દહેગામમાં પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગાંધીનગર,શુક્રવાર ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ડાંગર તલાવડી પાસે આવેલી વસાહતમાં આજે વહેલી સવારે મામાના ઘરે આવેલી પાંચ વર્ષની બાળકીને પાડોશમાં જ રહેતા યુવાને ઉઠાવી જઇને પોતાની વાસના સંતોષી આ બાળકીને ઘર પાસે મુકી ગયો હતો. આ બનાવ અંગે બાળકની માતાને જાણ થતાં બાળકીને સારવાર માટે દહેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસ મથકમાં બાળકીની માતાએ હવસખોર યુવાન વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની હંિમતનગરથી ધરપકડ કરી છે. બળાત્કાર કરનાર યુવાનની હંિમતનગરથી ધરપકડ, આરોપી પકડાઇ જતાં દહેગામ બંધનું એલાન મોકુફ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ડાંગર તલાવડી પાસે રેલવે ક્રોસંિગની બાજુમાં આવેલી વસાહતમાં કડીયા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી મહેમાનો આવ્યા હતા. તેમાં અમદાવાદના કુબેરનગરમાંથી પણ આ પરિવારની પુત્રી પોતાના પતિ અને ત્રણ બાળકીઓ સાથે લગ્નમાં ભાગ લેવા માટે આવી હતી. મામાના ઘરે બે દિવસથી આવેલી આ ત્રણ ભાણીઓ ગઇકાલે આખો દિવસ રમતી હતી અને ગઇકાલ રાત્રે આ પરિવાર સુઇ ગયો હતો તેવામાં આજે વહેલી પરોઢે આ વસાહતમાં જ રહેતો ૧૯ વર્ષિય યુવાન વિજય ડાહ્યા સલાટ નાની સાથે સુઇ રહેલી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો અને નજીકમાં આવેલા ખેતરમાં લઇ જઇ પોતાની વાસના સંતોષવા માટે બાળકી ઉપર તુટી પડ્યો હતો. તેણે બળાત્કાર કરી બાળકીને ઘર પાસે મુકી ગયો હતો. વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યે બાળકીને રડતી જોઇને તેની માતાએ કારણ પૂછતા તેણીએ પેટમાં દુખાવાની વાત કરી હતી. પરંતુ બાળકીના ગુપ્તાંગોમાંથી લોહી વહેતું જોઇને બાળકીની માતા હેબતાઇ ગઇ હતી અને તુરત જ તેને સારવાર માટે દહેગામના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી. ફરજ પરના તબીબે બાળકી ઉપર બળાત્કાર ગુજારાયો હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ બનાવ અંગે દહેગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. બાળકી પાસેથી પાડોશી યુવાન વિશે જાણવા માટે પોલીસે પ્રયત્નો શરૂ કર્યા હતા તેવામાં આ વસાહતમાંથી એક યુવાન લાપત્તા જણાયો હતો. પોલીસે વસાહતમાં રહેતા ચાર-પાંચ યુવાનોના ફોટા બાળકીને બતાવ્યા ત્યારે બાળકીએ તેના ઉપર બળાત્કાર ગુજારનાર યુવાન વિજયને ઓળખી બતાવ્યો હતો. પોલીસે આરોપી વિજય ડાહ્યા સલાટને મોડી સાંજે હંિમતનગરથી પકડી પાડ્યો છે. ઘાયલ બાળકીને વધારે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. |