home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

બળાત્કાર- હત્યા કેસનો આરોપી નહીં ઝડપાતા તોફાનો
પંચમહાલના એક ગામનાં તમામ ઘર સળગાવાયાં ઃ ૨૩ રાઉન્ડ ગોળીબાર

લુણાવાડા,તા.૨૬

પંચમહાલ જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસંિહના ભેવાડા ગામમા ંઆજે માલીવાડ સમાજના ટોળાએ તેમનાજ સમાજની યુવતી ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના બનાવમાં આરોપીઓ ન ઝડપાતા આખા ગામને બાનમાં લીઘુ હતું. ગામમાં રહેતા પટેલ સમાજના ઘરોને નિશાન બાવીને આગચંપી કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ૨૩ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ અને આઠ ટીયરગેસના સેલ છોડયા હતા જેથી ટોળુ ઘટનાસ્થળેથી ભાગી ગયુ હતું. આ બનાવને પગલે હાહાકર મચી ગયો હતો.

ખાનપુર તાલુકાના મોકમસંિહના ભેવાડામાં ઉશ્કેરાયેલાં ટોળાએ આખા ગામને બાનમાં લીઘું ઃ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઇ તા.૧૭ જુને તાલુકાના ભગતના મુવાડા ગામે માઘ્યમિક શાળામાં ધો.૮માં અભ્યાસ કરતી સવિતા જીવાભાઇ માીવાડ (ઉ.વ.૧૬) પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હિચકારું કૃત્ય કરનાર આરોપીઓનો એક સપ્તાહ બાદ પણ કોઇ પત્તો મળ્યો નહતો. આજે માલીવાડ સમાજના અગ્રીણીઓ એકઠા થઇ બપોરે મામલતદાર કચેરી બાકોર ખાતે મામલતદાર, અને ડી.વાય.એસ.પી.ને રજુઆત કરીને આરોપીઓને કોઇપણ હિસાબે ઝડપી પાડી તેને સજા આપવા માટે રજુઆતો કરી હતી. જો કે એ પછી ટોળુ બેકાબુ બની મોકમસંિહના ભેવાડા પહોંચ્યા હતા અને ગામને ઘેરી લઇને ગામમાં ધસી આવ્યા હતા. ટોળાએ એક બાજુથી ઘરોને સળગાવવાનું શરુ કર્યુ હતુ. જેથી માલીવાડ સમાજ અને પટેલ સમાજના ટોળાઓ સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરુ કર્યો હતો. એક બાજુથી ઘરને સળગાવવાનું શરુ કરતા મોકમસંિહના ભેવાડા ગામમાંથી નાસભાગ શરુ થઇ ગઇ હતી. પહેરેલ કપડે લોકો ગામમાંથી ભાગ્યા હતા. બીજી તરફ બેકાબુ બનેલા ટોળાએ ઘરોમાં આગચંપી શરુ કરી હતી. અને પવન પણ ખુબ જોરશોરથી શરુ થતા જોત જોતામાં બંન્ને બાજુની ઘરોની લાઇન આગની ઝપટમાં આવી ગઇ હતી. બેકાબુ ટોળાએ ઘરોમાં આગચંપી શરુ કરતા મોકમસંિહના ભેવાડાના ગ્રામજનોએ રોકકળ શરુ કરીને ઘર છોડીને નાસી ગયા હતા. બેકાબુ ટોળાએ ચારેય બાજુ પથ્થરો અને આડસો મુકી દીધા હતા જેથી મોટા વાહનો ન પ્રવેશી શકે. તોફાનીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

બીજી તરફ બેકાબુ ટોળાએ ઘરોમાં આગચંપી કરતા ૪૦ ઘરોની વસ્તીમાંથી આશરે ૨૫ ઘરો સળગી ઉઠયા હતા. ત્રણસો ઘરની વસ્તી ધરાવતા મોકમસંિહના ભેવાડા ગામ અગનજવાળાઓથી ઢંકાઇ ગયુ હતું. ઘટનાની જાણ થતાજ જિલ્લા કલેકટર, ડી.એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતની પોલીસ કુમક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે ૨૩ રાઉન્ડ ફાયરીંગ કરવુ પડયું હતુૂં. જયારે ૮ ટીયરગેસના સેલ છોડયા હતા, ત્યારે માંડ માંડ પરિસ્થિતિ કાબુમાં આવી હતી. પરંતુ તે પહેલાં તો મોકમસંિહના ભેવાડા ગામ અગ્નિની જવાળામાં સ્વાહા થઇ ગયુ હતું. ખેતરો, ઘરવખરી, સોના ચાંદીના ઘરેણા, રૂપિયા સહિત ઘરો સ્વાહા થઇ જતા લોકોએ પણ ભારે આક્રોશ ઠાલવીને જણાવ્યું હતું કે કોઇપણ હિસાબે આરોપીને ઝડપી પાડો.

મોકમસંિહના ભેવાડા ગામમાં આગની અગનજવાળાઓમાં કમુબેન વજીભાઇ પટેલ (આશરે ૧૦૦ વર્ષ ઉપર) અગાસીમાં સુતા હતા તેમનો આબાદ બચાવ થયો હતો. તેમને આગની લપેટમાં જાનના જોખમે બચાવી માંડ બહાર કાઢયા હતા માજીના મુખમાંથી એકજ વાત નીકળી હતી કે રામે જીવ બચાવ્યો. મોકમસંિહના ભેવાડા ગામની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયની લાગણી ફેલાઇ જવા પામી છે.

Copyright   © Gujarat Samachar