home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

(-ઃ વાત વાતમાં ઃ-)

માયાવતીનાં પૂતળાંની માયા!

માયાવતીએ લખનૌમાં પોતાનાં એટલાં બધાં પૂતળાં મૂકાવ્યાં છે કે હવે લોકો સરનામાં પણ આ રીતે સમજાવતાં થઇ ગયા છે...

‘‘દેખિયે, આપ યહાં સે સીધે જાઇએ, વહાં ચૌરાહે પે એક માયાવતીજી કા પુતલા આયેગા. વહાં સે દાંયે મુડ જાઇએ. તો આગે જાકર એક બડા ચૌક આયેગા, વહાં માયાવતીજી કા એક બડા પુતલા આયેગા. ઉસ પુતલે સે બાંયે મુડકર આગે એક છોટા પુતલા આયેગા, વહાં સે દાંયે જાયેંગે તો એક આધા પુતલા આયેગા ઔર વહાં સે બાંયે જાયેંગે તો એક મુસ્કુરાતા પુતલા આયેગા... બસ વહાં સે ભાઇસાબ, આપ બિલકુલ સીધે સીધે ચલે જાઇએ... માયાવતીજી કે ચાર પુતલે છોડકર પાંચવા જો પુતલા આયેગા ઉસી કે સામને હૈ આપ કા યે માયામૂર્તિ ભવન!’’

* * *

હમણાં તો માયાવતીજી સત્તામાં છે એટલે જ્યાં ફાવે ત્યાં પોતાનાં પૂતળાં મુકાવે રાખે છે. પણ જ્યારે સત્તા જતી રહેશે ત્યારે શું?

...ત્યારે આમાંના અડધાં પૂતળાં હટાવી દેવામાં આવશે અને બાકીના અડધાં ઘૂળ ખાતાં, ગંદકીમાં સબડતાં રહેશે.

પણ એ પછી જો ભૂલેચૂકે માયાવતીજી માત્ર લખનૌ શહેરનાં મેયર તરીકે ચૂંટાઇ ગયાં તો ખુરશીમાં બેસતાંની સાથે હુકમ છોડશે ‘‘જાઓ! જાકર લખનૌ શહર કે સારે કૌવોં ઔર કબૂતરોં કો પકડ કે લાઓ! મુઝે ઉન કા હિસાબ બરોબર કરના હૈ...’’

‘‘મગર મેડમજી, કૌવોં ઔર કબૂતરોં કા ક્યા કસુર?’’

‘‘કસુર?’’ માયાવતીજી ડોળા કાઢીને ઘાંટો પાડશે ‘‘યે કૌવે ઔર કબૂતર... પિછલે દો સાલ સે મેરે પુતલોં પે ચરકતે રહે હૈં!!’’

- મન્નુ શેખચલ્લી

Copyright   © Gujarat Samachar