નવોદિત
અભિનેત્રી અનુષ્કા અને અસીનમાંથી કોનો જાદૂ ઝળકશે?૨૦૦૮નું
વર્ષ બોલીવૂડ માટે ખાસ કંઈ અસરકારક સાબિત ન થયું. આ વર્ષે પણ મોટા બેનર અને બીગ
બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાઈ હતી અને ‘જાને તૂ યા જાને
ના’ જેવી નવોદિત કલાકારો તથા સાધારણ પ્રેમકથા ધરાવતી ફિલ્મો સફળ રહી
હતી. વર્ષ ૨૦૦૭ની દિવાળીમાં શાહરૂખની ‘ઓમ શાંતિ ઓમ’ તથા સંજય ભણસાલીની
‘સાંવરિયા’ દ્વારા જેમ બે અભિનેત્રીઓ અનુક્રમે દીપિકા પદુકોણ અને સોનમ
કપૂર બોલીવૂડમાં પ્રવેશી હતી તેવી જ રીતે ૨૦૦૮ના ડિસેમ્બરમાં ‘રબને બના દી
જોડી’ અને ‘ગજિની’ દ્વારા અનુષ્કા શર્મા અને અસીન હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશી
છે. આજે બોલીવૂડમાં ઐશ્વ્વર્યા
રાય બચ્ચન, પ્રિટી ઝિન્ટા અને રાણી મુખર્જી જેવી અભિનેત્રીઓ ખાસ જોવા મળતી નથી. કેટરીના
કૈફ, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા પ્રેક્ષકોના માનસ પર છવાયેલી છે. આથી હવે અનુષ્કા અને
અસીન કેટલી અસર ઉપજાવી શકે છે તે જોવું રહ્યું. આ બન્ને અભિનેત્રીઓ વચ્ચે સમાન બાબત
એ છે કે બન્નેએ પોતાની પ્રથમ ફિલ્મમાં સાધારણ યુવતીની જ ભૂમિકા ભજવી છે. અનુષ્કા
અને અસીન પોતાની આગવી ઓળખ ધરાવે છે. અનુષ્કા મોડેલીંગ ક્ષેત્રમાં મહત્ત્વનું
સ્થાન મેળવી ચૂકી છે જ્યારે અસીન દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે. જોકે બન્નેની
ફિલ્મના પ્રોમોમાં તેમના હીરો, શાહરૂખ અને આમિરને જ કેન્દ્રબંિદુ રાખવામાં આવ્યા
હતા. એટલે ફિલ્મોની રજૂઆત પૂર્વે અનુષ્કા અને અસીન ખાસ અસર ઉપજાવી શક્યા નહોતા. ૧૨મી
ડિસેમ્બરે રજૂ થયેલી ‘રબને...’ એ યશરાજ બેનરની પહેલાંની ફિલ્મોની તુલનાએ સૌથી
વઘુ ઓપનીંગ મેળવીને રેકોર્ડ તોડ્યો હોવાનું કહેવાય છે. ‘રબને...’ એ વિશ્વ્વભરમાં
રૂા. ૯૦ કરોડનું કલેકશન કર્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ‘રબને...’માં
અનુષ્કાએ પતિની સાદગીથી કંટાળી ગયેલી પંજાબી યુવતીની ભૂમિકા ભજવી છે. ફિલ્મની
રજૂઆત પૂર્વે એમ લાગતું હતું કે આ શાહરૂખની ફિલ્મ છે અને તે જ સંપૂર્ણ ફિલ્મ પર છવાઈ
ગયેલો જોવા મળશે. વળી, યશરાજ બેનરે અનુષ્કાને ફિલ્મની રજૂઆત સુધી ઓઝલ જ રાખી
હતી. જોકે અનુષ્કાને મન તો આ વાત આશીર્વાદ સમાન સાબિત થઈ છે. ‘આને લીધે
લોકોની મારા પ્રત્યેની અપેક્ષા વધી નહોતી. હું રીઅલ લાઈફમાં પણ મારી ભૂમિકા જેવી
જ છુ અને શાહરૂખ સાથે કામ કરતાં ઘણું શીખવા મળ્યું છે. તેણે ક્યારેય મારા પર છવાઈ જવાનો
પ્રયાસ કર્યો નથી.’ એમ અનુષ્કાએ જણાવ્યું હતું. બીજી
તરફ ‘ગજિની’ના પ્રમોશન દરમિયાન આમિર સાથે અસીન સર્વત્ર છવાઈ ગઈ હતી. આ અભિનેત્રીનો
ચહેરો આઘુનિક દક્ષિણ ભારતીય યુવતી જેવો છે. પરંતુ તેના ફિચર્સ મહાનગરમાં વસતી
ચંચળ યુવતી જેવા છે. અસીનની તુલનાએ અનુષ્કા એકદમ સરળ દેખાય છે. તેના ચહેરા
