નેટવર્ક
ભાજપના હજારો કાર્યકરો ભાજપથી જ નારાજ કેમ ?
ભગવા પરિવારમાં સંઘનો શબ્દ અંતિમ ગણાય એવી શિસ્ત
હોવાનું મનાય છે કારણ કે ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, વિદ્યાર્થી
પરિષદ, ભારતીય મજદૂર સંઘ વગેરે ૮૦ થી ૧૦૦ જેટલી જુદી જુદી સંસ્થાઓનો
જન્મદાતા એટલે કે પિતા એટલે બાપ સંઘ જ છે. (છતાં સંઘ અને એની જન્માવેલી આ
બધી જ સંસ્થાઓ એવો જ પ્રચાર કરીને જનતાને ઉલ્લુ જ બનાવે છે કે...સંઘને અને અમારે
કંઈ લાગેવળગે નહીં ! જેનો પાયો જ જૂઠાણા ઉપર....અસત્ય ઉપર ઊભો થયો હોય એ સંસ્થા
સંગઠન કેવા હોય એ વિચારી લેજો !) આ
સંદર્ભમાં સીધી મુદ્દાની વાત કરીએ તો....ભાજપના આજે સર્વેસર્વા બની ગયેલા....સરમુખત્યાર....આડવાણીને
‘‘ઓર્ગેનાઈઝર’’ સાપ્તાહિકના તંત્રી ખાતામાંથી ઉચકીને ભાજપમાં બેસાડીને અને
પછી ધીરેધીરે ભાજપમાંના સિનીયરોને એક પછી એક પાછળ હડસેલીને આગળ લાવનાર
પણ સંઘ જ. દા.ત. સોમનાથની અયોઘ્યાની
રથયાત્રા મૂળમાં તો વિશ્વ હિન્દુ પરિષદે કાઢવાની યોજના હતી. વિશ્વ હિન્દુ
પરિષદે એ માટેની તૈયારીઓ પણ કરેલી. એમાં ત્યારે સંઘના સરકાર્યવાહ (એટલે
જનરલ સેક્રેટરી) હતા અને પછી અત્યારે સંઘના સરસંઘચાલક (એટલે ચેરમેન, જનરલ સેક્રેટરી)
હતા અને પછી અત્યારે સંઘના સરસંઘચાલક (એટલે ચેરમેન, પ્રેસીડેન્ટ....જે કહો તે) છે એ
સુદર્શને ફેરફાર કરાવ્યો અને એ રથયાત્રા ભાજપના નામે કરવાનું નક્કી કર્યું. એ વખતે
ભાજપના પ્રમુખ આડવાણીને બનાવેલા પરંતુ આડવાણીને કોઈ ઓળખતું પણ નહોતું....ભાજપને
પણ ઓળખનારા બે ટકા પણ નહોતા. એ રીતે
સંઘના પ્રતાપ જ આડવાણીને આગળ લાવવામાં કામ કરી ગયા. (‘‘સંઘ’’ના એટલે સુદર્શનના)
સુદર્શનની મુરાદ તો વડાપ્રધાન બાજપેયીને બનાવવાની નહોતી પરંત ૨૪ પક્ષોની
સંયુક્ત સરકાર કરવી પડી અને એમાં બાજપેયી જ સર્વ પ્રિય હતા અને આડવાણીની છાપ સારી નહોતી
એટલે વડાપ્રધાન બાજપેયી બન્યા. આડવાણીને એ બહુ ખટકતું હતું....જેમ તેમ કરીને
એમણે બે વર્ષ તો કાઢ્યા પણ પછી પોતાને નાયબ વડાપ્રધાનનો હોદ્દો આપવામાં આવે...છાપ
મારવામાં આવે એવો આગ્રહ એમણે સુદર્શનને કર્યો. આડવાણી સંઘના એટલે કે સુદર્શનના
(દરમ્યાનમાં સંઘના સરસંઘ ચાલક તેઓ થઈ ગએલા) પ્રિય પાત્ર હતા. સુદર્શને બાજપેયી
ઉપર એ માટે દબાણ કર્યું. બાજપેયીને એ બઘું બિન જરૂરી લાગેલું છતાં એક શિસ્તબદ્ધ
સ્વયંસેવક તરીકે એમણે સુદર્શનની ઇચ્છા પાળી. આમ
આડવાણી તળીયેથી ટોચ સુધી સંઘના પ્રતાપે જ પહોંચ્યા અને પછી એમનું પોત પ્રકાશ્યું.
