પ્રસંગપટસત્તામાં
કડકાઇ અને રૂક્ષતા ચાલે છે મમતાની સફળતાથી
રાજકીય પક્ષો પરેશાનઆકર્ષક, દેખાવડી
કે રૂપાળી મહિલાઓ જાહેરસભાઓમાં લોકોની ભીડ એકઠી કરવા કે પ્રધાનમંડળને શોભાવવા
તેમને સમાવાય ત્યાં સુધીની તેમની રાજકીય યાત્રા હોય છે. પરંતુ ટોળાનું સંચાલન
કે વહિવટની ખુરશી પર આ રૂપાળાં ચહેરા સફળ થતા નથી. રાજકારણનો વહિવટ કૂટનીતિથી ભરેલો,
કિન્નાખોરીના દર્શન કરાવતો, અને જેવા સાથે તેવા પ્રકારનો હોય છે. આ ત્રણેય મુદ્દા
કોઈ રૂપાળી મહિલા રાજકારણીમાં હોય એ સ્વભાવિક છે પરંતુ આ ત્રણેય મુદ્દાનો અમલ કરવાનો
હોય ત્યારે ત્યાં દેખાવ કે સ્ટાઇલ કામ નથી આવતી પણ થોડા ‘મર્દાના-ટચ’ની
જરૂર પડે છે. એટલે કે થોડી રૂક્ષતા, થોડી કડક સ્ટાઇલ, તીખી અનેક્રોસ જબાન-બોલી, અને
થોડા મેલ-વોઇસ એટલે કે પુરૂષ જેવો થોડો ભારે અવાજની જરૂર પડે છે. જે મહિલા રાજકારણીમાં
આવા લક્ષણો હોય છે તેમને સત્તાની ખુરશી સુધી પહોંચતા કોઈ રોકી શક્તું
નથી. એકવાર સત્તાનો નશો આવા લોકોના મગજ પર ચઢી જાય પછી તેને ઉતારવો મુશ્કેલ
હોય છે. ભારતના કે વિશ્વના રાજકારણ
પર નજર કરશો તો એક વાત નોંધવી પડશે કે પુરૂષ રાજકારણી તેના આસિસ્ટન્ટ તરીકે
કે નંબર-ટુ તરીકે મહિલાને પ્રાધાન્ય આપતા ખચકાતો નથી; પરંતુ સત્તા પર
બેઠેલી મહિલા રાજકારણીને પુરૂષપ્રતિસ્પર્ધી તરીકેકે નંબર-ટુની પોઝીશન પર પણ ખપતો
નથી. ઇંદીરા ગાંધીથી માયાવતી
સુધીના સત્તાધીશ મહિલા રાજકારણીઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે
તેમણે ક્યારેય તેમની નજીકમાં કોઈ પુરૂષ રાજકારણીને નંબર-ટુનો કે આસિસ્ટન્ટનો હોદ્દો
આપ્યો નથી. દરેક મુદ્દે અપવાદ
હોય એમ આ મુદ્દે પણ અપવાદ છે. મેલ-ઇમેજ ધરાવતી મહિલાઓ સત્તા પર
બેસે છે; પરંતુ વસુંધરારાજે સંિધિયા આ બાબતે અપવાદ છે. તેઓ
દેખાવે આકર્ષક છે અને રાજસ્થાનના મુખ્યપ્રધાન પદે હતા. રાજકારણમાં કરવા
પડતા તમામ કાવાદાવાઓ વચ્ચે તેમણે તેમની સુંદર કાર્યક્ષમતા ટકાવી રાખી હતી
અને તેમાં કોઈ મેલ-છાંટ ઉભી થવા દીધી નથી. તાજેતરમાં ખાદીના કાપડના
પ્રચાર અર્થે યોજાયેલા ફેશન શોના રેમ્પ પર વસુંધરા રાજે સંિધિયાએ કેટવોકમાં
ભાગ લીધો ત્યારે સૌ આંખો ચોળતા રહી ગયા હતા. જો કે તેમના અવાજમાં ‘મેલ-છાંટ’
હતી. તાજેતરની ચૂંટણીમાં હાર્યા છતાં તેમનો દમામ તેમણે જાળવી રાખ્યો હતો. ઇંદીરા
ગાંધીને તો કેબીનેટમાં એકમાત્ર ‘મર્દ’ કહેવાતા હતા. તેમના મળતીયાઓ
ઇંદીરા ઇઝ ઇન્ડિયા એમ કહેતા પણ નહોતા શરમાતા. ઇન્દીરા ગાંધીનો ડર
