સિને
ગાઇડ જૂની ફિલ્મ યહૂદીના કલાકારો
તથા તે કઈ સાલમાં રજૂ થઈ હતી તે જણાવો? -
પરેશ ગજેરા (બગસરા) * જૂની ફિલ્મ યહૂદીમાં
સોેહરાબ મોદી, દિલીપકુમાર, મીનાકુમારી, નિગાર સુલતાના, નાઝિર હુસેન,
અનવર, મુરાદ, મીનુ મુમતાઝ, તિવારી, બેબી નાઝ, વી.કપૂર, રોમી, હેલન, કંકુ અને
કમલા લક્ષ્મણ હતા. આ ફિલ્મ ૧૯૫૮માં રિલીઝ થઈ હતી. શમ્મી
કપૂરે કોની સાથે લગ્ન કર્યાં છે. હાલમાં તેમના સંતાનો શું કરે છે? શમ્મી કપૂરનું સરનામું
આપવા વિનંતી. - હરીભાઈ પટેલ (અમદાવાદ) *
શમ્મી કપૂરની પ્રથમ પત્ની ગીતા બાલી. વિતેલા જમાનાની પ્રસિદ્ધ હિરોઈન હતી. તેના મૃત્યુ પછી
શમ્મી કપૂરે નીલા દેવી નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. ગીતા બાલી સાથેના લગ્નજીવન
દરમિયાન તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પુત્રી કંચન પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક
મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ સાથે પરણી છે. જ્યારે તેમનો પુત્ર આદિત્ય
કપૂર છે. એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. શમ્મી કપૂરનું સરનામું ઃ બ્લ્યુ હેવન,
મલબારહીલ, મુંબઈ-૪૦૦૦ ૦૬. શિલ્પા શેટ્ટીની
પ્રથમ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર તેમ જ હીરોનું નામ આપવા વિનંતી.
તેની જન્મ તારીખ અને સરનામું આપવા પણ વિનંતી. -
નીતાબેન સુતરીયા (ગોંડલ) * શિલ્પા
શેટ્ટીની પ્રથમ ફિલ્મ બાઝીગર હતી. આ ફિલ્મનું નિર્માણ યુનાઈટેડ સેવનક્રીએશને કર્યું હતું.
જ્યારે દિગ્દર્શક અબ્બાસ-મસ્તાન અને સંગીતકાર અનુ મલિક હતા. આ ફિલ્મમાં શિલ્પાનો
હીરો શાહરૂખ ખાન હતો. શિલ્પા શેટ્ટીની જન્મતારીખ ૮મી જૂન છે. તેનું સરનામું ઃ ૭૦૦/ડી,
આદિત્ય અપાર્ટમેન્ટ્સ, વર્સોવા ટેલિફોેન એક્સચેન્જની સામે, અંધેરી (૫.) મુંબઈ.
૪૦૦૦ ૫૮ છે. હેલનની કોઈપણ પાંચ હીટ
ફિલ્મના નામ, વર્ષ સાથે જણાવશો. -
વિનોદ એમ. ભટ્ટ (દાહોદ) *
ચાઈના ટાઉન (૧૯૬૨), તિસરી મંઝિલ, (૧૯૬૬), ઈન્તકામ (૧૯૬૯), શોલે (૧૮૭૫) અને કારવાં
(૧૯૭૧) ફિલ્મ હિટ ગઈ હતી. તેમ જ આ ફિલ્મોમાં હેલનના નૃત્યોની ઘણી પ્રશંસા થઈ હતી. ફિલ્મ
‘અફસર’ કઈ સાલમાં રિલીઝ થઈ હતી? તેના નિર્માતા દિગ્દર્શક તેમ જ કલાકારોના
નામ આપવા વિનંતી. - કાશ્મીરા પંડ્યા
(નડિયાદ) * અફસર ફિલ્મ ૧૯૫૦માં
રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દેવઆનંદના બેનર નવકેતન ફિલ્મ હેઠળ રજૂ થઈ હતી. તેના
