home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કિમ શર્મા - ડેટંિગ કરવામાં સંકોચ શાનો?

‘મોહોબ્બેંત’ની નવી ત્રણ જોડીમાંની એક અભિનેત્રી સુંદર આંખો, ગૌર બદન અને લાંબા વાળ ધરાવતી આ અભિનેત્રી કિમ ખૂબ જ જાણીતી મોડેલ હતી. આ અભિનેત્રીની આંખોમાં એક નિર્દોષ રમતિયાળપણું છે જે તેના ચહેરાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.

કિમ પોતાના પરિવારથી દૂર અહીં મુંબઇમાં એકલી રહે છે. તેના માટે આ કોઇ નવી વાત નથી કારણ કે તે બોર્ડંિગ સ્કૂલમાં જ ભણી છે અને ૧૫ વર્ષની વયે જ તેને મોડેલ બનવાનો ચસ્કો લાગ્યો. તેણે પોતાના બિસ્તરા - પોટલા બાંઘ્યા અને તેની સ્વપ્નનગરી મુંબઇ આવી પહોંચી. તેના માતા-પિતા પણ ખૂબ જ સ્વતંત્ર વિચારધારા ધરાવે છે એટલે તેમણે પણ તેને પૂરો સહકાર તથા આઝાદી આપી. બધી જ બહેનોમાં નાની હોવા છતાં કિમનું પોતાનું સ્વપ્ન પૂરુ કરવા માતા-પિતાએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો.

શું તને એકલા રહેતા એકલતાથી કંટાળો નથી આવતો? એમ પૂછતા કિમ જણાવે છે કે, મને મારી પોતાની જ કંપની પ્રિય છે. મને મારી આસપાસ સતત કોઇની હાજરી રહે તે ગમતું નથી. અને હવે મને એકલા રહેવાની બરોબર ફાવટ પણ આવી ગઇ છે.

જ્યારે તેણે મોડેલીંગ વિશ્વમાં સર્વપ્રથમ પગ મૂક્યો ત્યારે તેને પોતાનું સ્વપ્ન સાકાર થતું જણાયું. તે એટલી ભાગ્યશાળી છે કે તેને ખૂબ જ સહેલાઇથી મોડેલ બની જવા મળ્યું. પરંતુ જીવનમાં આપણા ધાર્યા પ્રમાણેનું કંઇ જ થતું નથી. આપણે કંઇક વિચારીએ છીએ અને કુદરતને કંઇક બીજું જ મંજૂર હોય છે.

કિમ જણાવે છે કે તેને ક્યારેય ફિલ્મોમાં કામ કરવું જ નહોતું. હું મારા મોડેલીંગના કામથી જ ખૂબ ખૂશ હતી. મને ખૂબ જ સારી તકો સાંપડી હતી. અને અન્ય મોડેલની જેમ મને કામ મેળવવા કોઇ વઘુ પ્રયાસો પણ કરવા પડયા નથી. તે ઉપરાંત મને મારી જરૂરિયાત પ્રમાણેની આવક પણ હતી. એક દિવસ અચાનક તેને યશજીની ઓફિસમાંથી ફોન આવ્યો. તે કહે છે કે મને ફિલ્મો વિશે કોઇ ઝાઝી ખબર નહોતી તેથી હું યશજી એટલે કોણ? એમ જ વિચારતી રહી. ત્યારે સામેવાળી વ્યક્તિએ તેને યશરાજ ફિલ્મસ અને યશચોપરા વિશે વાત કરી. ત્યારબાદ તો જેમ થાય છે તેમ થયું અને તે અભિનેત્રી બની ગઇ.

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોંઢુ ધોવા તો મુર્ખા જ જાય તેથી કિમે પણ યશ ચોપરાના પ્રસ્તાવને સ્વીકારી લીધો. પરંતુ કિમને ફિલ્મમાં જઇ ખોટા વમળમાં ફસાઇને ફેંકાઇ જવાની ઇચ્છા નહોતી તેથી શરૂઆતમાં તો તે ખૂબ જ અવઢવમાં હતી. બાદમાં, આદિત્ય ચોપરાએ તેને પૂરી વાર્તા સમજાવી, તેનો રોલ સમજાવ્યો અને તેને વિશ્વાસ આપ્યો કે તે આ રોલ કરવાથી ચીલાચાલુ અભિનેત્રી નહિ બની જાય. ત્યારબાદ તેણે ફિલ્મ સાઇન કરી અને ખૂબ જ સુંદર કામ કરવાનો નિર્ધાર કર્યો.

મહોબ્બતેમાં આ અભિનેત્રીઓને ખૂબ જ ટુંકા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. તે વિશે પૂછયું ત્યારે કિમ કહે છે કે, જુઓ તે વખતે તે કપડા પહેરવાની ના પાડી હોત તો એમ કહેત કે નવી છે એટલે નખરા કરે છે. એટલે અમે તેમની વાત સ્વીકારીને જે કપડા પહેરવા આપ્યા તે પહેર્યા હતા પરંતુ ચર્ચાનો વિષય બની ગયો હતો. સાચુ કહું, મને તો કોઇ વાંધો નથી આવ્યો કારણ કે હું તો કેઝ્‌યુઅલ વેઅરમાં શોર્ટસ અને મીની પહેરું છું એટલે કંઇક અજુગતુ પહેર્યાની લાગણી મને નહોતી થઇ. ફક્ત આ કપડામાં હું વલ્ગર નહોતી દેખાતી એની ખાત્રી મે પહેર્યા પછી તરત જ કરી લીધી હતી. અને મને તેમાં કંઇ વાંધો નહોતો.

