home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ઓનલાઇન

ઉમેદવારોની પસંદગી માટે ટફ ફાઈટ ઃ પક્ષની ઇમેજનો પ્રશ્ન
લોકસભાના જંગ માટે તૈયારીઓ

આજકાલ આપણે ચૂંટણી માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ ; મોટા ભાગના રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે. મત વિસ્તારોમાં ફેરફાર અને ભવિષ્યની ગોઠવણોને ઘ્યાનમાં રાખીને ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આ અઠવાડીયે ૩૦ બેઠકો માટે ચર્ચા થઈ હતી આગામી અઠવાડીયે બિહાર અને ઝારખંડની ૫૪ બેઠકો માટે ચર્ચા થશે. દિલ્હીમાં લોકસભાની ૨૦૦૪ના ચૂંટણી પરિણામો જોઈએ તો તેમાં કોંગ્રેસને છ અને ભાજપને એક બેઠક મળી હતી. ૨૦૦૪ પછીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોમાં બહુ લાંબો ફેર દેખાયો નહોતો; દક્ષિણ દિલ્હી સાચવી રાખવા માટે પણ ભાજપને ફાંફા પડી ગયા હતા. દિલ્હી સદર અને કારોલ બાગની બેઠક પર વિધાનસભાની ચૂંટણીઓ બાદ કોંગ્રેસને થોડા ફેરફારની જરૂર છે. આ બંને બેઠકો કોંગ્રેસે ખુબ ઓછા માર્જીનથી જીતી હતી, જ્યારે દક્ષિણ દિલ્હી ભાજપે માંડ જીતી હતી તે બેઠક હવે મુશ્કેલીમાં છે. લોકસભાની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણીઓ કરતાં થોડી જુદી હોય છે. જોકે ત્રીજી વાર દિલ્હી જીતેલા મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત પોતાની જીતનો લાભ ઉઠાવશે. આમ, પણ તે કોંગ્રેસના અસરકારક ચૂંટણી પ્રચારક છે. હરિયાણામાં ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે નવ અને ભાજપે એક બેઠક જીતી હતી. આ પરિસ્થિતિમાં ફેરફાર થાય એમ નથી કેમકે ભજનલાલ નામનું ફેકટર સાવ સાફ થઈ ગયું છે. અને ભાજપ તેમજ લોકદળના જોડાણે મર્યાદિત પ્રગતિ કરી છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્રસંિહ હુંડા ઘણી સારી કામગીરી બતાવી રહ્યા છે અને તે ૨૦૦૪નો લાભ જાળવી રાખશે. ૨૦૦૪માં લોકદળે ઘણા મોટા માર્જીન સાથે બેઠક ગુમાવી હતી, આ વખતે તેમને એન્ટી-ઈન્કમબન્સી ટ્રેન્ડનો લાભ મળશે ; હું આ વિશે બહુ ચોક્કસ નથી પરંતુ જો આવો ટ્રેન્ડ ના હોય તો કોંગ્રેસ મોટા માર્જીન સાથે જીતી શકે છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્રસંિહ હુંડાની ઇમેજ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓ.પી. ચૌટાલા કરતા ઘણી સારી છે ; અને આ સારી ઈમેજ કોંગ્રેસની ફેવરમાં પરિણામ લાવી શકશે.

પંજાબમાં અકાલીદળ તેમજ કોંગ્રેસ બંનેના માટે પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ રહી છે. મને લાગે છે કે અહીં ૨૦૦૯માં કોંગ્રેસ માટે સારો લાભ દેખાઈ રહ્યો છે. રાજ્યમાં ટફ ફાઈટ ચાલે છે. ડેપ્યુટી સીએમ તરીકે સુખબીર સંિહ બાદલની નિમણૂંક કરીને સુખબીર સંિહ બાદલે પોતાનો કેન્દ્રમાં જવાનો માર્ગ મોકળો કરી દીધો છે; તેઓ ભટીંડાની બેઠક પરથી ચૂંટાઈને આગળ વધશે. એન્ટી ઈન્કમબન્સી ફેકટરના આધારે કોંગ્રેસ અહીં છ બેઠકો જીતી શકશે ; પરંતુ તે બઘું ઉમેદવારની પસંદગી પર આધારીત છે. કોંગ્રેસ લુધિયાણામાં (મનીષ તિવારી), સંગરૂર (અરવંિદ ખન્ના) જલંધરમાં (પ્રતાપ બાજવા), ફીરોઝપુરમાં (જગમીતબ્રાર), જીતી જ શકે છે. આ બધી સીટો ૨૦૦૪માં કોંગ્રેસે ખુબ ઓછા માર્જીનથી ગુમાવી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરીંદરસંિહ કોંગ્રેસ પ્રચારનું નેતૃત્વ સંભાળવાના છે; તેમની સામે કેસ દાખલ થયા હોવા છતાં (આ કેસ તેમના માટે લાભદાયી બનશે) પ્રચાર માટે તેમની પસંદગી યોગ્ય છે. ભાજપ હોંશિયારપુર અને અમૃતસરની બેઠક જીતી શકશે. પરંતુ વિનોદ ખન્નાની ઉમેદવારીવાળી જલંધરની બેઠક પર ફાઈટ આપવી પડશે. કોંગ્રેસ માટે આ બેઠક પર ટોપના ઉમેદવારોની યાદીમાં વિધાનસભ્ય પ્રતાપ બાજવા ટોપ પર છે. કોંગ્રેસ પાસે હાલમાં ૧૭ બેઠકો છે, ભાજપ પાસે પાંચ બેઠકો છે અને અકાલીદળ પાસે આંઠ બેઠકો છે. ૨૦૦૯માં ફેરફાર બહુ મોટો મોટો નહીં આવે, શક્યતા અનુસાર કોંગ્રેસને ૧૮, ભાજપને ચાર અને અકાલીદળને પાંચ બેઠકો મળશે. બિહાર અને ઝારખંડ અંગે મળતા પ્રારંભિક અહેવાલો અનુસાર જેડી(યુ) અને ભાજપને મોટો લાભ મળશે; જેથી લાલુપ્રસાદના રાષ્ટ્રીય જનતાદળને ઘણું ગુમાવવાનું આવશે ; આમ નીતિશકુમાર; લાલુપ્રસાદ કરતાં વઘુ સારો દેખાવ કરી શકશે. જ્યારે ઝારખંડમાં કોંગ્રેસ/જેએમએમ/આરજેડીના ફાળે પણ ઘણું સહન કરવાનું આવશે. ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન છે, ભાજપ આ સ્થિતિનો રાજકીય લાભ ઉઠાવી શકે છે.

