આમિર ખાન - મહાભારતના કર્ણની ભૂમિકા ભજવવાનું સપનુંઆમિરની
ફિલ્મ ‘ગજની’ એક પછી એક સફળતાના રેકોર્ડ તોડતી જાય છે સાથે સાથે તે વિવાદમાં
પણ સપડાતી જાય છે. આમ સફળતા અને વિવાદ ‘ગજની’ના પર્યાય બની ચૂક્યા છે. માર્કેટંિગની
ગજબની સૂઝને કારણે પણ આમિર લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યો છે. છેલ્લે આ ફિલ્મમાં ભારોભાર
હંિસા હોવાથી ફિલ્મને યુ/એ સર્ટિફિકેટને બદલે ‘એ’ સર્ટિફિકેટ મળવું જોઈએ.
એવા વિવાદે માથું ઊંચક્યું હતું. જોકે આ બધાથી બેખબર આમિર ગજરાજની જેમ
નચંિત બની તેની પાછળ થતા ઘોંઘાટની અવગણના કરી પોતાની મંઝિલ તરફ આગળ વધતો
જાય છે. રાજકુમાર હિરાણીની ‘થ્રી ઈડિયટ્સ’ પૂરી કરવા માંડી પડ્યો છે. તેમ જ હમણા
જ તે પ્રિટી ઝિન્ટા સાથે દિલ ચાહતા હૈ’ના આઠ વર્ષ પછી એક ફિલ્મ સાઈન કરવાની તૈયારીમાં
છે. યશ ચોપરા સાથે આ બાબતે તેની વાટાઘાટો ચાલી રહી છે. ‘ગજની’
ફિલ્મ બનાવવાનું કારણ જણાવતા આમિર કહે છે કે આ ફિલ્મની તમિળ આવૃત્તિ તેને ઘણી
પસંદ પડી હતી. આ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક એ આર મુરુગાદોસને
મળતા જ તેમના તરફથી મળેલી પોઝિટિવ એનર્જી અને ઉત્સાહે આ ફિલ્મ બનાવવાનો તેનો નિર્ણય
પાક્કો કર્યો હતો. શારીરિક રીતે ‘ગજની’
અગાઉની ફિલ્મો ‘મંગલ પાંડે’ તેમ જ ‘લગાન’ કરતા વઘુ થકવી દે તેવી હોવાનું
જણાવતા આમિર કહે છે, ‘‘દરેક ફિલ્મને પોતાની ડિમાન્ડ હોય જ છે. પરંતુ
‘ગજની’ માટે મારે શરીર બનાવવા માટે ઘણો વ્યાયામ કરવો પડ્યો હોવાથી આ ફિલ્મની
ડિમાન્ડ વઘુ હતી એમ કહી શકાય છે. આ કામ મારે માટે ઘણી ધીરજ રાખવી પડી હતી.
મારું શરીર એથ્લેટિક છે. પરંતુ દિગ્દર્શકને આઠ પેકની જરૂર હતી. આ પ્રાપ્ત કરી
શકીશ કે નહીં એ હું જાણતો નહોવાથી આ મારે માટે એક મોટોે પડકાર હતો.’’ ફિલ્મના
કલેક્શને તને વઘુ શક્તિશાળી બનાવ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં આમિર કેહ છે, ‘‘મારી
જરૂરિયાતની યાદીમાં પાવરનું કોઈ સ્થાન નથી. આ મને ખુશી અને સંતોષ પૂરો પાડે
છે. ‘તારે ઝમીં પર’ ઘણા લોકો સુધી પહોંચી અને તેણે ઘણા જીવન બદલવામાં
સહાય કરી હતી. આ કારણે હું મારી જાતને પાવરફૂલ નહીં પરંતુ અહોભાગી માનું છું.’’ પોતાની
માર્કેટંિગ વ્યૂહની વાત કરતા આમિર કહે છે, ‘‘હું મારી માર્કેટંિગ સ્ટ્રેટેજીની
યોજના બનાવું છું ત્યારે ફિલ્મની વેલ્યુને સમજવાનો પ્રયાસ કરું છું. દરેક ફિલ્મની
માર્કેટંિગ ડિમાન્ડ અલગ અલગ હોય છે. મારી માર્કેટંિગની ટીમમાં નવ સભ્ય છે. અમે સાથે
મળીને યોેજના નક્કી કરીએ છીએ. સિનેમા માસ કમ્યુનિકેશનનો એક પ્રશ્ન છે અને અમારે દર્શકોને
અમારી ફિલ્મની મહત્ત્વની વેલ્યુ જણાવવાની છે એ વાત નજર સામે રાખીને અમે આગળ વધીએ
