| ર્લ્લસી ઁચયી
> Picture gallery |
| |
| સિલિકોન-પોલીમરમાંથી બનેલો હાથ હલનચલન ને સ્પર્શ કરી શકે છે - અકસ્માતોથી ટીબી કે જન્મજાત ખોડખાંપણને કારણે ઘણાં લોકો પોતાનાં હાથ ગુમાવતાં હોય છે. આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં લોકો માટે હવે એક અલગ પ્રકારનો કૃત્રિમ હાથ બનાવવામાં આવ્યો છે. આ કૃત્રિમ હાથ અંગે સ્પેશીયલ સેમિનાર રાખવામાં આવ્યો છે. જેમાં પ્રોસ્થેટીક્સ એન્ડ આર્યોટીક્સ કોલજ, સ્કોટલેન્ટ ગવરમેન્ટ અને યુકેનાં સહયોગથી દુનિયામાં સૌ પ્રથમ સંપૂર્ણ કાર્ય કરતો કૃત્રિમ હાથ તૈયાર કરવામાં આવ્યો છે. આ કૃત્રિમ હાથની વિશેષતા એ છે કે તે કોસ્મેટીક હોવાથી દેખાવમાં સુંદર અને અસલી હાથ જેવો જ લાગે છે. આ ઉપરાંત આ હાથની ચાર આંગળી અને અંગૂઠાને પણ ફેરવી શકાય છે. ખાસ કરીને આ કૃત્રિમ હાથની બનાવટ માટે સિલિકોન અને પોલીમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાથને પહેરવા માટે પહેલાં માપ લઈને સાઈઝ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ મોજા નક્કી કરીને હાથ બેસાડવામાં આવે છે. આ ઉપરાંત હાથની આંગળીઓની મુવમેન્ટ પણ મળી રહે તે માટે કલીનીકલી રીતે ચેકઅપ પણ કરવામાં આવે છે. જોકે આ કૃત્રિમ હાથ અંગે ફીઝીયોથેરાપી અને પ્રોસ્થેટીક વિભાગનાં વિદ્યાર્થીઓ ઘણો જ ઉત્સાહિત હતા. તેઓ કહે છે કે, સાચે જ આ એક રોબોટિક હાથ હોય તેવું લાગે છે. આ કૃત્રિમ હાથની મુવમેન્ટ એકદમ બેસ્ટ છે. આ હાથથી વિકલાંગ વ્યક્તિ પોતાની દિનચર્યા એકદમ સરળ રીતે કરી શકે છે. જ્યારે પેરા પેરાપ્લેનીયા વિભાગનાં નિયામક ડી. પ્રભાકર અને કોલેજમાં પ્રિન્સીપાલ જોષી કહે છે કે, ‘‘આ સેમિનાર ગુજરાતમાં પહેલી જ વાર યોજવામાં આવ્યો છે. આ કૃત્રિમ હાથ બનાવવામાં માટે નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’’ (તસ્વીર ઃ સુરેશ મિસ્ત્રી) |
| |
| ‘‘પોપ કંિગ’’ માઇકલ જેક્સનની યાદમાં ભારતના પ્રખ્યાત શિલ્પકાર સુદર્શન પટનાયકે પુરીના કાંઠે રેતીમાંથી જેક્સનની પ્રતિકૃતિ કંડારી છે. ૫૦ વર્ષીય જેક્સનના ભારતમાં પણ ઘણાં ચાહકો હતા અને તેના મૃત્યુથી તેમનામાંં શોકની લાગણી પ્રસરી ગઈ છે. |
|
|
| માઇકલ જેક્સનનું મૃત્યુ થયું હોવાના સમાચારો વાયુવેગે પ્રસરી જતાં તેને જે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો તે લોસ એન્જેલસના યુસીએલએ મેડીકલ સેન્ટરની બહાર જેક્સનના ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. |
| |
| અમદાવાદના બાપુનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ૪૩ બ્લોકસમાં રોજગટરનું પાણી ઉભરાઈને રસોડામાં અને ઘરના અન્ય રૂમોમાં ફેલાઈ જાય છે. સૌથી વધારે ગંભીર વાત તો એ છે કે આવું ગંદુ પાણી રસોડામાં પણ ફેલાઈ જાય છે. કોર્પોરેશનના અધિકારીઓ આ દીશામાં આટલી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે બીલકુલ ગંભીરતાથી રસ નથી લેતા. લોકોનો આક્ષેપ છે કે ક્યાં સુધી આવા ગંદા પાણીમાં અમારે રહેવાનું જો આવી ગંભીર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો બાપુનગરના હાઉસીંગ બોર્ડના લોકોએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી નાખી છે. (તસવીર ઃ ગૌતમ મહેતા) |
| |
વિમ્બલ્ડનના ગ્રાસ કોર્ટ ક્યારેક ખેલાડીઓ માટે મુશ્કેલીરુપ બની જતા હોય છે. ત્રીજા રાઉન્ડની મેચમાં શોટ ફટકારવા જતા ફેડરર લપસી પડ્યો હતો. |
| |
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણી અગાઉ બંને ટીમોના કેપ્ટનો ધોની અને ગેલે એકબીજાને બેસ્ટ ઓફ લક કહ્યુ હતુ. |
|
| |