એમને પાકિસ્તાન જવાનું થયું અને આ ૬૦-૬૧ વર્ષમાં ભારતનો મુસલમાન કે હિન્દુ
એક પણ નાગરિક જ્યાં કદી ગયો જ નથી... એ ભારત માતાના બે ટુકડા કરાવનાર મોહમ્મદ
અલી જિન્હાની કબર ઉપર તેઓ ફૂલ ચઢાવવા ગયા. કોઈ દેશપ્રેમી ભારતીયે ન કરવું જોઈએ
એવું કૃત્ય આડવાણીએ કર્યું....પછી બીજાું એવું જ કૃત્ય એમણે જિન્હાની પ્રશંસા કરતું
ભાષણ કરવાનું કર્યું. બીજા તો ઠીક, પણ
સંઘ-સુદર્શન-ભાજપ-વિહિપ...વગેરે સમગ્ર ભગવા પરિવાર આઘાતથી ચકિત થઈ ગયો. અત્યાર
સુધીમાં ૬૦-૬૧ વર્ષમાં ૧ અબજ ભારતીયોમાંથી કોઈએ નહીં કરેલું એવું દેશપ્રેમ
વિરૂદ્ધનું કામ આડવાણીએ કર્યું હતું. સંઘે
તાત્કાલિક નિર્ણય લઈને આડવાણીને ભાજપનું પ્રમુખપદ છોડી દેવાનું જણાવી દીઘું.
સંઘે એમની જગ્યાએ રાજનાથસંિહ જેવા ચુસ્ત સ્યવંસેવકને પ્રમુખ બનાવ્યા. ઘડીભર તો એવું
લાગ્યું કે....આડવાણીની કારકિર્દી હવે ખતમ થઈ ગઈ. થયું પણ એવું જ. સંઘની પદ્ધતિ
પ્રમાણે આડવાણીને ‘‘નાત બહાર’’ મૂકી દીધા. એ જ્યાં જ્યાં જાય ત્યાં
એમનાથી મોં ફેરવવાનું શરૂ થઈ ગયું. પરંતુ કાવાદાવા અને દાવપેચ કરવામાં
કાબેલ આડવાણીએ એવું કર્યું કે...(ટૂંકમાં) છેવટે સંઘે એમની સામેના હથિયાર હેઠા
મૂકી દેવા પડ્યા અને જાહેર કરવું પડ્યું કે..આડવાણી જ અમારા નેતા છે. આડવાણી
તો ઠીક, પણ સંઘને જેઓ ઓળખે.... પ્રશંસે છે...સંઘમાં જેમણે પોતાના જીવનના મહત્ત્વના
વર્ષોની આહુતિ આપી છે એવા સૌને આથી આઘાત પહોંચ્યો. આમ
જે વ્યક્તિ સામે સંઘ જેવા સંઘે હથિયારો હેઠા મૂકવા પડે તો પછી મુરલી મનોહર જોષી,
ખુરાના, ઉમા ભારતી, કલ્યાણસંિહ જેવા સેંકડો હજારોને હથિયાર હેઠા મૂકવા પડે એમાં
નવાઈ શું ? એઓ તો શું...પણ બાજપેયી જેવાને પણ હથિયાર આડવાણી સામે હેઠા મૂકવા
પડ્યા... પછી તો થઈ રહ્યું ને ? રાજકારણમાં બાજપેયી ઘણા જૂના અને ભાજપ-જનસંઘના તેઓ
બે સ્થાપકોમાંના એક. આમ છતાં એમણે કદી ભાજપમાં કે રાજકારણમાં કદી પોતાનું
જૂથ ઊભું કરવાનો પ્રયત્ન નહીં કરેલો. (જેનામાં પોતાની જ પ્રતિભા હોય એણે આવી કોઈ
જૂથબંધ કે ચમચાગીરી કરવાની જરૂર જ ન હોય.) જ્યારે આડવાણીએ હંમેશા પોતાની જૂથ...વાડો...ચમચાઓ
ઊભા કરવાનું જ રાજકારણ ખેલેલું. દા.ત.
