home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય > દિનમહિમા

આજનો દિનમહિમા

આજે ૨૭ જૂન, આષાઢ સુદ પાંચમ, સામાન્ય દિવસ છે.

બંગાળના લોકપ્રિય સર્જક શરદબાબુ ચટોપાઘ્યાય

ભાષા, સમય અને સ્થળના સીમાડાઓ વટાવી - જે સર્જકોની સુગંધ હજી પણ લોકહૃદયમાં છે તેવા બંગાળના સર્જક સંમોહક નવલકથાકાર હતા શ્રી શરદબાબુ ચટ્ટોપાઘ્યાય. ૨૭-૬-૧૮૩૮માં બંગાળના હુગલીના દેવાનંદપુર ગામે તેમનો જન્મ થયો.

તેમની પલ્લી સમાજ, શ્રીકાન્ત, ચરિત્રહીન, પથેરદાબિ, વિરાજબહુ, નવલકથાઓએ જાદુ કરેલું. શરદબાબુએ એમની કથાઓમાં નાના મોટાં ગામડાઓનાં લોકજીવનને જીવતાં કરી દીધાં. એમની કથાઓનાં સ્ત્રીપાત્રો આજે પણ યાદ છે.

શરદબાબુની નારી કથાઓ ચુપચાપ પ્રેમ કરે જાય છે. સહન કરે જાય છે. ભીતર ભીતર સહન જ સહન કરવાનું છે. ‘શ્રીકાન્ત’ની રાજ લક્ષ્મી કહે છે, કેવી વિચિત્ર સ્ત્રી જાત - આ છે ? સ્ત્રીનું મન કેવી વિરાટ અને અકલ્પ્ય વસ્તુ છે ? તે તેમણે દર્શાવ્યું છે.

રાજલક્ષ્મી, રમા, અભયા, અનિદા, કિરણમયી, અચલા, કમલલતા, સાવિત્રી, શરદબાબુની સ્ત્રીપાત્ર સૃષ્ટિ લાગણીપ્રધાન છે. બુઘ્ધિ, સંસ્કાર અને હૃદયના આવેગોનું દર્શન છે. લાગણીશીલતા, વાસ્તવિક જીવનના સુખદુઃખ અને મનુષ્યમાત્રમાં રહેલી સદ્‌વૃત્તિ - આ બધાનાં અહીં સમન્વય છે.

તાપી જયંતિ ઃ તાપી સ્મરણે

તાપી નદી સૂર્યની પુત્રી છે. ભગવાન સૂર્યને દ્વિતીય પત્ની છાયાથી ચાર સંતાનો થયાં, શનિ-તપતી-વિષ્ટિ તથા સાવર્ણિમનુ. તાપી નદી શનિદેવની બહેન છે.

કહેવાય છે કે,

‘ગંગા થાને, ગોદા સ્નાને, રેવા દર્શને, તાપી સ્મરણે.’

- અર્થાત્‌ ગંગાના તટ સુધી પહોંચતાં જે પુણ્ય મળે, નર્મદાના દર્શન કરવાથી જે પુણ્ય મળે તે તાપીના સ્મરણમાત્રથી મળે છે.

Copyright   © Gujarat Samachar