કાંકરેજના રાણકપુર અને ઝાલમોર ગામે એટ્રોસિટી
થરા,તા.૨૬
કાંકરેજ તાલુકામાં દલિતો ઉપર અત્યાચાર સામાન્ય બાબત બની જવા પામી છે. તાલુકાના રાણકપુર તેમજ જૂના ઝાલમોરમાં ના.પો.અધિક્ષક રાઠોડ સંભાળી રહ્યા છે. થરા પોલીસ મથકની હદના રાણકપુર ગામના ટીનાભાઇ વાઘાભાઇ ની રીક્ષા આગળ આ કામના તહોમતદાર કાળુભા જીતુભા વાઘેલા તેમજ મહેન્દ્રસંિહ માઘુભા વાઘેલા, બન્ને રહે. રાણકપુર વાળાઓ ગત ૨૫મીએ તેમની રીક્ષા રાખીને ટીનાભાઇને ગાળો બોલી માથાકૂટ કરીને જાતિ વિષયક અપમાનિત શબ્દો જાહેરમાં બોલ્યા હતા.
જાતિ અપમાનિત શબ્દો બોલી માર મારતાં નોંધાવેલ ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ
આ અંગે ટીનાભાઇની ફરિયાદના આધારે થરા પોલીસે ગુનો નોંધી જેના આધારે ના.પો.અધિક્ષક રાઠોડે બન્ને આરોપીને પકડી પાડી વઘુ ઝાલમોર ગામની સીમના ખેતરમાં કાશીભાઇ જેસુંગભાઇ દલિત લીમડાના ઝાડનું ડાળુ જે તૂટેલું હતું. તહોમતદાર જ્યંતિભાઇ અરજણભાઇ પટેલ, જીતાભાઇ ધરમશીભાઇ પટેલ, અરજણભાઇ ધરમશીભાઇ પટેલ, ત્રણેય રહે. જુના ઝાલમોર વાળાઓએ મળી ગુનામાં એક બીજાની મદદ કરી ફરીયાદીની પત્ની પાસેથી ધારીયું છીનવી લઇ અમથીબેનને ધક્કો મારી કાશીભાઇને જમણી આંખ ઉપરના ભાગે કપાળ ઉપર ધારીયાના ઘા ઝીંક્યા હતા. તેમજ જમણા હાથના ખભા ઉપર પણ ઉંધા ધારીયા વડે માર મારી ગડદાપાટુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલ્યા હતા. આ અંગે શિહોરી પોલીસે ગુનો નોંધાવ્યો હતો.