લોક્
વિચારમચ્છર, માખી
અને દરેક જીવાણું ભગાડવા લીમડાનો અર્ક અસરકારક અત્યારે
માર્કેટમાં મળતાં મચ્છર નાશક મશીન સાથે રીફીલ આવે છે. તેમાં ૯૬।। ટકા કેરોસીન
અને ૩।। ટકા ભયંકર ઝેર આવે છે. તે સ્લો પોપઝન છે. લાંબાગાળે કેન્સર, ચામડીના
રોગ, ક્ષય જેવી બિમારી નોતરે છે. આપણે અત્યારે એરટાઈટ જેવા રૂમમાં આ ઝેર કેમ સહન
કરતા હશું. આપણા વડવાઓ મચ્છર ભગાડવા
સંઘ્યાટાણે લીમડાનો ઘુમાડો કરતાં અને નિરાંતે ઘસઘસાટ ઊંઘી જતાં. આમાંથી પ્રેરણા લઈને
લીમડામાંથી અર્ક બનાવ્યો અને મશીનમાં ભરતા મચ્છર તો શું માખી અને બીજા જીવાણું પણ ઊભી
પૂંછડીએ ભાગ્યા. જેતપુર - રસિકભાઈ
ધામી મિડિયાની
જવાબદારી આજકાલ એ ચર્ચાએ ખૂબ
જોર પકડ્યું છે કે દેશમાં નાજુક પરિસ્થિતિ હોય તેવા સમયે મીડિયા જેવા જવાબદાર
માઘ્યમની સમાજ પ્રત્યે શી ભૂમિકા હોવી જોઈએ? અને મીડીયાએ પોતાની ભૂમિકા ક્યાં સુધી
સીમિત રાખવી જોઈએ? અને કંઈ હદ સુધી મીડિયાએ છૂટ લેવી જોઈએ ? તંદુરસ્ત
લોકશાહી માટે મીડિયાને સ્વતંત્રતા હોય તે માત્ર જરૂરી જ નહીં બ્લકે અનિવાર્ય પણ છે. મીડિયા
પર કોઈપણ પ્રકારનું બાહ્ય (બહારનું) નિયંત્રણ માત્ર મીડિયા માટે જ નહીં બ્લકે દેશમાં
ચાલી રહેલાં લોકતંત્રની વિભાવનાઓ માટે પણ ઘાતક સાબિત થઈ શકે તેમ છે. મીડિયા એ
જાતે જ પોતાના પર લગામ મૂકવી જોઈએ, અને પોતાની જવાબદારી વિશે સભાન રહેવું
જોઈએ. ટી.આર.પી. વધારવાના ચક્કરમાં હકીકતોની પવિત્રતા સામે આંખ આડા કાન થવા
દેવા ન જોઈએ. ચોથી જાગીર તરીકેના ગૌરવનું સંયમપૂર્વક સમાર્જન થવું જોઈએ. પાક.ને
અમેરિકી સહાય પાકિસ્તાનને આપવામાં
આવનાર બિનલશ્કરી આર્થિક સહાયના એક હપ્તાની એક તૃતિયાંશ રકમને હાલ તુરત અમેરિકાએ
સ્થગિત કરી છે. ચૂંટણી ઝુંબેશ દરમિયાન ઓબામાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો
કે ૨૦૦૧ના વર્ષ બાદ પાકિસ્તાનને ત્રાસવાદ વિરૂદ્ધ લડવાના નામે આપવામાં આવેલી
દસ અબજ ડોલરની અમેરિકી સહાય વ્યર્થ ગઈ છે. આથી ભવિષ્યમાં તેને અપાનારી દરેક
મદદનો ઉપયોગ યોગ્ય થાય છે કે કેમ એ જોવામાં આવશે. આ વાતનો અમલ હવે
ઓબામા કરી રહ્યા છે. અમેરિકાને ખાતરી થઈ ચૂકી છે કે તે જે ઉદ્દેશ માટે પાકિસ્તાનને
મદદ કરે છે તેનો ઉપયોગ એ ઉદ્દેશથી વિપરીત થઈ રહ્યો છે. અમેરિકી સહાયના
નાણાંનો ઉપયોગ પાકિસ્તાનની અફઘાન સરહદે થવાને બદલે ભારત વિરુદ્ધ થઈ રહ્યો
હોવાથી અમેરિકા નારાજ છે પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે નવા અમેરિકી વહીવટી તંત્રના આ પગલાથી
ભારતને ખુશ થવા જેવું છે ખરું ? શું ખરેખર જ અમેરિકા પોતાની સહાયની રકમનો ઉપયોગ
ભારત વિરુદ્ધ થવાના અને તેનો ચોક્કસ હિસ્સો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્રાસવાદીઓ
પાસે પહોંચવાથી ચંિતિત છે ? ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો તો આ નિષ્કર્ષ યોગ્ય
જણાતો નથી પ્રથમ વાત તો એ છે કે અમેરિકાએ પાક.ને અપાનારી આર્થિક સહાયમાં તત્કાળ
કોઈ કાપ મૂક્યો નથી. બલ્કે પાકિસ્તાન તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવે ત્યાં સુધી
તેને માત્ર સ્થગિત કરવામાં જ આવી છે. એટલે ભારતે અમેરિકાના આ પગલાથી બહુ ખુશ થવાની
જરૂર નથી. ખરેખર તો ઓબામાના વહીવટી તંત્રે પાક.ને અપાતી આર્થિક સહાયનો ઉપયોગ ભવિષ્યમાં
પણ કદાપિ ભારત વિરુદ્ધ ન થાય એ નિશ્ચિત કરવું જોઈએ. ભારતની આ અદમ્ય અપેક્ષા-
આશા છે. (પાલનપુર) - મહેશ વી.
વ્યાસ |