ઉમા ભારતી અને ગોવંિદાચાર્ય. બન્નેને પાયાના પથ્થર અને ઉમા ભારતીના કારણે જ મઘ્યપ્રદેશમાં
ભાજપની નૈયા પાર પાડી શકી અને એટલે એમને મઘ્યપ્રદેશમાંથી ઉંચકીને અડવાણીએ કેન્દ્રની
બાજપેયી સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવ્યા. ત્યાંથી એમને મઘ્યપ્રદેશના મુખ્યપ્રધાન
પદે અડવાણીને બેસાડ્યા. આડવાણીના ટેકોએ ઉમા ભારતીએ આકાશમાં ઉડતા કર્યા, અંતે
અડવાણીએ જ એમને પડતા મૂકવાનો નિર્ણય કર્યો. ગોવંિદાચાર્ય
પણ બાળપણથી સંઘના સ્વયંસેવક. તેઓ સંઘના પ્રચારક પણ થયા અને ત્યાંથી સંઘે એમને ભાજપમાં
મૂક્યા. ભાજપને બિહાર, દિલ્લી, કર્ણાટક વગેરેમાં ઉછેરીને તાકાતવાન કરવામાં એમનો
મુખ્ય ફાળો. આડવાણીએ એમને પણ પોતાની ભજન મંડળીમાં લીધા. આથી ગોવંિદાચાર્ય
પણ ચગ્યા અને એમણે બાજપેયીને એમણે પક્ષના ‘‘મુખૌટા’’ કહીને બાજપેયીને
અપમાનિત કર્યા. પરિણામે સંઘ અને ભાજપે એમને કાઢી જ મૂક્યા. સંઘ
પરિવાર (એટલે ભાજપ, વિહિપ, એબીવીપી, સંઘ વગેરે બધા)ની આ તાસીર છે. ચમચાગીરી
કરે એને ઊંચેને ઉંચે લઈ જવામાં આવે. બીજાું વ્યક્તિની ઉપયોગિતા પૂરી થઈ જાય એટલે
ચૂંસાઈ ગયેલી શેરડીની જેમ એને ફેંકી દેવામાં આવે. ભાજપની એટલે કે આડવાણીની
અત્યારે જે ભજનમંડળી છે એ આવા ચમચાઓની જ છે. એ ભજન મંડળીમાં જેઓ છે એમાંનો
કોઈ એક જનતા વચ્ચે ચૂંટણી જીતીને સંસદ સભ્ય બનેલો નથી પણ આડવાણીના ભજનો ગાવાના
કારણે રાજ્યસભાનો એ સભ્ય બની શક્યો છે. દા.ત. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસંિહ,
મહામંત્રી અરૂણ જેટલી, રાષ્ટ્રીય પ્રવક્તા રવિશંકર પ્રસાદ અને ઉત્તરપ્રદેશના વરિષ્ટ
નેતા કલરાજ મિશ્ર જેવા કદી ચૂંટણી લડવાની હંિમત જ નથી કરી શક્યા. આવા ઘણા ભાજપી
નેતાઓનો આમા દેશમાં ક્યાંય ‘‘બેઈઝ’’ પાયો જ નથી. ખુદ આડવાણીને
પણ ગુજરાત ભાજપની દયા ઉપર ચૂંટાવું પડે છે. (મનમોહનસંિહને પણ આસામમાંથી ચૂંટાવું
પડે છે પણ તેઓ રાજકારણી પછી છે અને બ્યુરોકેટ પહેલાં છે જ્યારે આડવાણીની રગેરગમાં
રાજકારણનું જ લોહી વહે છે.) ગુજરાતે એમને નહીં ચૂટેલા એ પહેલાં એ રાજ્યસભામાંથી
એટલે પાછલા બારણેથી સંસદ સભ્ય બનેલા. જશવંતસંિહ પણ એકાદ વખત લોકસભામાં
ચૂંટાયેલા બાકી બધો વખત રાજ્ય સભાના જ સભ્ય થઈને સંસદમાં બેસતા હતા. અરે,
