home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ગુંદાળામાં શ્રમિક પરિવારના ચાર ભૂલકા આગમાં હોમાયા
ઉના પાસે ઝૂંપડું સળગી ઉઠતા ત્રણ બહેનો અને એક ભાઈના મોત

ઉના, તા.૨૬

ઉના નજીક ગુંદાળા ગામમાં દિવાની ઝાળથી ઝૂંપડું સળગી ઉઠતા આ ઝૂંપડાની અંદર સૂતેલા શ્રમિક પરિવારની ત્રણ પૂત્રી અને એક પૂત્રના આગની જ્વાળાથી મોત નિપજ્યા હતાં.

વીજળી ગૂલ થતા સળગાવેલો દિવો નીચે પડ્યો અને કેરબામાં રહેલા કેરોસીને પળવારમાં સર્જી કરૂણાંતિકા

તાલુકાનાં ગુંદાળા ગામે હરીજનવાસમાં ઝૂંપડું બાંધીને રહેતા મકવાણા મનસુખભાઈ પિતામ્બરભાઈ (ઉ.વ.૩૪) પોતાનાં ઝૂંપડાની બહાર સુતા હતા. જ્યારે ઝૂંપડામાં તેમની પત્ની મંજુલાબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.૩૨) તેમની પુત્રીઓ અસ્મિતા (ઉ.વ.૧૦), સરસ્વતિ (ઉ.વ.૯) જયશ્રી (ઉ.વ.૮) તેમજ તેમનાં બે પુત્રો પરેશ (ઉ.વ.૭) તથા હસમુખ (ઉ.વ.૩) રાત્રીનાં ઝૂંપડામાં સુતા હતા. અચાનક મોડી રાત્રીના વિજળી ગુલ થઈ જતાં ઝૂપડામાં દિવો પેટાવી એક ડબ્બા ઉપર રાખેલ હતો. રાત્રીના અકસ્માતે દિવો ડબ્બા ઉપરથી પડતા બાજુમાં પડેલા કેરોસીનનાં કેરબાને અડી જતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઝૂપડામાં આગ ફેલાઈ ગઈ હતી.

ઝૂપડામાં રાડારાડ થઈ જતા બહાર સુતેલા મનસુખભાઈ જાગી જતા આ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ સ્તબ્ધ બની ગયા હતા અને તેમનો પરીવાર આગની લપેટમાં હોય તેમના બચાવવા તેઓ પણ આગમાં કુદી પડ્યા હતાં. આ પરીવારની હૃદયદ્રાવક ચંિચિયારીઓથી આજુબાજુમાં રહેતા લોકોને એમ થયું કે વન્ય હંિસક પ્રાણીઓની આવન જાવન હોય આ દેકારો થઈ રહ્યો છે. જેથી લોકો બહાર નીકળ્યા હતા પરંતુ આ વિકરાળ આગના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતાં. પરીવારને બચાવવા એકત્ર થયેલ લોકોએ તુરત પાણીનો મારો ચલાવ્યો હતો અને ગુંદાળા ગામના સરપંચે ઉના પોલીસ તેમજ ફાયરબ્રિગેડ તથા ૧૦૮ ઈમરજન્સીને જાણ કરતા તુરતજ ઘટનાસ્થળે પહોંચી આ પરીવાનરા સભ્યોને ઘરની બહાર કાઢી તુરત ઉના સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતાં.

ત્યાં પ્રાથમિક સારવાર આપી પરિસ્થિતિ વઘુ ગંભીર હોય વઘુ સારવાર અર્થે જૂનાગઢ લઈ જવાતા રસ્તામાં અસ્મિતા મનસુખ (ઉ.વ.૧૦) સરસ્વતિ મનસુખ (ઉ.વ.૯) તથા તેમનો ભાઈ હસમુખ મનસુખ (ઉ.વ.૩)નું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની માતા મંજુલાબેનતથા તેમની પુત્રી જયશ્રીની હાલત તબીબોએ ગંભીર હોવાનું જણાવેલ હતું. બાદમાં જૂનાગઢ ખાતે જયશ્રીનું પણ મોત થયું હતું. બીજી તરફ મનસુખભાઈ તથા તેમના પુત્ર પરેશની હાલત સુધારા ઉપર હોવાનું જાણવા મળેલ છે.

Copyright   © Gujarat Samachar