પરંતુ તે કારણે જ કદાચ તેને ‘સેક્સ-સિમ્બોલ’નું બિરુદ મળ્યું હોય તો? જો તેથી જ કદાચ મને ‘સેક્સ- સિમ્બોલનું’ બિરુદ મળી તો મારા માટે ઘણી સારી વાત છે, હસી પડતા કિમ કહે છે, કારણ કે આ નામ મેળવવા હિરોઇનો કંઇક ઊંઘુ-ચત્તુ કરતી હોય છે જ્યારે મને તો ખૂબ જ સરળતાથી આ ઇમેજ મળી ગઇ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટેભાગે તેમ પ્રથમ ફિલ્મમાં જે પ્રકારનો રોલ કર્યો હોય તેવું જ કામ અન્ય ફિલ્મોમાં કરવાની ઓફર મળવા લાગે છે. અભિનેત્રી એક જ બીબામાં જકડાઇ જાય છે. તેની પ્રથમ ફિલ્મમાં તેના કામને જોયા બાદ તે સીધી- સાદી હિરોઇનના બીબામાં ઢળી ન શકે એવું પણ બને. આ વિશે કિમ કહે છે કે, મને સીધી-સાદી હિરોઇનની ભૂમિકા મળી હતી પરંતુ સ્ટોરીમાં ખાસ દમ ન લાગતા મે ના પાડી દીધી. હું જે પ્રમાણેની ભૂમિકા પસંદ કરીશ તેમાં હંમેશા મારી બધી જ કાબેલિયત ભરી દઇશ. હું કદાચ સીધા-સાદા રોલમાં ફિટ ન બેસું છતાં સારા દિગ્દર્શકની ફિલ્મમાં કામ કરવાનું હશે તો હું જરૂર કરીશ કારણ કે તમે જે નથી તે ભૂમિકા ભજવવાનું નામ જ એક્ટીંગ છે, હં ને?

તો શું કિમને તેનો સ્વપ્ન પુરુષ મળી ગયો? હવે મને તે મળ્યો છે પરંતુ હું તેનું નામ નહિ કહું. કારણ કે વચ્ચે હજી થોડી તકલીફ છે. પરંતુ તે ખૂબ જ સારો છે. તેને લાગણીની ખૂબ કંિમત છે મને કોઇ એવી વ્યક્તિ નહોતી જોઇતી જે દાગીના કે મોંઘા ડ્રેસ અથવા ભેટ- સોગાદોથી પોતાની લાગણી દર્શાવે. હું દિલની લાગણી વ્યક્ત કરવા ફૂલોને ઉત્તમ માઘ્યમ માનું છું. અને મને ખૂશી છે કે તે પણ મારી જેવા જ વિચારો ધરાવે છે. તે જ્યારે પણ શહેરમાં હોય છે ત્યારે દરરોજ સવારે મને ફૂલો મોકલાવે જ છે.

તે એક પરફેક્ટ મેન છે? એ વિશે કિમ કહે છે કે દરેકમાં કંઇક સારા અને ખરાબ ગુણો હોય છે એટલે પરફેક્ટની વ્યાખ્યા કરવી ખૂબ કઠિન છે તેથી હુ જેને પ્રેમ કરું તે જ મારા માટે પરફેક્ટ મેન છે.

કિમ કહે છે કે પ્રત્યેક સ્ત્રી પુરુષને આકર્ષવા માટે જ બઘુ કરતી હોય છે અને હું પણ એક સ્ત્રી જ છું. ઘણી સ્ત્રીઓ પુરુષ સમોવડી બનવા જાય છે ત્યારે મને દુઃખ થાય છે. મારા મતે દિવસના અંતે સ્ત્રીએ સ્ત્રી જ બનીને પુરુષને આવકારવો જોઇએ. પુરુષને જીવનમાં સુખ- શાંતિ આપવા માટે સ્ત્રીએ સ્ત્રી બનીને જ રહેવું જરૂરી છે. જે દિવસે સ્ત્રી પુરુષ અથવા પુરુષ સમોવડી બનશે તે દિવસે બંને વચ્ચેનું તાદાત્મય તૂટી જશે.

‘મોહબ્બતે’ રિલિઝ થયાને ત્રણ ચાર મહિના પછી પણ જ્યારે કોઇ કામ નહોતું મળ્યું ત્યારે સામેથી ઇન્ટરવ્યૂ આપીને અખબારોમાં એવું છપાવતી હતી કે તેને નેગેટીવ શેડવાળા રોલ કરવામાં કે આઇટમ ગર્લ બનવામાં કોઇ વાંધો નથી ટુંકમાં કિમ જિસ્મ દેખાડવાના વેમ્પના રોલ ભજવવા પણ તૈયાર છે.

આમ છતાં પણ કિમ આજ સુધી આ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી શકી નથી. તે તેની ફિલ્મો કરતાં તેના પ્રેમસંબંધોને કારણે ચર્ચામાં રહે છે.

Copyright   © Gujarat Samachar