પર ગજબનો આત્મવિશ્વ્વાસ જોવા મળે છે. આ બન્ને અભિનેત્રીઓ તેમની સરખામણીની વાતને ઉડાડી
દેતાં કહે છે કે અમે અહીં અમારી પ્રતિભા ઝળકાવવા આવ્યા છીએ. એકમેકની ઇર્ષા કરી
કારકિર્દીને હાનિ પહોંચાડવાની અમારી ઇચ્છા નથી. આમિર
ખાને જ્યારે તામિલમાં બનેલી ‘ગજિની’ ફિલ્મ જોઈ ત્યારે તેણે તેની હિન્દી આવૃત્તિમાં
અભિનેત્રી તરીકે અસીનને જ લેવાનો નિર્ણય કરી લીધો હતો. આમિરના નિર્ણયને જાણીને
અસીનને સ્વપ્ન સાકાર થયાની અનુભૂતિ થઈ હતી. આમિર ખાન જેવો સહકલાકાર, મુરગાડોસ જેવા
દિગ્દર્શક અને એ. આર. રહેમાન જેવા સંગીતકાર હોય તો કંઈ અભિનેત્રી તે ફિલ્મ
કરવાની ના પાડે? એવો પ્રશ્વ્ન અસીને પૂછ્યો હતો. બોલીવૂડ
કરતાં દક્ષિણ ભારતનો ફિલ્મોદ્યોગ વઘુ પ્રોફેશનલ છે. પણ અસીનને ‘ગજિની’ કરતી
વખતે ખાસ કોઈ સમસ્યા ન નડી. વળી તામિલભાષામાં બનેલી ‘ગજિની’ ફિલ્મની ટીમ જ હિન્દી
‘ગજિની’ના નિર્માણમાં હતી. આમિર ખાન પરફેકશનની આગ્રહી અભિનેતા છે. એટલે અસીનને
શૂટંિગ સમયે તકલીફ ન નડી. અત્રે ઉલ્લેખનીય છે કે અસીન હિન્દી, અંગ્રેજી, ફ્રેંચ, સંસ્કૃત,
મલયાલમ, તેલુગુ અને તામિલભાષા ખૂબ જ સારી રીતે જાણે છે. ‘રબને...’ અને ‘ગજિની’ની
આ બન્ને આશાસ્પદ અભિનેત્રીઓની જોળી અત્યારથી ભરેલી છે. અનુષ્કાનો તો યશરાજ
બેનર સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ છે. શું તું અન્ય બેનરની ફિલ્મ સાઈન નથી કરવાની?
એમ પૂછતાં અનુષ્કાએ અત્યંત હોંશિયારીપૂર્વક જવાબ આપ્યો હતો કે, ‘મારી કારકિર્દીને
ઉત્તેજન આપે તેવી અન્ય બેનરની ફિલ્મ સ્વીકારવાની આદિએ મને હા પાડી છે. ‘રબને...’
દ્વારા મને ઘણો સારો અનુભવ મળ્યો છે અને આદિ મારા શિક્ષક હતા.’ બીજી
તરફ અસીન પાસે પણ ઘણી સારી ફિલ્મો છે. વિપુલ શાહની ‘લંડન ડ્રિમ્સ’માં અસીન સલમાન
ખાનની સાથે જોવા મળશે. તે ઉપરાંત વિવિધ ભાષામાં બનનારી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘નાઈન્ટીન્થ
સ્ટેપ’માં અસીન સાથે જાપાનનો પ્રખ્યાત અભિનેતા અભિનય કરશે. આજે
આમિર, શાહરૂખ, સલમાન કે અક્ષય કુમાર જેવા ચાળીસી પાર કરી ગયેલા હીરોની ઉંમર વધતી
જ નથી અને તેઓ દર બીજી ફિલ્મમાં નાની વયની તથા નવોદિત અભિનેત્રીઓ સાથે
જોવા મળે છે. જ્યારે અભિનેત્રીઓ ત્રીસી પર પહોંચતાં જ વીતેલા જમાનાની બની જાય છે.
અત્યારે ઐશ્વ્વર્યા સતત એમ કહે છે કે પ્રેક્ષકો મને અભિષેક સિવાય અન્ય અભિનેતા સાથે નહિ
સ્વીકારે. પ્રીટી ઝિન્ટા મનોરંજન પીરસતી નહિ પણ સામાજિક જાગૃતિ પ્રસારતી ફિલ્મો કરવાનું
જ પસંદ કરે છે. રાણી મુખર્જીની ફિલ્મો પ્રેક્ષકોની અપેક્ષા સંતોષી શકતી નથી. એટલે
હાલમાં બોલીવૂડમાં સારી અભિનેત્રીઓનો શૂન્યાવકાશ સર્જાયો છે. આવા સંજોગોમાં અનુષ્કા
અને અસીન તે શૂન્યવકાશ કેટલો ભરી શકે છે તે તો આગામી સમય જ કહી શકશે. |