રિતેશ દેશમુખ - ત્રાસવાદી હુમલા દરમિયાન થયેલી બદનામીના ડાઘ
ધોવાના પ્રયાસઅયોગ્ય સમયે
અયોગ્ય જગ્યા પર હાજર રહેવાનું ફળ રિતેશ દેશમુખ ભોગવી રહ્યો છે. મુંબઈની હોટેલોમાં
થયેલા બોમ્બ ધડાકા પછીની પરિસ્થિતિનો તાગ મેળવવા મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય મંત્રી
તાજમહાલ હોટેલમાં ગયા હતા ત્યારે પોતાની સાથે નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ
વર્માને લઈ જવાને કારણે મુખ્ય પ્રધાનને પોતાની ખુરશીનો ત્યાગ કરવાની ફરજ પડી હતી.
તેમ જ આ ઘટનાએ રિતેશને વિવાદમાં ફસાવ્યો હતો. આ બાબતે રિતેશ સ્પષ્ટ શબ્દોમાં
કહે છે કે આ માટે કોઈનોે વાંક હોય તો એનો પોતાનો છે. એના પિતા તેમ જ રામ
ગોપાલ વર્મા નિર્દોષ છે. રિતેશે
કરેલા દાવા મુજબ તે મુખ્ય પ્રધાનનો પુત્ર હોવા છતાં આ બાબતની વઘુ માહિતી
તેને મિડિયા તરફથી જ મળી હતી. કારણ કે, ત્યાં હાજર મિડિયાએ હોટેલમાંથી બહાર આવતી
દરેક વ્યક્તિ સાથે વાતચીત કરી જનતાને પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. તેમ જ તેમને
પોલીસ પાસેથી પણ નિયમિત માહિતી મળી હતી. આ સિવાય તેને બીજી કોઈ માહિતી મળી નહોતી. રામ
ગોપાલ વર્મા સાથે તાજમહાલ હોટેલની મુલાકાત લેવાની વાત નીકળતા જ રિતેશ કહે છે, ‘‘સૌપ્રથમ
તો ટીવી ચેનલ પર મને ત્યાં જોઈને અપસેટ થયેલા લોકોની હું બિનશરતી માફી માગી લઉં
છું. લોકોને ઘણું દુઃખ થયું હતું અને તેઓ ગુસ્સે પણ થયા હતા. બોમ્બ ધડાકાને
કારણે પણ લોકો વ્યથિત હતા અને ગુસ્સામાં હતા. મારી ચંિતા પણ બાકીના લોકો જેટલી
જ હતી. પરંતુ હું એ કબૂલું છું કે રામુજીની ત્યાં હાજરી મારે કારણે જ હતી.’’ રિતેશે
કબૂલ કર્યા પ્રમાણે, ‘‘મેં જ તેમને મારી સાથે આવવાનું કહ્યું હતું. અમે સાથે
એક ફિલ્મ કરી રહ્યા છે એની ચર્ચા કરવા તેઓ સવારે મને મળવા આવ્યા હતા. હું મારા શૂટંિગ
પર જવાનો હતોે અને ડેડ તાજ પર જતા હતા. આથી મેં તેમની સાથે આવવા માટે તેમને પૂછ્યું.
