| અડાજણમાં આર્યન ગુ્રપે એકને હોકીથી મારમારી પતાવી દીધો
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શુક્રવાર અડાજણ હરીચંપા પાર્ટી પ્લોટ સામે આર્યન ગુ્રપના ટોળાએ નજીવી બાબતે મહાદેવ કોલોનીના રહીશો પર જીવલેણ શસ્ત્ર વડે હુમલો કર્યા બાદ એકનું ઢીમ ઢાળી દેતા પોલીસ ૮નની ધરપકડ કરી હોવાની વિગતો સાંપડી છે. નજીવા ઝઘડામાં ટોળું તૂટી પડ્યું સમાધાન માટે વચ્ચે પડેલાને ફટકા મારતા મોત ઃ આઠની ધરપકડ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અડાજણ હરીચંપાની સામેની મહાદેવ નગર કોલોનીમાં ઘર પાસે ઉભા હતા. તે વખતે મહાદેવ કોલોનીમાં જ રહેતો રમેશ ઉર્ફે ગુલો કાળુ રાઠોડ પસાર થતો હતો. તે ધર્મેશ અને તેના મિત્રોને આંખો કાઢી જોતા જતો હતો. ધર્મેશે કહ્યું કે, ભાઈ શું જોઈ છે. તમે કહેતા રમેશ ઉર્ફે ગુલાએ ગાળો બોલી, આર્યન ગુ્રપને બોલાવીને હાથપગ તોડી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. દરમ્યાન ગઈકાલ ગુરુવારે રાત્રીના બોલાચાલી થયા બાદ આજે સવારે ૯.૩૦ કલાકે રમેશ ઉર્ફે ગુલો મહાદેવ થયા બાદ આજે સવારે ૯.૩૦ કલાકે રમેશ ઉર્ફે ગુલો મહાદેવ કોલોનીમાં રહેતા જીગ્નેશ રાજુ નાયક, રવિ રાજુ નાયકા, મનીષ ગણેશ નાયકા, તથા આર્યન ગુ્રપના અન્ય માણસોને લઈને ધર્મેશને મારવાની શરૂઆત કરતા અરવંિદ મોરાર નાયકા, ઉર્મિલાબેન ગણપત રાઠોડ, ગીરીશ બચુ રાઠોડ વચ્ચે છોડાવવા પડ્યા હતા. ઉશ્કેરાયેલા આર્યન ગુ્રપના માણસો એ ધર્મેશને માર માર્યો જ, પરંતુ વચ્ચે પડેલા અરવંિદ નાયકા અને ઉર્મિલાબેનને પણ હોકીના ફટકા મારી ઘાયલ કર્યા હતા. અરવંિદભાઈ નાયકાના માથમાં હોકીના ફકટો વાગતાં જમીન પર પડી ગયા હતા. તેમને તત્કાળ હોસ્પિટલ લઈ જવાતા અરવંિદભાઈનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી રમેશ ઉર્ફે ગુલો વિજય ભરતભાઇ, જીગ્નેશ રાજુ નાયકા, રવિ રાજુ નાયકા મનિષ ગણેશ નાયકા સહિત ૮ની ધરપકડ કરી હતી. તપાસકર્તા અડાજણ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.આર.દેસાઈના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી રમેશ ઉર્ફે ગણેશોત્સવમાં આર્યન ગુ્રપ હેઠળ કામ કરતો હતો. |