home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર

શેરબજાર

મેઘરાજાની મહેર શરૂ થતાં અને બજેટની અટકળો સાથે એશીયાના બજારોમાં સુધારા પાછળ
બેંક, કેપિટલ ગુડઝ, આઈટી, રિયાલ્ટી શેરોમાં શોર્ટ કવરીંગે સેન્સેકસ ૪૧૯ પોઈન્ટ ઉછળ્યો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર

વૈશ્વિક આર્થિક રિકવરી મુદ્દે દેશો-દેશો વચ્ચે વિરોધાભાસી નિવેદનોના દોરમાં યુરોપ પોઝિટીવ બોલે તો સામે અમેરિકા નેગેટિવ વાતો કરે અને હવે અમેરિકી ફેડરલ રિઝર્વ આર્થિક રિકવરીનો સંકેત આપે તો યુરોપ ઘસાતું ચિત્ર દર્શાવે એ દોરમાં હવે ચીનની સેન્ટ્રલ બેંકે સુપર સોવરેઈન કરન્સીની વાત છંછેડી આઈએમએફ પાસેથી વર્લ્ડ રિઝર્વ કરન્સીના ફંડની કેટલીક જોગવાઈ કરવી જોઈએ એવા નિવેદન વચ્ચે આજે ફરી આર્થિક રિકવરી આગળ વધવાનો માહોલ ઊભો કરીને વૈશ્વિક શેરબજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. સપ્તાહના અંતિમ દિવસે મુંબઈ શેરબજારોમાં આરંભિક સાવચેતી અને ખાસ ગઈકાલે ગુરૂવારે ડેરીવેટીવ્ઝમાં જૂન વલણના અંતે એફઆઈઆઈઝની રૂ.૧૪૮૨ કરોડના શેરોની વેચવાલીના આંકડાએ મંદીનું સાહસ ખેડવા જનારાના વેચાણો પકડીને વીકલી ખેલો કરવા ટેવાયેલાઓના ડબ્બા ડૂલ કરવા જ છેતરામણા ઈરાદાએ માત્ર દિગ્ગજો, મેલી મુરાદવાળાઓએ બજેટ, બજેટ, બજેટના પ્રોત્સાહનોના નામે લેણમાંથી છૂટવારૂપી તેજીના વાદળો વરસાવ્યા હતા. અને સપ્તાહના અંતે રહી રહીને મેઘરાજાની મુંબઈ સાથે દેશના ઘણા સ્થળોએ શરૂ થયેલી મ્હેરની આડમાં ખપતો માલ ઓફ લોડ કરવાનો મોકો ઝડપ્યો હતો. બેંકંિગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, નિકાસલક્ષી ઉદ્યોગોને બજેટમાં પ્રોત્સાહનોની શક્યતાએ આજે એના થકી આર્થિક રિકવરીને વેગ મળવાના અંદાજે આજે બેંક, મેટલ, આઈટી, કેપિટલ ગુડઝ શેરો, રીયાલ્ટી શેરોમાં તેજીનો ચમકારો લવાયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૪૩૪૫.૬૨ સામે ૧૪૩૭૩.૫૭ ખુલીને આરંભમાં જ ૧૫૦ પોઈન્ટ જેટલો ઉંચકાઈ એક તબક્કે આ ઉછાળો ૭૦થી ૭૫ પોઈન્ટ મર્યાદિત રહી ગયા બાદ વીકલી-ડબ્બામાં વેપાર કરવા ટેવાયેલાઓને વેચાણો કાપવાની ફરજ પાડીને મેલીમુરાદવાળા-મહારથીઓએ તોફાન મચાવવાનું શરૂ કર્યું હતું. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટરલાઈટ, લાર્સન, ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, મારૂતી સુઝુકી, સ્ટેટ બેંક, ડીએલએફ, એચડીએફસી સહિતના શેરો ઉછળીને સેન્સેક્ષને એક તબક્કે ૪૩૬.૩૨ પોઈન્ટ ઊંચકાવી ઉપરમાં ૧૪૭૮૧.૯૪ સુધી લઈ જઈને અંતે ૪૧૯.૦૨ પોઈન્ટના ઉછાળે ૧૪૭૬૪.૬૪ મથાળે બંધ મૂકાયો હતો.

ફ્રી-ફલોટ નિફટીનો પ્રથમ દિવસે જ મજબૂત ઉછાળો ઃ વેઈટેજ ઘટેલા શેરોમાં ફંડો લેવાલ?

