યુનિવર્સિટીની બી.એડ. કોલેજોમાં ૪૦ ટકા જેટલી બેઠકો ખાલી રહી
ભાવનગર, શુક્રવાર
યુનિવર્સિટીની બી.એડ્. કોલેજોમાં ૪૦ ટકા જેટલી બેઠકો ખાલી રહી હોઈ પુનઃ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે.
પુનઃ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા કુલપતિ સમક્ષ કરાયેલી રજૂઆત
યુનિવર્સિટીના કુલપતિને કરાયેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષે બી.એડ્. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પ્રવેશફોર્મ ઓછા આવ્યા હોવાથી ભાવનગર યુનિ.ની દરેક બી.એડ્. કોલેજોમાં મોટા ભાગની બેઠકો ખાલી રહી હતી. આ પરિસ્થિતિ અન્ય યુનિવર્સિટીઓમાં પણ થતાં અન્ય યુનિવર્સિટીએ કોલેજોને પ્રવેશફોર્મ ન ભર્યુ હોય તેવા લધુત્તમ લાયકાત ધરાવતા પ્રવેશાર્થીઓને પણ કોલેજ કક્ષાએ પ્રવેશ આપવા સૂચના આપતા સૌરાષ્ટ્ર યુનિ. સહિતની બી.એડ્. કોલેજો સીધા પ્રવેશ માટે છેલ્લા થોડા દિવસોથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આથી ભાવનગર યુનિ. ના વિદ્યાર્થીઓએ કે જેઓએ ભાવ. યુનિ. નું પ્રવેશફોર્મ ન ભર્યુ હોય તેવા વિદ્યાર્થીઓ બહાર જતાં રહેતા હોવાથી ભાવ. યુનિ. ની બી.એડ્. કોલેજોએ બી.એડ્. પ્રવેશ પ્રક્રિયા પુનઃ હાથ ધરવાની યુનિ.ના વાઈસ ચાન્સેલર સમક્ષ રજૂઆત કરતા યુનિ.એ દરેક કોલેજોની રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. તેમ એક યાદીમાં જણાવ્યું હતું.