home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

સંક્ષિપ્ત સમાચાર

મનમોહનસંિહને ઓબામાનું આમંત્રણ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬

વૈશ્વિક મંદી અને એશિયાના ક્ષેત્રની સલામતિ મુદ્દે ચર્ચા કરવા માટે અમેરિકાના પ્રમુખ ઓબામાએ વડાપ્રધાન મનમોહનસંિહને આ વર્ષના અંત ભાગમાં વોશંિગ્ટનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. અમેરિકાના સલામતિ સલાહકાર જેમ્સ જેમ્સે આ આમંત્રણનો પત્ર વડાપ્રધાનને પાઠવ્યો હતો કે જેઓ હાલમાં દિલ્હીની મુલાકાતે આવ્યા હતા.

અમેરિકન દૂતાવાસની યાદીમાં જણાવ્યા મુજબ જન જોન્સે વડાપ્રધાનને અમેરિકા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. અમેરિકાની મુલાકાત દરમિયાન લંડન ખાતે જી-૨૦ની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાનો દોર આગળ વધારાવમાં આવશે.

જેમાં વ્યાપાર વૈશ્વિક મંદી અને ઉર્જા ક્ષેત્રના મુદ્દા આવરી લેવાશે. આગામી જી-૨૦ શિખર પરિષદ સપ્ટેમ્બર માસમાં પીટર્સબર્ગ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન હાજરી આપશે.

બગદાદમાં બોમ્બ વિસ્ફોટ ઃ ૧૫નાં મોત

(પી.ટી.આઈ) બગદાદ, તા. ૨૬

ઈરાકના બગદાદમાં આવેલા મુખ્ય બજારમાં મોટરસાયકલ બોમ્બ વિસ્ફોટમાં ૧૫ના મોત થયા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકન સૈન્ય બગદાદમાંથી ખસેડી લેવાના ચાર કલાક અગાઉ જ આ હૂમલો થયો હતો. આ સપ્તાહમાં બગદાદમાં થયેલા હૂમલાઓમાં કુલ ૨૦૦ જણના મોત થયાં હતાં અને ઈરાકી દળોના સુરક્ષા વ્યવસ્થા અંગે શંકાઓ ઉત્પન્ન કરી હતી. અમેરિકી દળો શહેરમાંથી ખસેડી લેવાય તો ઈરાકી દળો સલામતિ જાળવી શકશે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

આજે થયેલા હૂમલાની જવાબદારી કોઈ સંગઠને સ્વીકારી નહોતી પરંતુ હુમલાખોરો વઘુ જાનહાની કરવાના ઈરાદે ભરચક બજારોને જ લક્ષ્ય બનાવે છે.

સ્વાઈન ફ્‌લૂના વઘુ ત્રણ કેસ, કુલ આંક ૮૧ થયો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬

દિલ્હી, મુંબઈ અને પૂનેમાંથી સ્વાઈન ફ્‌લૂના એક એક કેસ મળી આવતાં દેશમાં સ્વાઈન ફ્‌લૂના કુલ કેસોમાં ૩નો વધારો થઈ ૮૧ થયા હતાં.

મુંબઈમાં અમેરિકાથી આવેલી ૧૫ વર્ષીય એક તરૂણીને તાવ, શરદી અને બીજી સમસ્યાને પગલે ટેસ્ટ કરવામાં આવતાં સ્વાઈનફ્‌લૂ પોઝીટીવ માલુમ પડ્યો હતો.

દિલ્હીમાં એક ૧૮ વર્ષીય યુવતીના તેના પરિવારમાં રહેલા સ્વાઈન ફ્‌લૂના દર્દીનો ચેપ લાગ્યો હતો. ુુ પુનેમાં પણ અમેરિકાથી આવેલ ૨૪ વર્ષીય યુવકને સ્વાઈનફ્‌લૂ પોઝીટીવ જણાયો હતો.

દેશના ૨૨ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકોએ વિદેશથી આવતાં પ્રવાસીઓના સ્વાઈનફ્‌લૂ પરિક્ષણો ચાલુ જ છે. અત્યાર સુધીમાં ૫૧૧૪૦ પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૧ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. જેમાંથી ૫૬ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

નાઇજિરિયામાં હુમલાથી ક્રુડતા ભાવમાં ઉછાળી

(પીટીઆઈ) લંડન, તા. ૨૬

નાઇજિરિયાના બળવાખોર જુથે દેશના દક્ષિણ જુથમાં ઉભા થતા નવા ક્રુડ ક્ષેત્રના વિરોધમાં હુમલા કરવાની જાહેરાત કરતાં ક્રુડતા ભાવમાં ઉછાળો આવ્યો હતો.

ન્યુયોર્કની મુખ્ય બજારમાં લાઇટ સ્વીટ ક્રુડના ભાવ ૭૦.૬૬ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. નાઇજિરિયામાંથી પૂરવઠાને અસર થવાની ભિતિએ પગલે ભાવ વઘ્યા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતુ જોકે નાઇજિરિયાની ખોટ પૂરી કરવા ઓપેક પોતાનું ઉત્પાદન વધારશે તેવી આશાએ ખરીદકારોએ સંયમ જાળવ્યો હતો. નાઇજિરિયામાં બળવાખોરોએ એક નવા ક્રુડ ક્ષેત્ર પર હુમલો કર્યો હતો.

એર ઇન્ડિયાના કર્મચારીઓના દેશભરમાં દેખાવો

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૬

એર ઇન્ડિયાની દેશભરની ઓફિસોના કર્મચારીઓએ એરઇન્ડિયાએ પગાર આપવામાં ૧૫ દિવસ વિલંબ કરવાના લીધેલા નિર્ણયના વિરોધમાં દેખાવો કર્યા હતાં.

એરઇન્ડિયા કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને જણાવ્યું હુતં કે પગારમાં વિલંબનો નિર્ણય લેનાર એરઇન્ડિયાના વ્યવસ્થાપકી વિરૂઘ્ધ દેખાવો કર્યા હતા. ત્રણે યુનિયનો સાથે સંકલાયેલા હજારો કર્મચારીઓએ પોતપોતાની ઓફિસો બહાર દેખાવો કર્યા હતાં. દરેક કર્મચારીઓએ વારાફરતી ધરણામાં ભાગ લીધો હતો કે જેથી કોઇપણ ફ્‌લાઇટ ઉપર વિપરીત અસર થઇ નહોતી અને પ્રવાસીઓને અગવડતા પડી નહોતી.

ત્રણે યુનિયનના સભ્યો એવા ૨૪૦૦૦ કર્મચારીઓ ૨૨મીથી ૨૫મી જૂન સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવો નિર્ણય પણ લેવાયો હતો.

 
Copyright   © Gujarat Samachar