શહેરમાં
વસતા લોકો ટ્રેકીંગ દરમિયાન કુદરતને
નજીકથી નિહાળીને અવનવા અનુભવો મેળવે છેનેચર
લર્વર્સ એટલે કુદરતને પ્રેમ કરનાર. જેઓ કુદરતનાં તત્ત્વો જેવા કે પશુ,
પક્ષી અને વૃક્ષોને પ્રેમ કરે છે, પરંતુ ખરા અર્થમાં પર્યાવરણ પ્રેમી એને કહેવાય કે જેઓ
કુદરતનાં ખોળે જઈને તેમનો સહવાસ માણે. આવા પર્યાવરણ પ્રેમીઓ કુદરતને
માણવા માટે ટ્રેકીંગનો સહારો લઈ રહ્યાં છે. હાલમાં
જ રાજપીપળા ખાતેના ટ્રેકીંગમાં જઈ આવેલા ટ્રેકીંગનાં શોખીન નરેશ અગ્રવાલ કહે છે કે હું
છેલ્લાં ૨૨ થી ૨૩ વર્ષથી ટ્રેકીંગ કરું છું. ટ્રેકીંગ કરવાથી કુદરતની નજીક જવાનો
લ્હાવો મળે છે. વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ખાસ તો વ્યક્તિમાં રહેલી નેતૃત્વની કળા, નવા
મિત્રો બનાવવાની સમજ કેળવાય છે. આ ઉપરાંત ધીરજ અને નવી સંસ્કૃતિ સમાજ સાથે કેવી
રીતે વર્તવું તેની પૂરતી સમજણ મળે છે. ટ્રેકીંગમાં જવાથી પડતી મુશ્કેલીનો સામનો કરતા
પણ શીખે છે. જેનો જીવનમાં ઘણો જ ઉપયોગ થાય છે. સાચે જ ટ્રેકીંગ દ્વારા જીવનની સત્યતાને
સમજી શકાય છે. આ ઉપરાંત કુદરતની નજીક જવાનો અદ્ભૂત અનેરો આનંદ છે. આવી
જ રીતે ટ્રેકીંગ માટે ડૉ. જાગૃતિ ખૂબ જ કોન્સીયસ છે. તેઓ વી.એસ. હોસ્પિટલ ખાતે પ્રોફેસર
અને ગાયનેકોલોજીસ્ટ તરીકેની કામગીરી કરે છે. તેઓ કહે છે કે હાલમાં જ રાજપીપળા ખાતેનાં
ટ્રેકીંગમાં જવાની ઘણી જ મઝા આવી હતી. તેમાં પણ કરજણ ડેમ અને જૂનારાજ ગામમાં ચાલવાની
તો વાત જ ન પૂછો! ટ્રેકીંગ સમયે રસ્તામાં પણ વિવિધતા જોવા મળે છે. અમુક વખતે
સીધા, આડાં અથવા લપસીને પણ ચાલવાનું થાય છે. ખાસ તો, રેગ્યુલર એન્વાયરમેન્ટથી
દૂર જઈને કુદરતનાં તત્ત્વોનો આનંદ માણવો તે ઘણી જ મોટી વાત
છે. તેમાં પણ નોર્મલ પબ્લીક પ્લેસ કરતાં એવા સ્થળોએ ટ્રેકીંગ કરવામાં આવે છે. જ્યાં
હજુ સુધી લોકો પહોંચ્યા નથી. તે જગ્યાએ ટ્રેકીંગ કરવાની વાત જ અલગ છે. ટ્રેકીંગ
કરવાથી નવા મિત્રોની સાથે સાથે સંબંધોનો પણ વિકાસ થાય છે. ટ્રેકીંગમાં
ૠતુઓનો પણ અલગ જ અસર જોવા મળે છે. આના વિશે પ્રશાંત શાહ કહે છે કે, શિયાળામાં પાણી,
ઉનાળામાં જંગલ અને ચોમાસામાં ઘાસનાં જંગલોમાં ટ્રેકીંગ કરવામાં આવે છે. મોટેભાગે
તો યુવાનોમાં સાહસિકતાનો વિકાસ થાય છે. તેઓ દુર્ગમ વિસ્તાર જેવાં કે જંગલો,
રણ તરફ જઈને કુદરતને માણે તે ઘણી જ અગત્યની વાત છે. ખાસ તો પર્યાવરણનો વિકાસ
થાય તે ઘણી જ જરૂરી છે. બિઝનેસમેન ઉપરાંત
ડીઝાઈનીંગ ક્ષેત્રમાં આગળ ભરતભાઈ મહેતા કહે છે કે, આઈ લવ એન્વારમેન્ટ. મને નવી નવી
જગ્યાએ જવાનો ખૂબ જ શોખ છે. તેમાં પણ ટ્રાવેલીંગ તો મારી હોબી છે. હાલમાં જ રાજપીપળા
ખાતે ટ્રેકીંગ કર્યું છે. સાચે જ ટ્રેકીંગ કરવાથી લાઈફ સ્ટાઈલ ચેન્જ થઈ જાય છે. ટ્રેકીંગથી હેલ્થમાં
પણ સુધારો થાય છે. ટ્રેકીંગમાં જવાથી વિકટથી વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે કામ
કરવું તેની પૂરતી સમજણ મળે છે. ખાસ તો પક્ષી, પર્વતો, નદી અને ઈતિહાસ જાણવા મળે
છે. નેચર લર્વર્સ માટે ટ્રેકીંગ એક સરળ ઉપાય
છે. ટ્રેકીંગમાં જવાથી દુર્ગમ વિસ્તારોને જાણી શકાય છે. આ ઉપરાંત અલગ અલગ લોકો
સાથે મિત્રતાનો પણ વિકાસ થાય છે. |