ફિલ્મી ગપસપ...! કરીના, સૈફ અને પ્રાણાયમ સૈફને એક બાળકની જેમ સાચવતી કરીનાએ તેને યોગાસન અને વ્યાયામ કરવા મનાવી લીધો છે. હવે બેબો અને સૈફ સાથે જ યોગાસનો અને પ્રાણાયામ કરે છે. આ અનુભવ પછી સૈફ પણ ઘણો બદલાઈ ગયો છે. હવે તેનું મગજ શાંત થઈ ગયું છેઅને તે સ્વસ્થતા અનુભવે છે. બેબોની વાત કરીએ તોે ‘કમબખ્ત ઈશ્ક’ માટે ૬ ઈંચના પાતળી એડીના જૂતા પહેરી નાચતી કૂદતી અને ચાલતી વખતે કરીનાને ઘણી તકલીફ થઈ હતી. તેના પગ દુઃખતા હતા તેમ જ પગમાં આંટણ પણ પડ્યું હતું. પરંતુ આ બઘું સહન કરીને તેને શૂટંિગ પૂરું કર્યું હતું. આ પાછળ તેની બડી દીદી કરિનાની પ્રેરણા જવાબદાર છે. જેણે ‘દિલ તોે પાગલ હૈ’ માં એક ચૂસ્ત અને મેટાલિક ડ્રેસ પહેરી ડાન્સ કર્યો હતો આ સમયે તેની ત્વચા પર ઊઝરડા પડી ગયા હોવા છતાં તેણે ચૂં કે ચાં કર્યું નહોતું. ઈમરાન ખાન - ભારતનો આદર્શ નાગરિક લોકોને મત આપવાની સલાહ આપતા ઈમરાને મત આપ્યો નહીં એ કારણે અમારા આ વિધાન પર હસવાની જરૂર નથી. હકીકત તો એ છે કે ઈમરાન અમેરિકન નાગરિક છે. ભારતમાં કામ કરતો હોવા છતાં તે બીજા દેશને ટેકસ આપતો હોવાથી ભારતને અન્યાય થતો ટાળવા માટે તેણે અમેરિકાનું નાગરિકત્વ પાછું આપીને ભારતનું નાગરિકત્વ મેળવવા માટેના ચક્રો ગતિમાન કરી લીધા છે. આ પરથી મત નહીં આપનારા લવ બર્ડ પ્રિયંકા અને શાહિદના પાસપોર્ટ તપાસવાનું યાદ આવી ગયું. અનુષ્કા શર્મા પોતાનું ભલું શામાં છે સમજી લે એક ફિલ્મ જૂની અનુષ્કા શર્માએ હવે થોેડા શાણા થવાની જરૂર છે. પોતાના તાળી મિત્રો અને સાચા મિત્રો વચ્ચેનો તફાવત અનુષ્કા જેટલી સમજી લે એટલું સારું છે. સાંભળવા મળ્યા પ્રમાણે આ ખૂબસુરત છોકરી તેના કેટલાક ‘સારા મિત્રો’ની સલાહ માની શરીર પર રોજ કિલોના હિસાબે ચરબી જમાવતી જાય છે. આ મિત્રોએ તેના મગજમાં ધૂસાડ્યું છે કે વજન વધારવાથી તે બોક્સ ઓફિસ તેમ જનતાના દિલમાં પોતાનું સ્થાન મેળવી શકશે. અમને ખબર છે ત્યાં સુધી જનતા અને બોક્સઓફિસના દિલ આટલા મોટા તો ક્યારેય નહોતા! એક પાર્ટીમાં તેના મિત્રોની વણઝાર સાથે આવેલી અનુષ્કાને જોઈ લોકોને એક મોટો આઘાત લાગ્યો હતો. હવે આદિત્ય કે રાણી અનુષ્કાના મગજમાં ભરાયેલા વહેમ દૂર કરે તો સારું. કરીના અને પ્રિયંકા જેવી બોક્સ ઓફિસની પ્રિય અભિનેત્રીઓને બાજુએ મૂકીએ તો સામાન્ય છોકરીઓને પણ જનતા અને બોક્સ ઓફિસના ગમા-અણગમાની ખબર છે. |