home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય

સુપ્રભાતમ્‌

ÕTgî-ÃTúTT ø§A Õ´ÿT

¦T}ëTÖÃA uÃTà-iTVÕýT ¤

õAè ÃúT ã U§ºTÔýg

ã îZÃTeý© ýúT ®A}N«Uý³© ¤¤

લોકોની અવરજવર, (કુકર્મ કરતાં) ડર, લાજ- શરમ, વિનય- વિવેક અને ઉદારતા- આ પાંચ વસ્તુઓ જ્યાં ન હોય તેવા સ્થળમાં વાસ કરવો નહિ. - અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

આજનો દિન મહિમા

આજનું પંચાંગ

તા. ૨૭-૬-૨૦૦૯, શનિવાર અષાઢ સુદ પાંચમ- દ્વારકાધિશ પાટોત્સવ ‘‘ગુજરાત સમાચાર’’ના ભીષ્મપિતા સ્વ. શાંતિદાદાની ચોથા વર્ષની ચતુર્થ માસિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયાં કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયાં લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
જન્મરાશિ આજે જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે.

વિક્રમ સંવત ઃ ૨૦૬૫, શાકે- ૧૯૩૧, જૈનવીર સંવતઃ ૨૫૩૫.
વિક્રમ સંવત્સર ઃ શાર્વરી શક સંવત્સરઃ વિરોધી દક્ષિણાયન વર્ષા ૠતુ અષાઢ સુદ પાંચમ ને શનિવાર અષાઢી સ્કંધ પંચમી. વલ્લભાચાર્ય વૈકુંઠગમન દ્વારકાધિશ પાટોત્સવ, વ્યતિપાતયોગ રાત્રે ૧૨ ક. ૪૮ મિ.થી કાંકરોલી- દ્વારકાધિશજીનો પાટોત્સવ, મુંબઇ મુંકુંદરાયનો ઉત્સવ, વલ્લભચાર્યજીનો નિત્ય લીલા સંવરણ ‘ગુજરાત સમાચાર’ના ભીષ્મપિતા સ્વ. શાંતિદાદાની ચોથાવર્ષની ચતુર્થ માસિક પુણ્યતિથી.

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્તઃ ૧૯ ક. ૨૮ મિ.
સુરતસૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્તઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્તઃ ૧૯ ક. ૧૭ મિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૦ રજબ માસનો ત્રીજો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૭૮ બહમન માસનો તેરમો રોજ તીર.

આજનું ભવિષ્ય

તા. ૨૭-૦૬-૨૦૦૯

મેષઃ દિવસ દરમ્યાન કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહો. કામમાં સાનુકુળતા રહેવાથી કામ કરવાનો ઉત્સાહ જળવાઇ રહે

વૃષભઃ સહકાર્યકર વર્ગ- નોકર- ચાકર વર્ગની તકલીફના લીધે કામકાજમાં રૂકાવટ- વિલંબ જણાય. આપના કાર્યભારમાં વધારો થાય.

મિથુનઃ આપના કામમાં સાનુકુળતા પ્રગતિ જણાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં સાથ-સહકાર મળી રહેતા આનંદ થાય.

કર્ક ઃ આપના કામમાં વ્યસ્ત રહો. ધંધાકીય કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું થાય. નવી ઓળખાણ- મિત્રતા થાય.

સંિહઃ માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવું પડે. રાજકીય સરકારી કામમાં ઉતાવળે કોઇ નિર્ણયો કરવા નહીં. શાંતિ રાખવી.

કન્યાઃ આકસ્મિક ખર્ચ - ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય. બેંકના શેરોના કામમાં, વીઝા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી.

તુલાઃ કામની કદર- પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક વધે.

વૃશ્ચિકઃ આપના રોજંિદા કામકાજમાં વ્યસ્ત રહો. કામમાં પ્રગતિ જણાય. જમીન- મકાન વાહનના ખરીદ વેચાણમાં સાનુકૂળતા રહે.

ધન ઃ આપના રૂકાવટ- મુશ્કેલીમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. યાત્રા- પ્રવાસ મિલન- મુલાકાત થાય.

મકરઃ તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કોઇપણ કામમાં ઉતાવળ કરવી નહીં.

કુંભઃ અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સફળતા મળી રહે. જાહેર - સંસ્થાકિય કામમાં સાનુકૂળતા રહે.

મીનઃ અન્ય કર્મચારીનું કામ આપની પાસે આવવાથી આપના કામમાં દોડધામ - શ્રમમાં વધારો થાય. પરંતુ કામ થવાથી રાહત રહે.

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૨૭ જુન, ૨૦૦૯

આજથી શરૂ થઇ રહેલું આપનું જન્મવર્ષ સાનુકુળ રહે. આપના રૂકાવટ- મુશ્કેલીમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ આવે. આપના હરીફવર્ગ - ઇર્ષ્યા કરનાર વર્ગથી પીછેહઠ થાય. આપને દોડધામ રહે પરંતુ છેવટે કામમાં સફળતા રહેવાથી રાહત અનુભવો. વર્ષોન્તે એક બે મહત્વના કામમાં ઉકેલ આવવાથી આનંદ- ઉત્સાહ અનુભવો. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના નિર્ણયો લઇ શકો. મિલન-મુલાકાતમાં સફળતા મળી રહે. જાહેર સંસ્થાકિય કામમાં પ્રગતિ થાય. યશ-સફળતા મળી રહે. સ્ત્રી વર્ગને કામકાજમાં સાનુકુળતા રહે. વિદ્યાર્થીબંઘુને મિત્રવર્ગોથી હર્ષલાભ રહે.

Copyright   © Gujarat Samachar