લોકપ્રિય અભિનેતા અને ભાજપના પ્રચાર ઝુંબેશના એક્કા શત્રુઘ્નસંિહા પણ ચૂંટણી લડવાની હંિમત
નથી કરી શકતા. આમ, ભાજપમાં (અને સંઘમાં
પણ) ચમચાગીરી નહીં કરનારને કોઈ સ્થાન નથી. ચમચાગીરી નહીં કરનાર ફેંકાઈ જ જાય. ‘‘હા
એ હા’’ કરનારને જ ત્યાં સ્થાન છે. કલ્યાણસંિહ, ખુરાના, શેખાવત આવા ચમચાગીરી નહીં કરનારાઓમાંના. જેઓ
ભાજપ-જનસંઘના પાયાના પથ્થર હોય, જેમણે પોતાની યુવાનીના સુવર્ણ દિવસો જનસંઘ-ભાજપને
ઊભો કરવામાં ખપાવ્યા હોય... જેમણે ભાજપ-જનસંઘના કારણે પથ્થરો-ગાળો ખાધી હોય.....એમણે
શા માટે અને કોની ‘‘હાજીહા કરવાની હોય ? તેઓ ખુમારી રાખે જ. આડવાણી
જ્યારે ‘‘ઓર્ગેનાઈઝર’’ના તંત્રી ખાતામાં નોકરી કરતા હતા ત્યારે કલ્યાણસંિહ,
મદનલાલ ખુરાના, શેખાવત જેવા ભાજપના સેંકડો કાર્યકરો પોતાની યુવાનીનું બલિદાન
આપીને ભાજપ માટે કામ કરતા હતા. તેઓ પોતાના હથિયાર શા માટે હેઠા મૂકે ? એ અર્થમાં
આ બધા નેતાઓ જનનાયક ગણાય. આડવાણીની ભજનમંડળીની જેમ તેઓ કદી જનતા
વચ્ચે ચૂંટણી લડવાથી ભાગી નથી ગયા. આડવાણી સહિત એમની આખી ભજન મંડળીમાં એક પણ જનનાયક
નથી.’’ આડવાણીએ આ તબક્કે આત્મવિશ્વ્લેષણ
કરવાનો સમય આવી ગયો છે. એ તો ચોક્કસ છે કે આડવાણી પોતાની ભજન મંડળી સિવાયનાનો
પ્રેમ અને વિશ્વાસ મેળવી શક્યા નથી. જે કાર્યકરો-નેતાઓ જનનાયક છે, જનતા વચ્ચે જનારા છે,
જનતા દ્વારા ચૂંટાયેલા છે એવા અને જેઓ ભાજપમાં પાયાના પથ્થર બનેલા છે એ બધા
આડવાણીથી કેમ દૂર થતા જાયછે...એનો વિચાર કરવો જરૂરી છે. એ નેતાઓ તો જાય
છે પણ કોઈ નવો કાર્યકર...નેતા ભાજપમાં નથી આવ્યો અથવા કોઈને નીચેથી ઉપર આવવા
નથી દેવાયો ત્યારે આ મુદ્દો વઘુ મહત્ત્વનો બની જાય છે. ભાજપમાં નવા નવા કોઈ
આવતા દેખાતા નથી અને જૂના એક પછી એક દૂર થતા જાય છે. એમની સાથે જેઓ
છે એ પણ ના છૂટકે એમની સાથે છે. બારેક વર્ષ પહેલાં એક એવો તબક્કો હતો કે જ્યારે
આડવાણીએ બાજપાયીને પણ હાંસીયામાં ધકેલી દીધેલા. બાજપેયીની કેટલીક
નબળાઈઓ પ્રકાશમાં લાવીને સંઘ પાસે એમને નીચા કરેલા અને પરિણામે બાજપાયીને હાંસીયામાં
કરી નંખાયેલા. બાબરી મસ્જીદનો કાર્યક્રમ સંઘે જ રચેલો પણ ત્યારે બાજપેયી દિલ્લીમાં
જ રહેલા....અયોઘ્યા નહીં ગયેલા. એ વખતે પત્રકારોએ પૂછેલું એના જવાબમાં બાજપેયી
