home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

જેક્સનના આકસ્મિક મૃત્યુ ફરતે ગૂંથાયા રહસ્યના તાણાવાણા

લોસ એન્જેલસ, તા.૨૬

દંતકથા સમાન પોપસ્ટાર માઇકલ જેક્સનની વિદાઇના એક દિવસ પછી પણ તેના મૃત્યુના કારણને લઇને રહસ્ય અકબંધ રહ્યું છે. શરુઆતમાં જેક્સનનું મોત હ્‌દયરોગના હુમલાને કારણે થયું હોવાના અહેવાલો વહેતા થયા હતા, જો કે હવે સત્તાધીશોએ ઓટોપ્સીનું પરિણામ આવતા પણ એક અઠવાડિયાનો સમય લાગશે એમ જણાવતા રહસ્ય વઘુ ઘેરુ બન્યું છે. લોસ એન્જેલસ પોલીસના ડિટેક્ટીવ વિભાગના અધિકારીઓએ પણ જેક્સનના ઘરની ઝીણવટપુર્વકની તપાસ કરી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જેક્સનના મૃતદેહનો ટોક્સીકોલોજી ટેસ્ટ દ્વારા સાચુ કારણ જાણી શકાશે.

પોપસ્ટારના મૃતદેહની ઓટોપ્સીનો અહેવાલ એક સપ્તાહ પછી આવશે

માઇકલ જેક્સનના પ્રવકત્તા બ્રિયાન ઓક્સમેને જણાવ્યું હતું કે આગામી ૧૩મી જુલાઇએ લંડનમાં યોજાનાર કોન્સર્ટની તૈયારી માટે માઇકલ જેક્સન નિયમીતપણે રિહર્સલમાં ભાગ લેતો હતો, અને તે ગંભીરતાપૂર્વક રીહર્સલ કરતો હતો. લંડન કોન્સર્ટ સાથે માઇકલ જેક્સન શ્રેણીબદ્ધ ૫૦ લાઇવ પર્ફોમન્સ આપવાનો હતો, જો કે એ પહેલા જ કંિગ ઑફ પોપની અચાનક વિદાયને કારણે રહસ્યના તાણાવાણા સર્જાયા છે. લોસ એન્જેલસના સત્તાધીશોએ જેક્સનના મૃતદેહની ઓટોપ્સી શુક્રવારે કરવાની જાહેરાત કરી હતી, જો તે અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ જાણવા માટે એક સપ્તાહનો સમય લાગશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુનું કારણ ઝેર નથી એ જાણવા માટે કરાયેલા ટેસ્ટનું પરિણામ આવતા અઠવાડિયું લાગશે. આ ટેસ્ટ દ્વારા જેક્સને માદક દ્રવ્ય, આલ્કોહોલ કે અન્ય દવાઓ લીધી હતી કે નહિ એ પણ જાણી શકાશે.

માઇકલ જેક્સનના મૃત્યુ થયું એ વખતના સંજોગો અંગે થોડીઘણી વિગતો જ જાહેર થયેલી છે. ઇમરજન્સી સારવાર માટેની તબીબોની ટીમ જ્યારે જેક્સનના નિવાસસ્થાને પહોંચી ત્યારે તે લગભગ બેભાન અવસ્થામાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો, જો કે ડોક્ટરો જેક્સનને બચાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા. તેના મૃતદેહને બાદમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માઇકલ જેક્સન પોતાના આરોગ્યને લઇન સતત ચંિતિત હતો એટલે જ છેલ્લા કેટલાક મહિનાઓથી તે ચહેરો ઢાંકીને રાખતો હતો.

ભૂતકાળમાં માઇકલ જેક્સન મનોરંજન જગતનો સૌથી ધનવાન વ્યક્તિ હતો, જો કે જીવનના અંતિમ સમયમાં તે દેવાદાર બન્યો હતો. જેક્સન અંદાજે ૪૦ કરોડ ડૉલરથી વઘુના દેવામાંથી બહાર નિકળવા માટે જ આગામી મહિને ૫૦ કોન્સર્ટ કરવાનો હતો.

Copyright   © Gujarat Samachar