એનએસઈનો નિફટી કેશ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૨૪૧.૮૫ સામે ૪૨૪૩.૯૫ ખુલીને ઉપરમાં ૪૩૮૩.૭૫ સુધી જઈને અંતે ૧૩૩.૬૫ પોઈન્ટનાં ઉછાળે ૪૩૭૫.૫૦ બંધ મૂકાયો હતો. જૂન વલણના આરંભિક સાવચેતીમાં ખેલંદાઓને એફઆઈઆઈઝની વેચવાલીના મોટા આંકડામાં ઉતારી મૂકાયા બાદ મંદીનો વેપાર કરનારાઓને વીકલી ડબ્બામાં સપડાવી દેવાના જ બદઈરાદાએ હેવીવેઈટ શેરોમાં છાપાછાપ છેતરામણી લેવાલી કરીને શોર્ટ કવરીંગ કરવા મજબૂર કરી દેવાયા હતા. સંપૂર્ણ માર્કેટ કેપિટલાઈઝેશન પઘ્ધતિને બદલે હવે નિફટી ફ્રી-ફલોટ થવાની સાથે હવે નિફટીમાં ઓએનડજીસી, એનટીપીસી, સેઈલ, પાવર ગ્રીડ, નાલ્કો સહિતના વેઈટેજમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આમ ફ્રી-ફલોટ માર્કેટ કેપિટલાઈઝેશન પઘ્ધતિના આજથી અમલ સાથે નિફટી સંગીન મજબૂતીએ બંધ રહ્યો હતો. વેઈટેજ ઘટેલા શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ શરૂ થયાની ચર્ચા હતી.

નિફટી જુલાઈ ઉપરમાં ૪૩૯૨ થઈ ૪૩૮૪ઃ બેંક નિફટીમાં તેજીના છેતરામણા ફૂંફાળા?

ડેરીવેટીવ્ઝમાં નિફટી જુલાઈ ફયુચર ૫૬૫૬૬૨ કોન્ટ્રકટસમાં રૂ.૧૨૨૧૯ કરોડના ટર્નઓવરે ૪૨૫૯.૭૦ સાણે ૪૨૯૯ ખુલીને નીચામાં ૪૨૫૨.૧૫ થઈ ઉપરમાં ૪૩૯૨.૧૦ સુધી જઈ છેલ્લે ૪૩૮૪ બોલાતો હતો. નિફટી કોલ ૪૪૦૦ અને ૪૫૦૦ સ્ટ્રાઈટ રેટથી આજે છેતરામણી લેવાલી થયાની ચર્ચા હતી. જયારે બેંક નિફટીમાં પણ લેણ કરીને અટવાયેલાઓની છૂટવારૂપી આજે ફૂંફાળા મારતી તેજી જોવાઈ હતી.

બેકંિગ ક્ષેત્રે બજેટમાં પ્રોત્સાહનોની શક્યતા અને ઈન્ફ્રાસ્ટ્રકચપ ક્ષેત્રે અપાતા ધિરાણ પરના વ્યાજ દરમાં રાહતોની ધારણાએ આજે બેંક, ઈન્ફ્રા., રીયાલ્ટી શેરોમાં આકર્ષણ જોવાયું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫૫.૬૦ ઉછળીને રૂ.૭૫૪.૩૫, સ્ટેટ બેંક રૂ.૪૪.૬૦ વધીને રૂ.૧૭૪૮.૯૫, એચડીએફસી રૂ.૫૭.૪૦ વધીને રૂ.૨૪૩૫.૫૦, એચડીએફસી બેંક રૂ.૩૨.૩૦ વધીને રૂ.૧૪૯૬.૭૦ વિપ્રો રૂ.૯.૧૦ વધીને રૂ.૩૮૩.૭૦, હિન્દુસ્તાન યુનીલીવર રૂ.૬.૧૦ વધીને રૂ.૨૬૫.૩૫, એસીસી રૂ.૧૭.૧૦ વધીને રૂ.૭૯૯.૦૫ રહ્યા હતા.

રિલાયન્સ શેરોમાં શોર્ટ કવરીંગઃ કોમ્યુનિકેશન રૂ.૧૨, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૯, નેચરલ રૂ.૩.૨૦ વઘ્યા

રિલાયન્સ બન્ને ગુ્રપ કંપનીઓના શેરોમાં શોર્ટ કવરીંગ સાથે ફંડોની લેવાલીની ચર્ચાએ રિલાયન્સ કોમ્યુનિકેશન રૂ.૧૧.૮૦ વધીને રૂ.૩૧૨.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૯.૧૦ વધીને રૂ.૨૦૨૮.૬૫, આરઈએલ ઈન્ફ્રા. રૂ.૨૪.૭૦ વધીને રૂ.૧૨૬૪.૧૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફા. રૂ.૨૫.૫૦ વધીને રૂ.૯૯૭.૯૦, રિલાયન્સ નેચરલ રૂ.૩.૨૦ વધીને રૂ.૯૧.૩૫, રિલાયન્સ પેટ્રો. રૂ.૩.૯૦ વધીને રૂ.૧૨૫.૮૫ રહ્યા હતા.

