કોમોડિટીઝ ચાંદીના વાયદામાં ઉછાળો ઃ સોનામાં જળવાયેલો ધીમો સુધારો ઃ ગિનીમાં જોરદાર કામકાજ એમસીએક્સ પર આજથી સોનું અને ચાંદી પ્રત્યેકમાં એચએનઆઈ ઓક્ટોબર, પીળા વટાણામાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર તથા ઓક્ટોબર એમ એકસાથે ચાર તેમ જ એટીએફમાં ઓગસ્ટ ઉપરાંત હીટિંગ ઓઈલમાં સપ્ટેમ્બર-૨૦૦૯ કોન્ટ્રેક્ટસ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવાયા હતા. આ સાથે જ ૨૫ જૂન, ૨૦૦૯ના રોજ પાકેલા એટીએફ વાયદાના કોન્ટ્રેક્ટનો ભાવ બેરલદીઠ રૂ.૩૭૬૬, સોનું-એચએનઆઈનો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૬૫૯, હીટિંગ ઓઈલનો યુએસ ગેલનદીઠ રૂ.૮૬.૨૦ તથા ચાંદી-એચએનઆઈનો કિલોદીઠ રૂ.૨૧૮૫૨ નિર્ધારિત કરાયો હતો. આ સાથે જ એક્સચેન્જે શનિવાર, ૨૭ જૂનથી પ્લેટિનમનો ડિસેમ્બર-૨૦૦૯ કોન્ટ્રેક્ટ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યાની જાહેરાત કરી હતી. ગત દિને એમસીએક્સ પર ૪,૩૪,૦૪૦ સોદામાં રૂ.૨૨,૬૫૫.૬૫ કરોડનું વોલ્યુમ થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.૮,૪૮૬.૩૭ કરોડનો હતો. સોનામાં રૂ.૫,૫૭૬.૩૩ કરોડ અને ચાંદીમાં રૂ.૨,૯૧૦.૦૪ કરોડના વેપાર થયા હતા. ક્રૂડ તેલમાં રૂ.૫,૪૬૭.૮૩ કરોડનાં ૧,૬૦,૫૫,૯૦૦ બેરલ્સનો ધંધો થયો હતો. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં એમસીએક્સ પર ૧,૬૪,૦૮૫ સોદામાં રૂ.૮,૩૭૨.૮૩ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.૩,૮૦૭.૭૩ કરોડનો હતો. સોનામાં -ગિની સહિત- ૩૨,૪૭૫ સોદામાં રૂ.૨,૫૧૪.૮૫ કરોડનાં ૧૭,૦૬૧ કિલોના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ કુલ ૧૮,૪૦૨ કિલોનો હતો. મિની વાયદામાં ૧૫,૭૬૧ સોદામાં રૂ.૩૦૬.૮૧ કરોડનાં ૨,૦૮૨ કિલોનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨,૫૭૯ કિલોનો હતો. ગિનીમાં ૫,૧૯૯ સોદામાં રૂ.૯.૩૭ કરોડની ૬૪ કિલો ગિનીનાં કામ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૧ કિલોનો હતો. સોનાના બધા વાયદામાં આજે રૂ.૨૬થી રૂ.૯૬ની રેન્જમાં સુધારો હતો. ચાલુ વાયદામાં ઓગસ્ટ રૂ.૨૬ વધી રૂ.૧૪,૭૦૫, ઓક્ટોબર રૂ.૨૮ વધી રૂ.૧૪,૭૦૯ અને ડિસેમ્બર સૌથી વધુ રૂ.૯૬ વધી રૂ.૧૪,૭૬૮ બંધ રહ્યો હતો. મિની વાયદા રૂ.૨૧થી રૂ.૩૯ની રેન્જમાં વઘ્યા હતા. જુલાઈ રૂ.૨૧ વધી રૂ.૧૪,૬૯૪, ઓગસ્ટ રૂ.૩૨ વધી રૂ.૧૪,૭૦૫, સપ્ટેમ્બર રૂ.૩૯ વધી રૂ.૧૪,૭૦૩ બંધ રહ્યા હતા. ગિનીમાં સુધારો વિશેષ હતો. ગિનીનો જૂન વાયદો રૂ.૧૨૩ સુધરી રૂ.૧૧,૬૯૪, જુલાઈ રૂ.૩૮ વધી રૂ.૧૧,૫૮૭ અને ઓગસ્ટ રૂ.૪૨ વધી રૂ.૧૧,૫૮૬ના ભાવ રહ્યા હતા. ચાંદીમાં ૨૭,૭૮૫ સોદામાં રૂ.૧,૨૯૨.૮૮ કરોડની ૫૬૮.૫૨૦ ટન ચાંદીનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૫૭૬.૪૪૦ ટનનો હતો. મિની વાયદામાં ૧૫,૯૫૧ સોદામાં રૂ.૨૦૯.૬૫ કરોડની ૯૨.૧૫૦ ટન ચાંદીનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૮૪.