રાઈમા સેન - ફિલ્મોમાં દેખાતી નથી પરંતુ ગાયબ પણ થઈ ગઈ નથી રાઈમા
સેન ભલે ઓછી ફિલ્મો કરતી હશે અને તેને નામ કમર્શિયલ ફિલ્મો પણ ખાસ ચઢી નથી પરંતુ
તેને પોતાની ઓળખ મેળવવામાં સફળતા મળી છે. એક ટેલેન્ટેડ અભિનેત્રીની યાદીમાં
તેનું નામ સામેલ છે. ‘ચોખેર બાલી’ માં તોે તેણે ઐશ્વર્યાને પછાડી દીધી
હતી. પ્રસ્તુત છે રાઈમા સાથેની એક મુલાકાત... શું
તું નાનપણથી જ તારી મમ્મી મુનમુન સેન અને નાની સુચિત્રા સેનની જેમ અભિનેત્રી બનવાનું
સપનું જોતી હતી? ના, હકીકતમાં તો
મારે એરહોસ્ટેસ બનવું હતું પરંતુ મારા પપ્પા હવાઈ સફરથી ડરતા હોવાથી મારું આ સપનું
સિદ્ધ થઈ શક્યું નહોતું. અભિનયનો વિચાર મારા મનમાં આવતો હતો પરંતુ મેં આ બાબતે
કોઈ નક્કર યોજના બનાવી નહોતી. હું કોલકાતામાં ભણતી હતી ત્યારે ‘ગોડમધર’ના
દિગ્દર્શક વિનય શુક્લાએ મુનમુન સેનની મોટી પુત્રી વિશે સાંભળ્યું હતું. અને
અમે મળ્યા ત્યારે મારો ચહેરો તેમના પાત્રને મળતો હોવાનું તેમને લાગતા તેમણે મને
આ ફિલ્મ ઓફર કરી. આ સમયે હું અભિનય બાબતે ગંભીર નહોતી. પરંતુ અલગ વિષયની ફિલ્મ
અને શબાના આઝમી સાથે કામ કરવાની તક મળતી હોવાથી મેં આ ફિલ્મ સ્વીકારી લીધી.
પરંતુ ગ્રેજ્યુએટ થયા પછી મુંબઈ આવી અભિનય કરવાનું મેં નક્કી કર્યું હતું. સ્ટાર
સંતાન હોવાથી ફિલ્મોમાં પ્રવેશવાનું કામ આસાન હોવાનું તને લાગે છે? મેં
આનો વિચાર જ કર્યો નથી. જોકે આ કામ મારે માટે સહેલું નહોતું. મને આ કારણે ‘ગોડમધર’
જરૂર મળી. આ પછી ત્રણેક વર્ષ સુધી મને એક પણ ફિલ્મ મળી નહોતી. સ્ટાર સંતાનને
કારણે ફિલ્મો મળતી હોત તો મારી પાસે અત્યારે ઘણી ફિલ્મો હોત. રોલની
પસંદગી બાબતે તારો શું અભિગમ છે? હું
રોેલની લંબાઈ કરતા આ રોલ લોકોના મગજ પર કેવી અસર છોડી શકે છે એને વધારે
મહત્ત્વ આપું છું. એક જ દ્રશ્યમાં તમારી છાપ લોકોેના દિમાગમાં છોેડવામાં
સફળતા મળે એ વાત મહત્ત્વની છે. આ ઉપરાંત દિગ્દર્શક પર પણ મને વિશ્વાસ બેસવો
જોઈએ કારણ કે, તેઓ જ વહાણના કેપ્ટન છે અને તેમના હાથમાં જ સંચાર દોરી છે.
આ ઉપરાંત ફિલ્મની બેનર પણ મહત્ત્વની છે કારણ કે, બેનર પરથી ફિલ્મનું માર્કેટંિગ કેવું
કરવામાં આવશે અને તેની રિલીઝ વ્યવસ્થિત કરવામાં આવશે એની ખાતરી થાય છે. અત્યાર
સુધી તે ભજવેલા પાત્રોમાં સૌથી મુશ્કેલ પાત્ર કયું? મારે
માટે મારું દરેક પાત્ર મુશ્કેલ છે. હું રોલ માટે પૂર્વ તૈયારી કરતી નથી. હું મારા
દિગ્દર્શકની મરજી અને માર્ગદર્શન હેઠળ કામ કરું છું. તેમની સાથે હું વારેવારે
સંવાદો વાંચુ છું અને મારા દિલ પર આધાર રાખી શોટ આપું છું. અત્યાર
સુધી તોે મને વાંધો આવ્યો નથી. તારી
બહેન રિયા અને તારી ઈમેજ સાવ અલગ છે. બંનેમાંથી તુ ગંભીર અભિનેત્રી તરીકે તેમ જ શરમાળ
છે. આ બાબતે તારે શું કહેવું છે? હું
શરમાળ છું એમ માનતી નથી. તે મારા કરતા વઘુ ગ્લેમરસ અને લોકપ્રિય છે. તે કર્મશિયલ ફિલ્મો
માટે લાયક છે. મારી કોઈ ઈમેજ નથી. કોલકાતામાં હું નારીપ્રધાન ફિલ્મોમાં શક્તિશાળી
રોલ કરવા માટે જાણીતી છું. તારા વ્યક્તિત્વ
વિશે શું કહેવું છે? અમારી વચ્ચે ઉત્તર-ઘુ્રવ
અને દક્ષિણ ઘુ્રવ જેટલું અંતર છે તે માને છે કે હું મારા દેખાવની કાળજી રાખતી
નથી. તે મને ડ્રેસ અને મેકઅપ બાબતે સલાહ આપે છે. અમે એકબીજાની ઘણા નજીક છે તેમ જ એકબીજાને
અમારા દિલની વાતો કહીએ છીએ. કેમેરા
સામે તે કોઈ સીમા રેખા દોરી છે ખરી? કે પછી કળાને નામે તુ કઈ પણ કરવા તૈયાર
છે? હું જે કરું છું તેના અસ્વસ્થતા
અનુભવવી જોઈએ નહીં. એમ હું માનું છું. હું ચુંબન દ્રશ્ય કરવા માગતી ન હોવા છતાં ‘હનીમૂન
ટ્રાવેલ્સ’ માં મારે એ દ્રશ્ય આપવું પડ્યું હતું. મારાશરીર પ્રત્યે હું સ્વસ્થતા અનુભવતી નહોવાને
કારણે અંગપ્રદર્શન કરવા તૈયાર નથી. મારી પાસે મલ્લિકા શેરાવત જેવું શરીર હોત તોે
હું એ વિશે વિચાર જરૂર કરત. |