એવો હતો કે સામાન્યકોંગીજન તેમનાથી દુર ભાગતો હતો. આજે જે ડાબેરી પક્ષોના
ટેકાથી સોનિયા ગાંધીએ ચાર વર્ષ શાસન ચલાવ્યું તે ડાબેરી પક્ષોઅને ઇંદીરા
ગાંધીને ઉભ્ભેય નહોતું બનતું. ઇન્દીરા ગાંધીએ કટોકટી વખતે ડાબેરીનેતાઓને
વીણી-વીણીને જેલમાં નાખી દીધા હતા. ઇન્દીરા
ગાંધી તેમની યુવાનીમાં ખુબ આકર્ષક હતા પંરતુ તે ભાગ્યે જ બોલતા હતા. તેઓ
ગુંગી ગુડીયાના નામે ઓળખાતા હતા. જો કે બાદમાં તેઓ ધમાકેદાર બોલતા
થયા હતા પરંતુ રાજકારણમાં ખાધેલી થાપટો અને એકલસૂરા સ્વભાવને કારણે તેઓ રૂક્ષ
બની ગયાહતા અને તેમના વર્તનમાં પુરૂષ-છાંટ આવવા લાગી હતી. દેખાવે આકર્ષક એવા
મહિલા રાજકારણીઓમાં બ્રિન્દા કરાટ, સુષ્મા સ્વરાજ, અંબિકા સોની, જયાપ્રદા,
પ્રિયાદત્ત વગેરેનો સમાવેશ થાય છે. અહીં સાંસદોના સમાવેશ કરાયો છે,
વિધાનસભા સ્તરે આવા અનેક ચહેરાઓ નજરમાં આવે છે. ડાબેરીપક્ષોના
રૂક્ષ, કડક અને સત્તા સાથે છાશવારે આડું વેતરતા નેતાઓની વચ્ચે બ્રિન્દા કરાટ
કે સુહાસીની જેવા નેતાઓ કંઇક વિશેષ પ્રતિભા ઉભા કરી શકનારા છે. સુહાસીનીજી તો બહુ
આગળવધવા તૈયાર નથી પણ ડાબેરી સુપ્રિમો પ્રકાશ કરાટના પત્ની બ્રિન્દા કરાટ આગળ
વધવા ઘણા ધમપછાડા કરે છે. પરંતુ તેઓ રૂક્ષ નથી બની શક્તા. સરકારમાં ટેકેદાર
હોવા છતાં સરકાર વિરોધી તમામ દેખાવોમાં એ જોવા મળશે, સરકાર વિરોધી
દેખાવો દરમ્યાન અનેકવાર તેઓ સરકાર સામે તીખી જબાનનો ઉપયોગ કરી ચૂક્યા
છે; પણ રાજકારણમાં આગળ તેઓ વધી શક્તા નથી. તાજેતરમાં
નંદીગ્રામની ઘટનાઓમાં ગામવાસીઓની તરફેણ કરીને બ્રિન્દા કરાટે છવાઈ જવાનો
પ્રયાસ કર્યો હતો. પક્ષની નીતિની વિરૂઘ્ધ જઇને જ તેમણે પક્ષની ટીકાઓ એટલા માટે
કરી હતી કે તેમને સૌથી વઘુ ટીવી કવરેજ મળે અને પોતે પબ્લીકના નેતા છે એમ સૌ સમજે. જયલલિથાએ
એકવાર પોતાના પક્ષના ટોચના પુરૂષ રાજકારણીને કહ્યું હતું કે મારી પાસે કોઈ કામ
કરાવવું હોય તો આંખમાં આંખ પરોવીને વાત કરવાની કોશિશ નહીં કરવાની; આંખ નીચે
રાખીને વાત કરવાની !! માયાવતી તો એટલી
સખતાઈ બતાવતા હતા કે કોઈ રાજકીય કાર્યક્રમમાં સ્ટેજ પર તેમના સિવાય બીજા કોઈ નેતાની
ખુરશી પણ ના હોવી જોઇએ !! કોંગ્રેસના ડમ્પી-એહમદ માયાવતીના પક્ષમાં જોડાયા
ત્યારે તેમને હતું કે પોતે બહુજન સમાજપાર્ટીમાં નંબર-ટુને રહેશે. પરંતુ માયાવતીએ
તેમને પહેલા દિવસથી જ બાજુમાંબેસવાના બદલે સામે શ્રોતાઓની સાથે બેસતા
શીખવી દીઘું હતું. આખરે ડમ્પી-એહમદે માયાવતીને રામ-રામકરી દીધા
હતા, ત્યારે માયાવતીએ કહ્યું હતું કે ઐસે લોગ હમારે સામને નહીં ટીક સકતે હૈં... |