠાપૂર્વક કામ કરતાં હોવ છતાં તમારી સત્તા, માન-મોભામાં ઘટાડો થાય તેવું બને. તમારી સેવાઓ સમાપ્ત કરી હોવાનું જણાવવામાં આવે. ભાગીદારીવાળા કામમાં ધીરજ-શાંતિ રાખવી પડે. ભાઈભાંડુના પ્રશ્ને, ચંિતા-બેચેની અનુભવો. તા. ૨૮ રવિ-વિવાદ-ચર્ચાથી દૂર રહેવું. તા. ૨૯-સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૩૦ મંગળ-ધર્મકાર્ય, અન્ય કામથી આનંદ તા. ૧-બુધ, વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૨ ગુરૂ-કામકાજમાં પ્રગતિ. તા. ૩ શુક્ર-માનસિક પરિતાપ છતાં કામનાં ઉકેલથી રાહત. તા. ૪ શની શાંતિથી કામકાજ કરવું. મિથુન (ક.છ.ઘ.) નોકરી-ધંધામાં પ્રવૃત્ત રહેવાનું થાય. સીઝનલ-ધંધો કરી શકો. ધર્મકાર્ય-સેવાકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. કમીશન-દલાલી, એજન્સીનાં કામમાં આવક થાય. પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નની કામગીરી અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા-વિચારણા થાય. પરદેશમાં રહેતાં સગાં-સંબંધી મિત્રવર્ગની-ચંિતા અનુભવાય. નોકરીમાં દ્વિધા-ચંિતા માનસિક પરિતાપ રહે. શું કરવું ? તેવી મુંઝવણ અનુભવો. પરંતુ હમણાં મૌન રાખી શાંતિથી સમય પસાર કરવો. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. તા. ૨૮-રવિ-સાધારણ, તા. ૨૯ સોમ-નોકરી-ધંધાના કામમાં વ્યગ્રતા-ઉચાટ રહે. તા. ૩૦-મંગળ-ઉતાવળ-ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં. તા. ૧ બુધ-ચંિતા-વ્યથા હળવી થાય. તા. ૨-ગુરૂ કામકાજમાં વ્યસ્ત રહો. તા. ૩ શુક્ર-શાંતિથી કામકાજ કરવું. તા. ૪ શની વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન ન આપી શકો. કર્ક (ડ.હ.) આપના ઘર-પરિવારમાં-કુટુંબના પ્રશ્ને શાંતિ રાહત જણાય નહીં. એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા-ઉપાધિ આવી જાય. ખર્ચ, નુકસાની, વિવાદના કામને શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. કાનૂની કાર્યવાહીમાં સાવધાની રાખવી. આકસ્મિક મુશ્કેલી ઊભી થાય. પુત્ર-પૌત્રાદિકનાં નોકરી-ધંધાના, મકાન, જમીન, મિલ્કતનાં પ્રશ્નમાં, આરોગ્યની બાબતમાં તમે ચંિતિત વ્યથિત રહો. મકાન-મિલકત, ધંધાની વહેંચણી કે વેચાણના પ્રશ્ને ઉતાવળીયો નિર્ણય તમને હાનિકર્તા રહે. વિવાદમાં શાંતિ-ધીરજ રાખવી. તા. ૨૮ રવિ-કૌટુંબિક-ચંિતા-વ્યથા. તા. ૨૯-સોમ-નોકરી ધંધાની કામગીરીમાં, ધર્મકાર્યમાં ઘ્યાન રાખવું. તા. ૩૦ મંગળ-શેરોની લે-વેચમાં, અન્ય કામમાં ઉતાવળ કરવી નહીં. તા. ૧-બુધ હૃદય-મનની વ્યગ્રતા-ઉચાટ વધે. તા. ૨ ગુરૂ-શારીરિક-માનસિક અસ્વસ્થતા-બેચેની. તા. ૩ શુક્ર-શાંતિથી દિવસ પસાર કરવો. તા. ૪ શની-ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. સંિહ (મ.