અમેરિકી સુરક્ષા સલાહકાર જોન્સ વડાપ્રધાનને મળ્યા
(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૬
અમેરિકી રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેમ્સ જોન્સે વડાપ્રધાન મનમોહન સંિહની મુલાકાત લીધી હતી. બન્ને મહાનુભાવો વચ્ચે દ્વીપક્ષીય અને પ્રાદેશીક મુદ્દાઓ પર ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે.
દ્વિપક્ષી બાબતો ઉપરાંત પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણા હાથ ધરવાને મુદ્દે ચર્ચા
જોન્સ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ ગઇકાલે સાંજે નવીદિલ્હી આવી પહોંચ્યા હતાં. તેઓ વડાપ્રધાનની ૧૦ રેસકોર્સ રોડ ખાતેની કચેરીમાં મનમોહન સંિહને મળ્યા હતા. તેઓ ભારતમાં નેતાઓ અને ટોચના રાજદ્વારીઓ સાથે દક્ષિણ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા કરવાના હેતુથી આવ્યા છે. બીજીબાજુ અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન પણ આગામી મહિને નવી દિલ્હીની મુલાકાત લેશે. ગઇકાલે જોન્સ ભારતનાં રાષ્ટ્રીય સલામતિ સલાહકાર એમ કે નારાયણનને મળ્યા હતા. બન્ને પદાધિકારીઓ વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને કેન્દ્રમાં રાખીને આ ક્ષેત્રની સલામતી સ્થિતિ અંગે ચર્ચા થઇ હતી. તેઓ હજુ બીજા તબક્કામાં પણ નારાયણમ્ સાથે બેઠક યોજશે અને સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીને પણ મળશે. ભારત વિરૂઘ્ધના આતંકવાદ સામે ઇસ્લામાબાદે લીધેલા પગલા અંગે બન્ને દેશો વચ્ચે ચર્ચા કરવાઅંગે સહમતિ સધાયા બાદ અમેરિકી અધિકારીની આ પહેલી ઉચ્ચસ્તરીય ભારત મુલાકાત છે.
આ અગાઉ પાકિસ્તાનમાં જોન્સ સેનાના વડા જનરલ અશ્ફાક કાપાનીને મળ્યા હતાં અને તેમની વચ્ચે પાકિસ્તાનનાં વાયવ્ય પ્રાંતમાં તાલિબાની સામેની સૈન્ય કાર્યવાહી અંગે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે.