home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
ભુજના વાલદાસનગરનો બનાવ
આર્થિક સંકડામણથી કંટાળી પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત

ભુજ,તા.૨૬

શહેરના વાલદાસનગરમાં રહેતા પ્રૌઢે આર્કથિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. જયારે નાગિયારીમાં પ્રૌઢાને અને ભુજોડીમાં યુવાનને ઝેરી જનાવર કરડતા સારવાર માટે ખસેડાયા હતાં.

નાગિયારીમાં પ્રૌઢાને ભુજોડીમાં યુવાનને જીવજંતુ કરડતા ઝેરી અસર

ભુજ શહેરના વાલદાસ નગરમાં રહેતાં જેરામ શીવજી સથવારાએ ૧૮ દિવસ પૂર્વે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવતા અંજારની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, મરણ જનારે આર્થિક રીતે સંકળામણથી આ પગલું ભર્યું હતું.

ભુજ તાલુકાના નાનીયારી ગામે રહેતાં સકીનાબેન મામદ (ઉ.વ.૬૦) ગત રાત્રિનાં ૧૦ વાગ્યે પોતાના ઘરે જમીને બેઠા હતા, ત્યારે જમણાં પગમાં ઝેરી જીવજંતુ કરડતાં સારવાર માટે ખસેડાયા હતાં. ભુજ તાલુકાનાં ભુજોડી ગામે ગત રાત્રિનાં ૧૦ વાગ્યે પોતાના ઘરે વરજુ રાજા રબારી (ઉ.વ.૪૦)ને સર્પે દંશ દેતાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ભુજ ખસેડેલ છે.

Copyright   © Gujarat Samachar