આમા મેં માત્ર લોકો તરફ થતી ચંિતાને કારણે જ કર્યુ ંહતું. આમા મારો કોઈ અંગત
સ્વાર્થ છૂપાયો નહોતો.’’ પોતનો આક્રોશ શબ્દોમાં વ્યક્ત કરતા રિતેશ વઘુમાં કહે
છે, ‘‘પરંતુ તાજમહાલ હોટલની મારી અને રામુજીની મુલાકાતને કર્મશિયલ એન્ગલ
તરીકે જોવામાં આવી અને અમારે ટીકાઓનો ભોેગ બનવું પડ્યું. આર્કિટેક્ચરના એક વિદ્યાર્થી
તરીકે તાજ મારે માટે ઘણું મહત્ત્વનું છે. તાજ મહાલ એક રાષ્ટ્રીય સ્મારક છે તેને નુકસાન
થયું હોવાથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. આથી મારી મુલાકાત માત્ર શું થયું
છે એ જાણવાની ઉત્સુકતા અને ઈમોશનલ કારણોને લીધે જ હતી. પંરતુ આમા કાગનો વાઘ
બનાવી દેવામાં આવ્યો હતો. પંરતુ
રામુએ પ્રસંગની ગંભીરતા તેમ જ પ્રોટોકોલનો ખ્યાલ રાખવો જોઈતો હતો એ સાંભળતા જ
રિતેશ કહે છે, કે તે સમયે રામુ તેની સાથે હતા અને તેણે જ તેમને કહ્યું હતું કે તમે
મારી સાથે આવો અને રસ્તામાં આપણે આપણી ચર્ચા પૂરી કરીશું આમ રામુ પણ તેની સાથે
આવવા તૈયાર થયા આમ આમા તેમનો વાંક નથી. ‘‘વાંક માત્ર મારો જ છે ’’
એમ રિતેશ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. મિડિયાએ
વાતનું વતેસર કર્યું હોવાનું સમજાવતા રિતેશ કહે છે, ‘‘પ્રિન્ટ મિડિયાએ તેમનું
રિપોર્ટંિગ બરાબર કર્યું હતું. પરંતુ ઈલેક્ટ્રોનિક મિડિયાનો પ્રશ્ન છે તો દરેક ચેનલ
બીજી ચેનલથી ચઢિયાતી સાબિત થવાનો પ્રયત્ન કરતી હતી. તઆ ટીઆરપીની ગેમ હતી આથી આમા
અમે બલિના બકરા બની ગયા. કારણ કે, દરેક ચેનલ કંઈ નવું જ દેખાડીને દર્શકોને
આકર્ષવાનો પ્રયાસ કરતી હતી. મુખ્ય પ્રધાન ‘ટેરર ટુરિઝમ’માં રાચતા હોવાનું
તેમને જણાવવામાં આવ્યું એ પછી તેમને જણાવવામાં આવ્યું કે તેઓ રામ ગોપાલ વર્માને
સાઈટ જોવા લઈ ગયા છે અને રામુ ત્યાં પરિસ્થિતિનો તાગ કાઢવા આવ્યા છે તો કોઈએ કહ્યું
કે અમે આવિષય પર ફિલ્મ બનાવવાના હોવાથી મુલાકાત માટે આવ્યા છીએ. મારી વાત તો
એ છે કે હું મારા પિતાની ઘણી પાછળ હતો અને તેઓ પોલીસ અધિકારીઓ સાથે શું
વાત કરી રહ્યા હતા એ મને સંભળાતું નહોતું. રામુ ત્યાં છે એ મારા ડેડને ખબર જ નહોતી.
તેઓ રામુ સાથે વાત કરતા ક્યારે પણ જોવા મળશે નહીં. મુખ્ય પ્રધાન ચાલે છે ત્યારે
એ માત્ર ચાલે છે. તેમની પાછળ કોણ ચાલે છે એ તમને ખબર હોતું નથી. તેમની ફરતે લોકો
વીંટળાયા જ હોય છે.’’ ‘‘કેટલીક
મરાઠી ચેનલોએ શરૂ કર્યાં પછી બધી જ ચેનલોે આ વાત પકડી લીધી હતી. અને એ
પછી આ સમાચાર જ મહત્ત્વના બની ગયા હતા અને ત્રાસવાદી હુમલાને બદલે અમારી
મુલાકાતોની વાત જ ચાલતી હતી.’’ પોતાની વ્યથા ઠાલવતા રિતેશ કહે છે. આ
ઘટનાને કારણે પોતાને ઘણોે આઘાત લાગ્યો હોવાનુ ં રિતેશ ઉમેરે છે. તેમ જ પોતે
ક્રિમીનલ નથી અને ચેનલોે જે રીતે તેના ચહેરા પર ગોળ દોરી તેને ક્રિમીનલ બનાવવાનો
પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ રિતેશ કહે છે. જાહેર
જનતા ઉપરાંત ફરહાન અખ્તર જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ પણ રિતેશની ટીકા કરી
હતી. પરંતુ ચેનલો પર વિફરેલો રિતેશ આ લોકોની અફવાને ગંભીરતાથી લેતો નથી. ડેડ
વિલાસ રાવ દેશમુખને પોતાનું પદ છોડવા પાછળ બીજા ઘણા કારણોએ ભાગ ભજવ્યો
છે. પરંતુ આ કારણ મુખ્ય કારણ નથી એમ સ્પષ્ટ કરી રિતેશ તેની આ મુલાકાત પૂરી કરે છે. |