બેંક શેરોમાં કોટક બેંક રૂ.૩૨.૭૦ ઉછળીને રૂ.૬૫૦, એક્સીસ બેંક રૂ.૪૧.૧૦ વદીને રૂ.૮૧૮.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩.૮૦ વધીને રૂ.૮૯.૬૫, પંજાબ નેશનલ બેક રૂ.૨૫.૮૦ વધીને રૂ.૬૫૫.૩૦, હતો.

કેપિટલ ગુડ શેરોમાં લાર્સન રૂ.૮૩.૫૦ ઉછળીને રૂ.૧૬૧૧.૨૦, જયોતિ સ્ટ્રકચર્સ રૂ.૬ વધીને રૂ.૧૨૬.૭૦, ગેમન ઈન્ડિયા રૂ.૮.૪૦ વધીને રૂ.૧૭૭.૩૦, સુઝલોન એનર્જી રૂ.૫.૫૦ વધીને રૂ.૧૨૩.૩૫, પુંજ લોઈડ રૂ.૯.૨૦ વધીને રૂ.૨૧૮.૧૫, સિમેન્સ રૂ.૧૯ વધીને રૂ.૪૯૮.૩૫, થર્મેક્સ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૪૧૦.૨૫, એબીબી રૂ.૨૭ વધીને રૂ.૭૮૯.૧૫, ભેલ રૂ.૬૮.૩૦ વધીને રૂ.૨૨૦૧.૫૦, હતા.

આઈટી ક્ષેત્રે બજેટમાં પ્રોત્સાહનોની ધારણા

ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગને બજેટમાં પ્રોત્સાહનોની ધારણા તેમ જ ઈન્ફોસીસના નંદન નિલકેનીની સરકારની મેગા બાયોમેટ્રિક આઈ કાર્ડ પ્રોજેકટ માટે નિમણૂક આઈટી શેરોમાં લેવાલી નીકળી હતી. ઈન્ફોસીસ રૂ.૬૯ વધીને રૂ.૧૮૨૬.૭૫, ટીસીએસ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૩૯૬.૯૦, એમ્ફેસીસ રૂ.૧૮.૯૦ વધીને રૂ.૪૦૮.૫૦, હતો.

રીયાલ્ટી શેરોમાં બિગબુલનું ફરી તોફાન

રીયાલ્ટી શેરોમાં બિગબુલના ફરી એચડીઆઈએલ પાછળ શરૂ થયેલા તોફાનમાં શેર રૂ.૨૫.૬૦ ઉછલીને રૂ.૨૫૨.૧૦, ઈન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૂ.૧૦.૩૦ ઉછલીને રૂ૨.૧૪.૬૫, આકૃતિ સિટી રૂ.૨૪.૪૦ વધીને રૂ.૫૧૨.૫૫, ઓર્બીટ કોર્પોરેશન રૂ.૭.૭૦ વધીને રૂ.૧૬૨.૧૫, ડીએલએફ રૂ.૭.૭૫ વધીને રૂ.૩૨૫.૫૫ રહ્યા હતા.

એ ગુ્રપના પ્રમુખ અન્ય વધનાર શેરોમાં આઈવીઆરસીએલ ઈન્ફ્રા. રૂ.૩૧.૫૫ ઉછળીને રૂ.૩૭૭.૭૫, વિડીયોકોન ઈન્ડસ્ટ્રી રૂ.૧૪.૪૫ ઊંચકાઈ રૂ.૧૮૧.૬૫, સિન્ટેક્ષ ઈન્ડસ્ટ્રી રૂ.૧૫.૮૦ વધીને રૂ.૨૨૨, ટોરન્ટ પાવર રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૬૯, લેન્કો ઈન્ફ્રાટેક રૂ.૨૪.૨૫ વધીને રૂ.૩૭૩.૯૫, આઈએફસીઆઈ રૂ.૩.૩૫ વધીને રૂ.૫૫.૫૫, સ્ટરલાઈટ રૂ.૩૫.૨૫ વધીને રૂ.૬૧૨.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩૩.૮૫ વધીને રૂ.૨૪૪૪.૦૫ હતા.

એશિયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૮૧.૩૧ પોઈન્ટ વધીને ૯૮૭૭.૩૯ હોંગકોંગનો હેંગસેંગ ૩૨૫.૨૩ પોઈન્ટ વધીને ૧૮૬૦૦.૨૬, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૩.૧૭ પોઈન્ટ વધીને ૨૯૨૮.૨૧, તાઈવાન વેઈટેજ ૫.૯૫ પોઈન્ટ વધીને ૬૪૬૩.૫૬, સંિગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ ૧૫.૪૯ પોઈન્ટ વધીને ૨૩૧૭.૯૫ મથાળે હતા.

Copyright   © Gujarat Samachar