| સંખેડાના અલ્હાદપુર- બાંગાપુરા ગામ વચ્ચે પેસેન્જર જીપની અડફેટે બાઇક સવારનું મોતબોડેલી,તા.૨૬ બોડેલી નજીકના સંખેડા તાલુકાના અલ્હાદપુર અને બાંગાપુરા ગામ વચ્ચેના માંકણી ગામના બે મુસ્લીમ યુવાનો બાઇક પર બોડેલીથી માંકણી જઇ રહ્યા હતા. તે દરમ્યાન બાઇકની પાછળ આવતી પેસેન્જર જીપના ચાલકે ટકકર મારતાં બાઇક સવાર એક ૧૩ વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. એક યુવાને ગંભીર રીતે ઘવાયો હતા. જ્યારે અન્ય એક રહદારી યુવાનને બાઇકની અડફેટે આવતા પગે ફેકચર થયું હતુ. તેઓને બોડેલી ખાતે પ્રાથમિક સારવાર આપી વડોદરા ખાતે ખસેડાયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માંકણી ખાતે રહેતા પઠાણ સલીમખા મંહમદખા તથા ઝુબેર સત્તારમેમન ઉ.વ.૧૩ બંને પોતાના કામ અર્થે બાઇક પર બોડેલી ગયા હતા. મૃતક ઝુબેર સતાર બરફ વેચી ઘરનું ગુજરાન ચલાવતો હતો ઃ માંકણી ગામમાં શોકની લાગણી ત્યાં પોતાનું કામ પતાવી માંકણીને અન્ય એક યુવાન જે બોડેલી ખાતે દરજીની દુકાનમાં કામ કરતો મલેક અસ્લમ સાબીર તેઓ સાથે બેસી ત્રણેય જણ માંકણી જવા માટે નિકળ્યા હતા. બાઇક અલ્હાદપુરાથી બાંગાપુરા વચ્ચે રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે પાછળથી પેસેન્જર ભરેલી પુરપાટ દોડતી જીપના ચાલકે બાઇકને ટક્કર મારતા હવામાં ફંગોળાઇને રોડ પર પટકાઇ હતી. જેમાં ઝુબેર સત્તારમેમન નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે બાઇક ચાલક સલીમ પઠાણને માથામાં ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પીટલમાં રીફર કર્યો હતો. અને ત્રીજો યુવાન મલેક અસ્લમના હાથે ફેકચર થતા તેને બોડેલીની ખાનગી હોસ્પીટલમાં છે.મૃતક કિશોર ઝુબેર સત્તારમેમનનાઘરની આર્થિક સ્થિતિ નબળી હોવથી તે અભ્યાસની સાથે તેના પિતાની બરફની લારી પર પણ બેસી મદદ કરતો હતો. ઝુબેરના મોતના સમાચાર સાંભળી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતુ. |