ટ.) આપનાં હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. આપનું કામ થાય. ધર્મકાર્ય, આત્મસ્ફૂરણ, આત્મવિશ્વાસ વધે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ-પ્રગતિ જણાય. તમારા માન-સન્માનમાં વધારો થાય. ઊપરી અધિકારીને સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે. તમને પણ ઉપરી અધિકારી સહકાર આપવાનો પ્રયત્ન કરે. રાજકીય-સહકારી ખાતાકીય કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા, વિચારણા થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધામાં નવો ધંધો મળવાથી, ઊઘરાણી આવવાથી આપના, રોજીંદા તેમજ વધારાના ખર્ચમાં તકલીફ પડે નહીં. નવા ધંધા અંગેના આયોજનમાં આપને અન્યનો સહકાર મળી રહે. તા. ૨૮ રવિ-ઘર-પરિવાર-મિત્રવર્ગથી આનંદ. તા. ૨૯ સોમ-કામકાજમાં સફળતા-પ્રગતિ. તા. ૩૦ મંગળ-આપના નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૧ બુધ-વિલંબમાં પડેલ કામગીરી અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા-વિચારણા થાય. તા. ૨ ગુરૂ-નોકરી-ધંધામાં આવક થાય. આનંદ રહે. તા. ૩ શુક્ર-ચંિતા-ઉચાટ રહે. તા. ૪-શનિ શાંતિથી-ધીરજથી કામકાજ કરવું. કન્યા (પ.ઠ.ણ.) આપને માનસિક તણાવ-ચંિતા-અસ્વસ્થતા પછી હળવાશ-રાહત જણાય. નોકરી-ધંધાના ઘર-પરિવારના કામમાં ઉચાટ-ઉદ્વેગ રહે. આડોશ-પાડોશના કારણે શાંતિ-જણાય નહીં. ખર્ચમાં વધારો થાય વધારાના ખર્ચના કારણે નાણાંભીડ જણાય પરંતુ પૈસા વગર આપનું કામ અટકી રહે નહીં. નોકરીમાં સહકાર્યકર વર્ગ તમને મુશ્કેલીમાં મુકવાનો પ્રયત્ન કરે. પરંતુ આપે મૌન રાખી શાંતિથી સમય પસાર કરવો હિતાવહ રહેશે. ધંધામાં, શેરોના કામમાં જોખમ વધારવું નહીં. કોઈના દોરવાયા, દોરવાઈ જવું નહીં. તે સિવાય ધર્મકાર્યથી આનંદ રહે. હૃદય-મનની પ્રસન્નતા રહે. તા. રવિ-૨૮ કામની વ્યસ્તતા-ચંિતા. સોમ-૨૯ ધર્મકાર્યથી આનંદ રહે. મંગળ-૩૦ માનસિક પરિતાપ-દ્વિધા રહે. બુધ-૧ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. શુક્ર-૩ નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. શનિ-૪ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. તુલા (ર.ત.) આપના ધર્મકાર્ય કે અન્ય અગત્યના કામ અંગે યાત્રા-પ્રવાસ થાય. બહાર કે બહારગામ જવાના આયોજનમાં અન્યનો સહકાર મળી રહે. નિકટના સગા-સંબંધી, મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવો. પુત્ર-પૌત્રાદિકના વિદ્યા-ભણતર, આરોગ્યની ચંિતા હળવી થાય. નોકરી, ધંધાના કામ અંગે વ્યસ્ત રહો. કામમાં રૂકાવટ ચંિતા છતાં કામના ઉકેલથી આનંદમાં રહો. નોકરીમાં બદલી-બઢતી, ઈન્કમટેક્ષના પ્રશ્ને પ્રયત્ન કરવામાં અન્યનો સહકાર મળી રહે. કાગળ, કાપડના ધંધામાં, સુકામેવાનો ધંધામાં આવક થાય. કમિશનના ધંધામાં આવક થાય. મકાન-ધંધાની કામગીરી હોય. વાતચીત હોય તો તેમાં આગળ વધવાનું થાય. તા. રવિ-૨૮ કામકાજમાં સફળતા-લાભ. સોમ-૨૯ વિલંબમાં પડેલ કામ અંગે ચંિતા-ખર્ચ. મંગળ-૩૦ શાંતિથી, કામકાજ કરવું. બુધ-૧ માનસિક પરિતાપ. ગુરૂ-૨ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. શુક્ર-૩ ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ થાય. શનિ-૪ સગા-સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. જુના સંસ્મરણો તાજા થાય. વૃશ્ચિક (ન.