૭૧૦ ટનનો હતો. ચાંદીના એકમાત્ર ૨૦૧૦ના માર્ચ વાયદામાં રૂ.૧ના નજીવા ઘટાડાને બાદ કરતાં બધા વાયદા વઘ્યા હતા. ભાવ રૂ.૧૯૦થી રૂ.૨૧૯ની રેન્જમાં સુધર્યા હતા. ચાલુ વાયદામાં જુલાઈ સૌથી વધુ રૂ.૨૧૯ વધી રૂ.૨૨,૭૧૦ બંધ રહ્યો હતો. અન્ય ચાલુ વાયદામાં સપ્ટેમ્બર રૂ.૨૦૦ વધી રૂ.૨૨,૮૧૧, ડિસેમ્બર રૂ.૨૦૪ વધી રૂ.૨૨,૯૪૩ અને માર્ચ-૨૦૧૦ રૂ.૧ ઘટી રૂ.૨૩,૦૦૦ બંધ રહ્યા હતા. મિની વાયદામાં જૂન રૂ.૨૧૮ વધી રૂ.૨૨,૭૧૫, ઓગસ્ટ રૂ.૧૯૦ વધી રૂ.૨૨,૮૦૭, નવેમ્બર રૂ.૨૦૬ વધી રૂ.૨૨,૯૨૯ બંધ રહ્યા હતા. પ્લેટિનમમાં ૬૫ સોદામાં રૂ.૩.૮૯ કરોડનાં ૨૧ કિલોનાં કામ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩ કિલોનો રહ્યો હતો. પ્લેટિનમનો જૂન વાયદો રૂ.૩૬.૫૦ વધી રૂ.૧,૮૯૯.૫૦ અને સપ્ટેમ્બર રૂ.૨૭.૫૦ વધી રૂ.૧,૯૦૫.૫૦ રહ્યા હતા. બિનલોહ ધાતુઓમાં તાંબુ અને જસત ઢીલા હતા. નિકલમાં સુધારો હતો, જ્યારે એલ્યુમિનિયમમાં મિશ્ર વલણ હતું. સીસામાં પણ સુધારો હતો. તાંબાના ત્રણેય વાયદા ૫થી ૧૫ પૈસા અને જસતના ત્રણેય વાયદા ૫૫થી ૯૫ પૈસા ઘટ્યા હતા. નિકલના ત્રણેય વાયદા રૂ.૫.૮૦થી રૂ.૭.૮૦ જેટલા સુધર્યા હતા. એલ્યુમિનિયમમાં જૂન વાયદો ૫ પૈસા અને જુલાઈ ૧૫ પૈસા નરમ હતા, જ્યારે ઓગસ્ટ ૮૦ પૈસા સુધર્યેે હતો. સીસાના ત્રણેય વાયદા ૫થી ૬૫ પૈસા જેટલા વઘ્યા હતા. તાંબામાં ૩૩,૭૭૩ સોદામાં રૂ.૧,૪૧૭.૫૮ કરોડનાં ૫૭,૦૮૯ ટન, નિકલમાં ૧૮,૫૫૮ સોદામાં રૂ.૪૩૬.૩૧ કરોડનાં ૬,૧૪૭.૭૫૦ ટન, એલ્યુમિનિયમમાં ૧,૮૭૭ સોદામાં રૂ.૮૫.૪૯ કરોડનાં ૧૦,૬૨૦ ટન, સીસામાં ૬,૧૭૬ સોદામાં રૂ.૨૯૫.૫૩ કરોડનાં ૩૫,૬૦૫ ટન અને જસતમાં ૮,૨૯૭ સોદામાં રૂ.૩૮૦.૫૮ કરોડનાં ૪૯,૧૧૫ ટનના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ તાંબામાં ૨૬,૦૪૪ ટન, નિકલમાં ૨,૧૨૨.૫૦૦ ટન, એલ્યુમિનિયમમાં ૧૩,૮૩૦ ટન, સીસામાં ૧૯,૭૫૬ ટન અને જસતમાં ૩૦,૭૬૦ ટનનો હતો. એનર્જી વિભાગમાં ક્રૂડ તેલમાં રૂ.૧,૪૭૨.૩૧ કરોડનાં ૪૨,૭૯,૨૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં રૂ.૨૧૭.૭૪ કરોડનાં ૧,૧૧,૦૫,૦૦૦ એમએમબીટીયૂ અને હીટિંગ ઓઈલમાં રૂ.૬૭ લાખનાં ૭૫,૬૦૦ યુએસ ગેલનનના વેપાર થયા હતા. ક્રૂડ તેલનો જુલાઈ વાયદો રૂ.૧૨ અને ઓગસ્ટ રૂ.૮ ઘટવા સામે સપ્ટેમ્બર વાયદો રૂ.૩૧, ઓક્ટોબર રૂ.૪૫ અને ડિસેમ્બર રૂ.૬૭ વધીને બંધ રહ્યા હતા. રિફાઈન્ડ સોયાતેલમાં રૂ.૫૩.૯૬ કરોડનાં ૧૧,૧૨૦ ટન, સીપીઓમાં રૂ.૫૦.૨૮ કરોડનાં ૧૪,૨૫૦ ટન, ચણા-દિલ્હીમાં રૂ.૨૬.૫૮ કરોડનાં ૧૨,૦૨૦ ટન, એલચીમાં રૂ.૧૪.૩૭ કરોડનાં ૧૬૫ ટન, કપાસખોળમાં ૧૦ ટન, મેન્થા તેલમાં રૂ.૧૪.૫૨ કરોડનાં ૨૮૪ ટન, બટેટા-આગ્રામાં રૂ.૩૭.૫૨ કરોડનાં ૩૩,૭૨૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૂ.૧.૨૩ કરોડનાં ૧,૦૮૦ ટન, કાચા શણમાં રૂ.૧૫.૧૧ કરોડનાં ૫,૮૩૦ ટન, બદામમાં રૂ.૫.૯૬ કરોડનાં ૧૮૨ ટન અને ઘઉંમાં રૂ.૪.૪૭ કરોડનાં ૧૮૨ ટનનાં કામકાજ થયાં હતાં. |