દિગ્દર્શક ચેતન આનંદ હતા. તેમ જ તેમાં સુરૈયા, દેવઆનંદ,
રૂમાદેવી, મનમોહન કૃષ્ણ, કનૈયાલાલ, રશીદ ખાન, મોહનસાયગલ, કૃષ્ણઘવન, આનંદ
પાલ અને ઝોહરા સાયગલ હતા. નીના ગુપ્તાનું
સરનામું આપવા વિનંતી - વિરલ
રાણા (મુંબઈ) * નીના ગુપ્તાનું સરનામું
ઃ ૫૦૧, આર્શી કોમ્પ્લેક્સ, યારી રોડ, વર્સોવા (અંધેરી) (પ.) મુંબઈ - ૪૦૦૦
૬૧. આરતી અને શહનાઈ ફિલ્મ કઈ સાલમાં
રિલીઝ થઈ હતી. તેના મુખ્ય કલાકારો, સંગીતકારોના નામ આપવા વિનંતી. *
આરતી ફિલ્મ ૧૯૬૨માં રિલીઝ થઈ હતી. તેમાં અશોકકુમાર, મીનાકુમારી, પ્રદીપકુમાર,
શશીકલા જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો જ્યારે સંગીતકાર ઃ રોશન હતા. શહનાઈ
ફિલ્મ ૧૯૬૪માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિશ્વજીત, રાજશ્રી, જ્હોની વૉકર, રહેમાન જેવા
કલાકારોએ અભિનય આપ્યો હતો તેમ જ સંગીતકાર રવિ હતા. જૂની
આરઝુ ફિલ્મમાં નિર્માતા- દિગ્દર્શકનું નામ શું છે? આ ફિલ્મમાં કોણે સંગીત
આપ્યું હતું? - રાજેશ આર.વોરા
(ભરુચ) * અત્યાર સુધી આરઝુ ફિલ્મ
ચારવાર બની છે. ૧૯૬૫માં બનેલી આરઝુ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ
સાગર હતા. જ્યારે સંગીત શંકર-જયકિશને આપ્યું હતું. કલાકારો, રાજેન્દ્ર કુમાર, સાધના,
ફિરોઝખાન, મહેમૂદ હતા. ઈન્સાફ
કા તરાઝુ ફિલ્મના નિર્માતા દિગ્દર્શકના નામ જણાવશો. આ ફિલ્મ કઈ સાલમાં રિલીઝ
થઈ હતી? - કંિજલ શાહ (અમદાવાદ) *
ઈન્સાફ કા તરાઝુ ફિલ્મ ૧૯૮૦માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક
બી.આર.ચોપરા હતા. જૂની ફિલ્મ ‘ડોન’ના
મુખ્ય કલાકારોના નામ જણાવવા વિનંતી. સંજય
દત્તની પ્રથમ ફિલ્મ કઈ હતી? -
સૌરભ, વિનિત (બારડોલી) * જુની ફિલ્મ
ડોનના મુખ્ય કલાકારો ઃ અમિતાભ બચ્ચન, ઝિન્નત અમાન, પ્રાણ, ઓમ શિવપૂરી, ઈફ્તેખાર,
હેલન, સત્યેન કપ્પૂ, જયરાજ, કમલકપૂર, મેક મોહન, જગદિશરાજ, શેટ્ટી અને આઝાદ
હતા. સંજય દત્તની પ્રથમ ફિલ્મ રોકી હતી. વ્હી.શાંતારામની
ફિલ્મ દહેજ અને નિગારિસ્તાન નિર્મિત મોતી મહેલના હીરો-હિરોઈન અને સંગીતકારના
નામ આપશો. - કાનજીભાઈ જોટાણીયા
(વડોદરા) * દહેજ ફિલ્મમાં
જયશ્રી, કરણ દિવાન, પૃથ્વીરાજ, લલિત પવાર, ઉલ્હાસ કે દાંતે, મુમતાઝ, શાંતારીન
જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મના સંગીતકાર વસંત દેસાઈ હતા. મોતીમહેલ
ફિલ્મમાં સુરૈયા, અજીત, જીવન, બેબી, તબસ્સુમ, વીરા, સતીશે અભિનય આપ્યો હતો તેમ જ સંગીત
ઃ હંસરાજ બહેલનું હતું. |