રાજસ્થાન માટેની મારી ગણત્રીમાં મોટા ભાગે કોઈ ફેર પડવાનો નથી. ભાજપના વરિષ્ટોની આંતરીક લડાઈના કારણે વસુંધરારાજે સંિધીયા હાર્યા હતા, તેની કોઈ અસર લોકસભાની ચૂંટણીઓ પર પડવાની નથી. રાજસ્થાનમાં ૨૦૦૪માં ભાજપે ૨૧ અને કોંગ્રેસે ચાર બેઠકો જીતી હતી. જોકે આ વખતે આ સ્થિતિમાં નાટકીય ફેરફારના અણસાર છે. ગઈ વખતે કોંગ્રેસે જે બેઠકો ઓછા માર્જીનથી ગુમાવી હતી તે બેઠકો તેને મળે એમ છે. બંસવારા, બાયના, ભરતપુર, બિકાનેર, છરૂર, ગંગાનગર, જાલોર, જોધપુર, સલુંબર, શિકાર ટાંક, નાગપુર બેઠકો પર કોંગ્રેસ ભાજપ કરતા સારો દેખાવ કરી શકે એમ છે. ભાજપને વસુંધરારાજે સંિધીયા પર વિશ્વાસ એટલા માટે છે કે તેઓ ખુબ ઓછા માર્જીનથી હાર્યા છે. તેઓ ૭૮ બેઠકો પર જીત્યા હતા. ભૈરોસંિહ શેખાવત હાર્યા હતા ત્યારે તેઓ ૩૮ બેઠકો જીત્યા હતા. શેખાવત બે ટર્મ માટે મુખ્ય પ્રધાન બન્યા બાદ ગેહલોતના હાથે હાર્યા હતા. તેવી જ રીતે ગેહલોત બે ટર્મ બાદ વસુંધરાના હાથે હાર્યા હતા ત્યારે ગેહલોત ૫૮ બેઠકો સાથે જીત્યા હતા. આમ વસુંધરારાજે જુના મુખ્ય પ્રધાનોની સરખામણીમાં વઘુ બેઠકો જીત્યા છે. લોકસભામાં ભાજપ રાજસ્થાન ખાતે વઘુ બેઠકો જીતી શકે છે પરંતુ તે માટે તેમણે તેમના આર્થિક વિખવાદ ઉકેલવા પડશે. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી મેદાન મારી જશે. મને ભાજપ અને કોંગ્રેસ માટે ધબડકો દેખાઈ રહ્યો છે. આ લોકો તેમની હાલની બેઠકો જાળવી રાખે તો પણ ઘણું છે.

૨૦૦૯ની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફેર નહીં પડે પણ તેમની સાથે જોડાણ ધરાવતા પક્ષોની સિસ્ટમમાં ફેરફાર થશે.

અન્નાડીએમકે અને તેલુગુ દેશમ્‌ ડાબેરીઓ સાથે જોડાશે જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ સાથે જોડાશે, કેમકે અહીં માઈનોરીટીના વૉટ પરત્વે બેઘ્યાન રહેવાય એમ નથી. કોંગ્રેસને થોડો એડ્‌વાન્ટેજ પોઇંટ મળશે પરંતુ તે માટે તેમની પાસે પૂરતી સંખ્યા હોવી જરૂરી છે. તેમ છતાં જો અન્નાડીએમકે, તેલુગુ દેશમ્‌, અને સમાજવાદી પાર્ટી કેટલી બેઠકો ખેંચી લાવે છે તે પર બધો આધાર છે.

Copyright   © Gujarat Samachar