બોલેલા કે, ‘‘જાયેં તો જાયેં કહાં ?’’ એ તો સંયુક્ત સરકાર રચવાનો ભાજપને
મોકો મળ્યો ત્યારે આડવાણી કરતાં બાજપેયી સર્વસ્વીકાર્ય નેતા તરીકે ઉપસ્યા એટલે સંઘને
છૂટકો જ નહોતો. એ પછી પણ બે વર્ષ બાદ સંઘના વડા સુદર્શન અને વડાપ્રધાન
બાજપેયી વચ્ચે અબોલા થઈ ગયેલા. ભાજપ સત્તામાં આવતા સુદર્શને જાતજાતની અને
સંઘના તત્ત્વજ્ઞાન પ્રમાણે યોગ્ય ન ગણાય એવી માંગણીઓ, ઇચ્છાઓ કરેલી જે પૂરી કરવાનું
બાજપેયીને યોગ્ય નહીં લાગેલું. બન્ને વચ્ચેનાં એ અબોલા કોઈ એક બીજા નેતાએ બાજપેયીના
ઘરે સુદર્શનના હાથે એક પુસ્તકનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવાની યુક્તિ કરીને
તોડાવેલા. આવા બધા કારણોના કારણે
ભાજપની છબી ધીરે ધીરે ઝાંખી થવા લાગી છે. કોઈ પણ રાજ્યમાં કેન્દ્રિય નેતૃત્વનો
પ્રભાવ નથી રહ્યો. આડવાણી કે બીજો કોઈ કેન્દ્રિય નેતા એક પણ શહેર કે ગામમાં માણસો
એકઠા કરી શકતો નથી. મઘ્યપ્રદેશ કે ઝારખંડ કે કર્ણાટકમાં ભાજપ સત્તામાં છે.
સ્થાનિક નેતૃત્વના કારણે જ આવી શક્યો છે...એમાં કેન્દ્રિય નેતૃત્વ કે આડવાણીનો રતીભાર
પણ યોગ નથી. આતંકવાદ હોય કે મોંઘવારી હોય કે વિદેશી મૂળનો મુદ્દો
હોય...એક પણ બાબતમાં કેન્દ્રિય નેતૃત્વ પ્રભાવ નથી પાડી શક્યો. હોય
નહીં ! વડાપ્રધાનને
હોસ્પીટલમાં દાખલ કર્યા તો પણ બીજી જનતાને હેરાનગતિ થવા ન દીધી ! ભાજપના
નેતાઓ અને મનમોહનસંિહમાં આ જ ફરક છે ! વડાપ્રધાન બાજપેયીના ઢીંચણનું ઓપરેશન
કરાવવાનું હતું તો એમણે મુંબઈની બીચકેન્ડી હોસ્પીટલના પૂરા અને આખા બે માળ ખાલી
કરાવેલા, પોતાનો સ્ટાફ દિલ્લીથી મુંબઈ ટ્રાન્સફર કરેલો (કોના....) અને ઢીંચણનું
સફળ ઓપરેશન કરનારા ડૉક્ટરો મુંબઈ શું પણ અમદાવાદમાં પણ હોવા છતાં એમણે
અમેરિકાથી ડૉક્ટરને ટીમ સાથે બોલાવેલા...કારણ કે એ બધો એ બધો જ ખર્ચ...‘‘કોના....?’’
હતો. ભાજપના મુખ્ય પ્રધાન પણ જનતાને
હાલાકી થાય એ રીતે વર્તતા હોય છે કારણ કે....કોના....? જ્યારે
હમણાં વડાપ્રધાન મનમોહનસંિહને હૃદયની નળીઓનું ઓપરેશન કરાવવાનું હતું
તો એ દિલ્લીની એ આઈ.આઈ.એમ.એસ.માં દાખલ થયા તો ત્યાં જનતાને હાલાકી,
મુશ્કેલીઓ જરા પણ ન થાય એનું ખાસ ઘ્યાન રાખવામાં આવેલું....બઘું રાબેતા મુજબ જેમ
ચાલતું હોય એમ ચાલુ રહેલું. Top |