home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

સરકારી તંત્રની નગ્ન વાસ્તવિક્તા ઃ સળંગ દસ વર્ષથી
સિવિલમાં યુરોલોજીના ડૉ. કેતન દેસાઇને હાજરી વિના પગાર!

અમદાવાદ,

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર યેનકેન પ્રકારે છેલ્લા પાંચ વર્ષથી કબજો જમાવવામાં સફળ થતાં ગુજરાતની સિવિલ હોસ્પિટલના યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડને અંદાજે છેલ્લા દસવર્ષથી ઘરે બેઠા પગાર ચુકવવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. કાઉન્સિલ પર વર્ચસ્વ ધરાવતાં આ ડોક્ટરને બચાવવા માટે નિયમોમા ફેરફાર કરીને ફુલ ટાઇમ હાજર રહી દસ હજારના પગાર સામે બહાર પ્રેકટીસની છૂટ આપવાનો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, આ નિયમમાં પણ ફૂલ ટાઇમ હાજર રહેવું ફરજીયાત છે. નિયમનું પાલન ન કરનારા ડોક્ટરો પર સજા અને નિયમોનો કોરડો વંિઝતા ડીન અને પી.જી.ડાયરેક્ટર ઉપરાંત સરકાર પણ આ શખ્સ સામે એક શબ્દ સુઘ્ધા ઉચ્ચારી શકતી નથી આ સરકારી તંત્રની નગ્ન અને નરી વાસ્તવિક્તા છે.

મેડિકલ કોલેજોમાં કરોડોનાં કૌભાંડોમાં જેનું નામ વિવાદાસ્પદ બન્યું છે તેને સરકાર કેમ છાવરે છે?

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તમામ ડોક્ટરો માટે ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન ન કરનારા ડોક્ટર પર ડીન અથવા તો પી.જી.ડાયરેક્ટર દ્વારા કડક પગલાં લેવામાં આવતાં હોય છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વર્તમાન પ્રેસીડન્ટ સિવિલના યુરોલોજી ડિપાર્ટમેન્ટ પ્રોફેસર હેડ તરીકે અંદાજે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવે છે. મહત્વની વાત એ કે આ દસવર્ષમાં તેઓએ કયારેય વિદ્યાર્થીઓને ભણાવ્યા જ નથી. સિવિલના યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં ડોક્ટરો અને પટ્ટાવાળા પણ કહે છે કે અમે અમારા ડિપાર્ટમેન્ટ હેડને વર્ષોથી જોયા નથી.

સૂત્રો કહે છે કે કદાચ કોઇ વાર આ મહાશય સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવે તો પણ તેઓ પોતાના ડિપાર્ટમેન્ટમાં બેસવાના બદલે પી.જી.ડાયરેક્ટરની ઓફિસમાં બેસે છે. ઉલ્લેખનીય છે કે સિવિલમાં ડીન અને પી.જી.ડાયરેક્ટરની ઓફસ આમને-સામને છે. જયાં સુધી આ વ્યકિત પી.જી.ડાયરેક્ટરની ઓફિસમાં બેસે ત્યાંસુધી ડાયરેક્ટર બહાર આંટા-ફેરા મારવા નીકળી જતાં હોય છે. સિવિલના નિયમ પ્રમાણે ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં અઘ્યાપક ડોક્ટરોને ૩૦ દિવસની રજા અને વધારે ૩૦ રજા જોતી હોય તો રાજય સરકારની મંજુરી લેવી પડતી હોય છે. આજસુધી કયારેય આ ડોક્ટરે સરકારની મંજુરી લીધી ન હોવાનું સૂત્રો કહે છે. સિવિલના એકપણ ડીન આજસુધી આ વ્યકિતની સામે બોલી શકયા નથી.ભૂતકાળમાં એક ડીને આ શખ્સની સામે અવાજ ઉઠાવવા પ્રયાસ કર્યો ત્યારે તેમની બદલી કરી દેવામાં આવી હતી.

સિવિલના જેટલા ડોક્ટરોએ અવાજ ઉઠાવવા પ્રયાસ કર્યો તે તમામની બદલીઓ કરી નાંખવા ઉપરાંત સામે પડનારા કેટલાકની કારર્કિદી પણ પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. સવારે ૯ થી ૫ દરમિયાન હાજર રહીને દર્દીને તપાસવાની વાત તો દૂર આ વ્યકિતને પોતાના ડિપાર્ટમેન્ટમાં કેટલા દર્દીઓ છે તેની પણ જાણકારી હોતી નથી. ભૂતકાળમાં સંઘ પરિવાર અને યુવા મોરચા સાથે સંકળાયેલા ડોક્ટરોએ ભેગા મળીને ડો.કતન દેસાઇની દાદાગીરી ખતમ કરવા પ્રયાસ કર્યો ત્યારે તમામની બદલીઓ કરી દેવામાં આવી હતી. કાઉન્સિલમાંથી તેમની દાદાગીરી દૂર કરવા અમુક ડોક્ટરોએ પ્રયાસો કર્યા ત્યારે સરકાર તરફથી તમામ પ્રક્રિયા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતુ.ં

સિવિલના જુદા જુદા ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટરો કહે છે કે સિવિલમાં તેમની ઇચ્છા વિના પાંદડુ પણ હલી શકતું નથી. ડીન અને પી.જી.ડાયરેક્ટર પણ તેમના આર્શિવાદથી નોકરી બચાવી રહ્યા છે. સરકાર અને આરોગ્ય વિભાગના મંત્રી સહિત તમામ આ વાતથી વાકેફ હોવાછતાં તેમને પુછવાની પણ હંિમત કરી શકતાં નથી. સામે પડનારા ડોક્ટરોએ નોકરી ગુમાવવા ઉપરાંત ઉચ્ચ કારર્કિદી છોડીને ગુમનામ જીંદગી વિતાવી હોવાના અનેક કિસ્સા સિવિલમાં જોવા મળે છે. ડોક્ટરો અને સિવિલ સાથે સંકળાયેલા અધિકારીઓને એક જ પ્રશ્ન સતાવે છે કે સરકારની એવી તે કઇ મજબૂરી છે કે એક વ્યકિતની સામે નતમસ્તક બનીને ચુપચાપ તમાસો જોયા કરે છે. વર્ષો સુધી નોકરી પર ન આવવા છતાં પગાર ચાલુ રાખીને સરકાર ભવિષ્યમાં આવનારી નવી પેઢીની શું શીખ આપવા માંગે છે.મેડિકલ કોલેજોમાં કરોડોના કૌભાંડોમાં કેતન દેસાઇનું નામ વિવાદાસ્પદ બન્યું છે તેને સરકાર કેમ છાવરે છે? તેવો પ્રશ્ન પણ સિવિલના ઉચ્ચ તબીબો કરી રહ્યા છે.

Copyright   © Gujarat Samachar