કચ્છી નૂતન વર્ષની ઉજવણીમાં મુખ્યમંત્રી સહભાગી બન્યા કચ્છની ધરતીને સૂર્યશક્તિનું મંદિર બનાવવાના દિવસો દૂર નથી ગાંધીનગર ગઇકાલે અષાઢીબીજના દિવસે કચ્છી નૂતન વર્ષના વિશિષ્ટ ઉજવણી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છની ધરતી ઉપર સૂર્ય ઉર્જાના નવા યુગનો પ્રારંભ થઇ રહ્યો છે. કચ્છના આઘુનિક વિકાસનો કાયાપલટ થઇ ગયો છે અને કચ્છની ધરતીને સૂર્યશક્તિનું મંદિર બનાવાશે તે દિવસો હવે દૂર નથી. કચ્છની ધરતી આજે વિકાસમાં કાયાપલટ કરીને આઘુનિક બની ગઇ છે ઃ નરેન્દ્ર મોદી ઝારાડુંગર ખાતે યોજાયેલા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીએ ઝારા ડુંગરના ઐતિહાસિક યુઘ્ધના શહિદોને ગાર્ડ ઓફ ઓનરની પોલીસ સલામી આપી હતી. આ અવસરે જશસંચયના વ્યવસ્થાપન માટે તૈયાર થયેલા ૭૧ ચેકડેમોનું મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે કચ્છના ઇતિહાસની અસ્મિતા અને સંસ્કૃતિનું ખમીર સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ બને તે માટે ભાજપાએ જનભાગીદારીથી વિશ્વમાં કચ્છી પાડુઓને કચ્છના વિકાસમાં એક સુત્રે પરોવ્યા છે. કચ્છની ધરતી આજે વિકાસમાં કાયાપલટ કરીને આઘુનિક બની ગઇ છે. અષાઢીબીજ નિમિત્તે આયોજીત વિવિધ કાર્યક્રમોના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મઘ્યપ્રદેશના નાણા મંત્રી અને કચ્છી સપુત રાઘવજીભાઈ સાવલા ઉપસ્થિત રહ્યા હતા. |