ય.) નોકરી-ધંધાના ઘર-પરિવારના કામમાં ચંિતા-અસ્વસ્થતા અનુભવો. હરો-ફરો, કામ કરો પરંતુ આપ શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવો. રાજકીય-સરકારી ખાતાકીય કામમાં, ઘર-પરિવાર, મકાન-મિલકત અંગેના પ્રશ્ને વિવાદ-અશાંતિ-પીછેહઠ અનુભવાય પોતાની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં કોઈને કોઈ કારણસર આપનું કામ વિલંબમાં પડે. સામી વ્યક્તિ તમને બાનમાં લેવાનો પ્રયત્ન કરી તમને આર્થિક નુકશાન પહોંચાડે. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. અન્યની બિમારીથી ચંિતા-ખર્ચ જણાય. ધર્મકાર્ય કે અન્ય કામમાં એકાગ્રતા-શાંતિ જણાય નહીં. તા. રવિ-૨૮ સાધારણ. સોમ-૨૯ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. મંગળ-૩૦ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. બુધ-૧ ચંિતા-ખર્ચ, ગુરૂ-૨ સરકારી-રાજકીય કે ઘર-પરિવારના પ્રશ્ને ચંિતા-ઉચાટ-વિવાદ જણાય. શુક્ર-૩ માનસિક શારીરિક શ્રમ-થાક-કંટાળો અનુભવાય. શનિ-૪ હરો-ઙરો, કામ કરો, પરંતુ નકારાત્મક વિચારો, ઉશ્કેરાટ આવી જાય. ધન (ભ.ધ.ફ.ઢ.) આપ ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ, મીલન-મુલાકાતથી જુના સંસ્મરણો તાજા થવાથી આનંદમાં રહો. હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. નોકરીમાં સ્થળાંતરના સંજોગો ઉભા થાય. નવી ઓફર આવે. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળવાના સંજોગો ઉભા થાય. ઈન્ટરવ્યુ કોલ આવે. બહારગામ નોકરી હોય, પરદેશમાં નોકરી છૂટી ગઈ હોય તેમને કોઈને કોઈ કામ મળી રહેવાથી આવક મળતી રહે. ધંધામાં આવક થાય. ધંધો મળી રહેવાથી રોજંિદા ખર્ચા નીકળી રહે. અવિવાહિતને વિવાહ-લગ્નના સંજોગો ઊભા થાય. પ્રેમ-મિત્રતા, લાગણીના સંબંધમાં, નવી ઓળખાણ, મિત્રતામાં નિકટતા જણાય. પરદેશ જવા અંગેના કામમાં સફળતા મળવાથી આપ તેમજ આપનો પરિવાર નિકટતા અનુભવો. તા. રવિ-૨૮ આનંદ-ઉત્સાહ રહે. સોમ-૨૯ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. મંગળ-૩૦ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. બુધ-૧ હર્ષ-લાભ. ગુરૂ-૨ કામકાજમાં સફળતા-લાભ. શુક્ર-૩ યાત્રા-પ્રવાસ, મુલાકાત ધર્મકાર્ય થાય. શનિ-૪ ચંિતા-ઉચાટ રહે. ખર્ચ થાય. મકર (ખ.જ.) આપની ચંિતા-વ્યથા હળવી થાય. આપની શાંતિ, વાણીની મીઠાસને વ્યવહારની નમ્રતા વધે. સગા-સંબંધી, મિત્રવર્ગના, આડોશ-પાડોશના વ્યવહારમાં નોકરી-ધંધાના કામમાં અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. નોકરીમાં ઉપરી વર્ગ, સહકાર્યકરવર્ગની વચ્ચે તમારો પ્રશ્ન અટવાયેલો રહે. પરંતુ જેમની નોકરી ચાલુ હોય તેમને પગાર મળતો રહેવાથી નાણાંકીય કોઈ તકલીફ પડે નહીં. પુત્ર-પૌત્રાદિકના વિદ્યા-ભણતરના પ્રશ્નમાં ઘ્યાન આપી શકાય તેમના માટે ખર્ચ-ખરીદી કરી શકાય. મકાન-જમીન-વાહનની ખરીદી કે વેચાણનો પ્રશ્ન હોય તે તેમાં સાનુકૂળ પ્રગતિ જણાય. પ્રશ્ન ઉકેલાતા આનંદ અનુભવો. અન્યના કામમાં તમે મદદરૂપ થઈ શકો. તેમાં તમને સફળતા, માન-સન્માન પ્રાપ્ત કરી શકો. તા. રવિ-૨૮ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. સોમ-૨૯ કામકાજમાં, સફળતા, પ્રગતિ. મંગળ-૩૦ ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. આનંદ રહે. બુધ-૧ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ગુરૂ-૨ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. શુક્ર-૩ આનંદ-ઉત્સાહ રહે. પરિવાર માટે ખર્ચ થાય. શનિ-૪ સગા-સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. કુંભ (ગ.સ.શ.ષ.) એક દિવસ શારીરિક, એક દિવસ માનસિક ચંિતા અસ્વસ્થતામાં અટવાયેલા રહો. નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં, ઉઘરાણીના પ્રશ્નમાં આપને શાંતિ-રાહત જણાય નહીં. એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા-ઉપાધિ આવી જાય. નોકરી-ધંધાના કામમાં, ઘર પરિવારના પ્રશ્નમાં વિવાદ-ચર્ચાથી દૂર રહેવું. સામાન્ય પ્રશ્ને ઉશ્કેરાટ-ગુસ્સામાં વિવાદ થઈ જાય. વધી જાય. બી.પી., ડાયાબીટીસથી વધઘટ, પેશાબની, ગુદાની તકલીફથી સાયેટીકાથી કે મસલ્સની તકલીફ તમારા રોજંિદા કામમાં રૂકાવટ રખાવે. સમયસર પોતાની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં તે સિવાય ધર્મકાર્ય-આઘ્યાત્મિકતામાં આત્મવિશ્વાસમાં વધારો થાય. ધર્મકાર્યાર્થે ખર્ચ થાય. નિકટના સગા-સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. તા. રવિ-૨૮ સાંજ પછી ચંિતા-અસ્વસ્થતા. સોમ-૨૯ નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા-અશાંતિ-ઉચાટ રહે. મંગળ-૩૦ નાણાંની લેવડ-દેવડના પ્રશ્ને આપ ચંિતા-મુંઝવણ મુશ્કેલી અનુભવો. બુધ-૧ ચંિતા-હળવી થાય. ગુરૂ-૨ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધો થાય. આવક થાય. શુક્ર-૩ ધર્મકાર્ય થાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. શનિ-૪ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. મીન (દ.ચ.ઝ.થ.) પોતાના કામમાં, અન્યના કામમાં વ્યસ્ત રહેવા છતાં તમારા હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવાર કે નોકરી-ધંધાના પ્રશ્ને આંતરિક મનોવ્યથા અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. શું કરવું ? શું થશે ? તેની ચંિતામાં-મુંઝવણમાં કામની એકાગ્રતા જળવાય નહીં. તમે જેમના વિચારો કામ કરતા હોવ કે કરવા માંગતા હોવ, ગર્વ અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. ભૂતકાળમાં કરેલી ભૂલ, ઉતાવળ, વિવાદ તમને મુશ્કેલી-મુંઝવણ રખાવે. બિમારી સાથે રહેનાર તમારાથી દૂર થતા જાવ. નોકરી-ધંધામાં કાનૂની, સરકારી, ખાતાકીય પ્રશ્ને ખર્ચ-ચંિતા-દોડધામ રહે અને પરિણામ શૂન્ય જણાય. આરોગ્યની કાળજી રાખવી. તા. રવિ-૨૮ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સોમ-૨૯ કામકાજમાં વ્યસ્ત રહો. મંગળ-૩૦ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. બુધ-૧ આકસ્મિક ચંિતા-ઉપાધિ. ગુરૂ-૨ પીછેહઠ નિરાશા. વિવાદથી દૂર રહેવું. શુક્ર-૩ યાત્રા-પ્રવાસ થાય. ધર્મકાર્ય થાય. શનિ-૪ ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. Top |