યંગગર્લ્સમાં ડિઝાઈનર પર્સની ઘૂમફેશનની
દુનિયામાં હંમેશા વિવિધતા જોવા મળે છે. તેમાં પણ પર્સની તો વાત જ ન પૂછો
! હાલમાં બજારમાં વિવિધ પ્રકારની ડિઝાઈન, કલર્સ અને બ્રાન્ડ જોવા મળે છે. ખાસ કરીને
કોલેજીયન ગર્લ્સમાં અને વર્કીંગ વુમનમાં ડિઝાઈનર પર્સની ડિમાન્ડ વઘુ જોવા મળે છે. પર્સ વિશે
એક દુકાનદાર કહે છે કે, ‘‘અત્યારે કોલેજીયન યુવતીઓ મોંઘા
પર્સની જ પસંદગી કરે છે. ખાસ તો ફિલ્મોમાં વપરાતા પર્સની તો ડિમાન્ડ વઘુ જોવા
મળે છે. બજારમાં લેધર, કોટન, જ્યુટનાં મટીરીયલ્સનાં પર્સ વઘુ જોવા મળે છે. તેમાં
કલર્સની વરાયટી મળતી હોવાથી ચોઈસ પણ મળે છે. પર્સમાં ઝોબાની સ્ટાઈલ પણ ખૂબ જ ચાલે
છે. પર્સમાં મોતીકામ, જડતર, ભરતકામ, ડાયમંડનું વર્ક કરવામાં આવે છે. આ પર્સમાં રૂા.
૨૫૦થી લઈને રૂ. ૫૦૦૦ સુધીની વેરાઈટી જોવા મળે છે. જો કે અમુક વર્કીંગ વુમન તો
બ્રાન્ડેડ પર્સ પર જ પસંદગી ઉતારે છે.’’ લેટેસ્ટ
બ્રાન્ડનાં પર્સ ખરીદતી શ્રેયા પટેલ કહે છે કે, ‘‘હું કોર્પોરેટ ફિલ્ડમાં
જોબ કરું છું. તેથી પાર્ટીમાં જવાનું થતું હોવાથી બ્રાન્ડેડ પર્સની જ પસંદગી કરી
છે. આ બ્રાન્ડેડ પર્સમાં બ્લેક એન્ડ રેડનું કોમ્બીનેશન છે. આ પર્સની ડિઝાઈન એકદમ
એકસ્ટ્રા ઓડિનરી છે. ખાસ તો દરેક ડ્રેસીંગ જોડે પર્સ મેચીંગ પણ થાય છે. આ પર્સ
લુકવાઈઝ પણ એકદમ રીચ લાગે છે. આ પર્સની કંિમત રૂ. ૪૦૦૦ છે. ખાસ તો પર્સ લેધર
મટીરીયલ્સનું પર્સ હોવાથી જ પસંદગી ઉતારી છે.’’ આવી
જ રીતે પર્સની શોખીન રુચિતા જાની કહે છે કે, ‘‘હું કોલેજમાં મેચીંગ ડ્રેસ
મુજબ જ પર્સની ખરીદી કરું છું. મારી પાસે આશરે ૨૫ જેટલાં અવનવાં પર્સ છે. પર્સમાં
કલર્સ અને ડિઝાઈનમાં પણ વેરાયટી છે. હાલ તો ભરતકામ ભરેલું ડિઝાઈનર પર્સની ખરીદી
કરી છે. તેમાં સાદુ ભરત, મોતીકામ અને ડાયમંડ વર્ક પણ કરવામાં આવ્યું છે. આ
પર્સ સ્પેશિયલ હેવી ડ્રેસ માટે જ ખરીદ્યું છે. આ પર્સની કંિમત રૂા. ૧૫૦૦ છે. પરંતુ આ પર્સ
પાર્ટી ડ્રેસમાં સાથે લઈ જવાથી ઈમ્પરેશન પણ ચેન્જ થાય છે.’’ બ્રાન્ડેડ પર્સમાં અલગ જ ક્વોલિટી,
કલર્સ અને ડિઝાઈન જોવા મળે છે. તેમાં પણ યુનિક હોય છે. ખાસ તો પર્સમાં ક્વોલિટીનું
ઘ્યાન રાખવામાં આવે છે. બ્રાન્ડેડ પર્સની કંિમત રૂ. ૧૦૦૦થી લઈન રૂા. ૧૦,૦૦૦ સુધીની
જોવા મળે છે. હાલમાં ફિલ્મ અભિનેત્રીઓની બ્રાન્ડેડ પર્સની પણ ઘણી જ ડિમાન્ડ જોવા મળે
છે. પર્સનાં આકારમાં પણ વેરાયટી જોવા મળે છે. તેમા ંયુ, વી, રાઉન્ડ જોવા મળે છે. આવી
જ રીતે પર્સમાં ડિઝાઈનર ડ્રેસની પણ ઘૂમ જોવા મળે છે. |