home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

ન્યુઝીલેન્ડ બોર્ડે બોન્ડને કોન્ટ્રાક્ટ ઓફર કર્યા

વેલંિગ્ટન,તા.૨૬

આઇસીએલ સાથે છેડો ફાડનારા ફાસ્ટ બોલર શેન બોર્ડને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ફરી વખત તેના કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓમાં સામેલ કરી લીધો છે. ન્યુઝીલેન્ડ બોર્ડે આગામી સિઝન માટે ૨૦ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઓફર કર્યા છે. જેમાં બોન્ડનો સમાવેશ થાય છે.૩૪ વર્ષના બોન્ડે ભારતમાં ચાલતી ખાનગી લીગ આઇસીએલ સાથે કોન્ટ્રાક્ટ કરતાં તેના પર ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે હવે તેને આઇસીએલ સાથે છેડો ફાડતા રાષ્ટ્રીય ટીમમાં તેના પુનરાગમનનો માર્ગ આસાન બન્યો છે. ન્યુઝીલેન્ડ બોર્ડે છ નવા ચહેરાઓને કોન્ટ્રાક્ટ ઓફર કર્યા છે. જેમાં એર્નેલ, બટલર, ઇલિયોટ્ટ, બૂ્રમ, ગપ્ટિલ અને મેક્‌ઇન્ટોસનો સમાવેશ થાય છે. જ્યારે સ્ટાયરિસ, રેડમંડ, ફ્‌લ્ટોન, માર્ક ગિલેસ્પી, જેરમી હાઉ, જેમ્સ માર્શલ અને મસોને તેમના કોન્ટ્રાક્ટ ગુમાવ્યા છે. ચીફ સિલેક્ટર ગ્લેન ટર્નરે કહ્યુ કે, અમે છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટીક ક્રિકેટમાં નોંધપાત્ર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં સમાવ્યા છે. શેન બોન્ડના પુનરાગમનથી અમારા ખેલાડીઓનો ઉત્સાહ વઘ્યો છે. બોન્ડ ફરી વખત ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી આક્રમક રમત દર્શાવવા આતુર બન્યો છે.

ખેલાડીઓની યાદી ઃ વેટ્ટોરી, અર્નેલ, બોન્ડ, બૂ્રમ, બટલર, ઇલિયોટ્ટ, ફ્રેન્કલીન, ફ્‌લીન, ગપ્ટિલ, હોપ્કીન્સ, મેકુલમ, મેક્‌ઇન્ટોસ, માર્ટિન, મિલ્સ, ઓબ્રાયન, ઓરમ, પટેલ, રાયડર, સાઉથિ, ટેલર.

Copyright   © Gujarat Samachar