છીએ. ફિલ્મ પૂરી થયા પછી એને જોઈને અમે આગળ વધીએ છીએ. આજે ફિલ્મની સફળતામાં
માર્કેટંિગનું મહત્ત્વ ઘણું વધી ગયું છે.’’ ‘રબને
બના દી જોડી’ રિલીઝ થવાને દિવસે એક મલ્ટી પ્લેક્સના સ્ટાફને ‘ગજની’ લુકમાં
ઊભા રાખવાને કારણે થયેલા વિવાદ વિશે સ્પષ્ટતા કરતા આમિર કહે છે, ‘‘આ
અમારી માર્કેટંિગ સ્ટ્રેટેજીનો એક ભાગ હતો. ફિલ્મની રિલીઝના બે સપ્તાહ પૂર્વે જે ફિલ્મ
ચાલતી હોય એ સમયે અમે આમ કરવાના જ હતા. આમ અમે જાણી બૂઝીને કર્યું નહોતું. અગાઉ
અને ‘ગજની’ બીજી ઓક્ટોબરે રિલીઝ કરવા માગતા હતા. પરંતુ મારા પગમાં થયેલી ઈજાને
કારણે ફિલ્મની રિલીઝ લંબાઈ ગઈ હતી. તે સમયે પણ અમે આમ કર્યું જ હોત. મારી ફિલ્મો માર્કેટ
કરતી વખતે હું બે વાતનતું ઘ્યાન રાખું છું. દર્શકોને ગેરમાર્ગે ન દોરતા
પ્રમાણિકતાથી ફિલ્મ વિશે માહિતી આપવી અને કંઈ પણ નેગેટિવ વસ્તુ કરવી નહીં. મારે કારણે
કોઈને નુકસાન થાય નહીં એ વાતનું હું હંમેશાં ઘ્યાન રાખું છું. ‘ગજની’ને લુક
સ્ટાફને આપી અમે એને એક ટ્રેઈલરની જેમ રજૂ કરવા માગતા હતા. તમે તમારી ઈચ્છા મુજબ
પબ્લિસિટી કરી શકો છો પરંતુ છેવટે તો ફિલ્મ જ મહત્ત્વની છે. તેના
માનિતા વિષય શાહરૂખ ખાન વિશે વાત કરતા આમિર કહે છે, ‘‘શાહરૂખ અને મને એકબીજા
પ્રત્યે ઘણું માન છે. તમે શાહરૂખની મુલાકાતો વાંચશો તો તમને ખબર પડશે કે શાહરૂખ માત્ર
પોતાની જ વાતો કરે છે, બીજાની ઠઠ્ઠા ઉડાવે છે અને તેમને હલકા ચિતરે છે તે વઘુ બોલે
છે પરંતુ ચાર્મંિગ છે. હું શાહરૂખથી અંજાઈ ગયો છું એમ કહેવામાં મને કોઈ સંકોચ થતો
નથી. પરંતુ મિડિયાએ અમને કયા તો દુશ્મન અથવા મિત્રો બનાવી દીધા છે.
એકબીજા પ્રત્યેની અમારી ટિપ્પણી દર્શાવે છે કે અમારા બંનેમાં મજાકિયા વૃત્તિની
કોઈ કમી નથી.’’ સલમાન અને તે સાથે મળીને
શાહરૂખને હંફાવવાનો પ્રયત્ન કરતા હોવાની અફવા પર પણ આમિર ઠંડુ પાણી રેડે છે. તેણે
જણાવ્યા પ્રમાણે શાહરૂખ અને સલમાન તેના મિત્રો છે અને સલમાનને તેણે પોતાનું પેઈન્ટંિગ
દોરવાનું કહ્યું નહોતું. તેણે પોતાની મરજીથી આમ કર્યું હતું. ‘‘સલમાન
એક સંસ્થા સ્થાયી કોઈનું ભલું કરવાનો ઉમદા વિચાર ધરાવતો હોય તો તેને
ટેકો આપવામાં મને આનંદ મળશે.’’ એમ આમિર સ્પષ્ટ કરે છે. આમિર
દિગ્દર્શકના કામમાં હસ્તક્ષેપ કરતો હોવાની અફવા છે પરંતુ આમિરનું કહેવું
છે કે તેની ફિલ્મના સેટ પર દિગ્દર્શક જ બોસ છે અને તેમને સૂચનની જરૂર હોય
ત્રે જ તે સૂચનો આપે છે. ‘મહાભારત’
માં કર્ણની ભૂમિકા ભજવવાનું આમિરનું સપનું છે. આ પાત્ર માટે ફિઝિકલી પોતે લાયક નથી.
પંરતુ ઈમોેશનલી આમા ફિટ થઈ શકે છે. જોકે કૃષ્ણના પાત્ર માટે પોતે સૌથી વઘુ લાયક
હોવાની આમિર સ્પષ્ટતા કરે છે. |